Gujarat News: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, હવે બટાકાના ભાવમાં વધારો થયો

દસ દિવસ પહેલા જે બટાકાના ભાવ 20 રૂપિયા કિલો હતા મધ્યમ વર્ગીય પરિવારોના રસોડામાંથી બટાકા ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે વેપારીઓના મતે આ વર્ષે બટાકાની આવક ખુબ ઓછી થઈ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ડુંગળી અને લસણના ભાવ હજુ તો માંડ અંકુશમાં આવ્યા છે ત્યાં હવે બટાકાના ભાવમાં વધારો થયો છે. દસ દિવસ પહેલા જે બટાકાના ભાવ 20 રૂપિયા કિલો હતા તે આજે વધીને હોલસેલ બજારમાં 30 રૂપિયા કિલો થયો છે. ફરી એક વખત ગૃહિણીઓનું બજેટ ખોરવાયું જ્યારે રિટેલ બજારમાં 40 રૂપિયા કિલો બટાકા મળી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે હવે મધ્યમ વર્ગીય પરિવારોના રસોડામાંથી બટાકા ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે અને ગૃહિણીઓ કઠોળનો ઉપયોગ કરી રહી છે. તો બીજી તરફ વેપારીઓને પણ બટાકાના ભાવ વધતા ગ્રાહકીમાં અસર પહોંચ્યો છે. વેપારીઓના મતે આ વર્ષે બટાકાની આવક ખુબ ઓછી થઈ છે જેના કારણે બટાકાના ભાવ વધી ગયા છે. હાલ બજારમાં જે બટેકા મળી રહ્યા છે તે ડીસા, પાલનપુર, દહેગામના કોલ્ડ સ્ટોરેજમાંથી આવી રહ્યા છે. ત્યારે હવે ક્યારે બટાકાના ભાવ ઘટે છે તે જોવું રહ્યું છે. કેસર કેરીમાં 8 દિવસમાં ભાવમાં ઘટાડો થયો હાલ કેરીના સીઝન આવી ગઇ છે. જેમાં અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ છે. કેસર કેરીમાં 8 દિવસમાં ભાવમાં ઘટાડો થઇ 20 કિલોએ 400 રૂપિયાનો ઘટાડો થયો છે. અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. 15 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેસર કેરીનો ભાવ 2400 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે. તેમજ કેરી વધુ પ્રમાણમાં આવશે તો હજુ પણ ભાવ ઘટાડો થશે.

Gujarat News: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, હવે બટાકાના ભાવમાં વધારો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દસ દિવસ પહેલા જે બટાકાના ભાવ 20 રૂપિયા કિલો હતા
  • મધ્યમ વર્ગીય પરિવારોના રસોડામાંથી બટાકા ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે
  • વેપારીઓના મતે આ વર્ષે બટાકાની આવક ખુબ ઓછી થઈ

રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ડુંગળી અને લસણના ભાવ હજુ તો માંડ અંકુશમાં આવ્યા છે ત્યાં હવે બટાકાના ભાવમાં વધારો થયો છે. દસ દિવસ પહેલા જે બટાકાના ભાવ 20 રૂપિયા કિલો હતા તે આજે વધીને હોલસેલ બજારમાં 30 રૂપિયા કિલો થયો છે.

ફરી એક વખત ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

જ્યારે રિટેલ બજારમાં 40 રૂપિયા કિલો બટાકા મળી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે હવે મધ્યમ વર્ગીય પરિવારોના રસોડામાંથી બટાકા ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે અને ગૃહિણીઓ કઠોળનો ઉપયોગ કરી રહી છે. તો બીજી તરફ વેપારીઓને પણ બટાકાના ભાવ વધતા ગ્રાહકીમાં અસર પહોંચ્યો છે. વેપારીઓના મતે આ વર્ષે બટાકાની આવક ખુબ ઓછી થઈ છે જેના કારણે બટાકાના ભાવ વધી ગયા છે. હાલ બજારમાં જે બટેકા મળી રહ્યા છે તે ડીસા, પાલનપુર, દહેગામના કોલ્ડ સ્ટોરેજમાંથી આવી રહ્યા છે. ત્યારે હવે ક્યારે બટાકાના ભાવ ઘટે છે તે જોવું રહ્યું છે.

કેસર કેરીમાં 8 દિવસમાં ભાવમાં ઘટાડો થયો

હાલ કેરીના સીઝન આવી ગઇ છે. જેમાં અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ છે. કેસર કેરીમાં 8 દિવસમાં ભાવમાં ઘટાડો થઇ 20 કિલોએ 400 રૂપિયાનો ઘટાડો થયો છે. અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. 15 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેસર કેરીનો ભાવ 2400 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે. તેમજ કેરી વધુ પ્રમાણમાં આવશે તો હજુ પણ ભાવ ઘટાડો થશે.