વર્ડ વિઝાર્ડના સ્ટોર રૂમમાં ભીષણ આગ, ત્રણ શેડ બળીને ખાખ થયા

માધવનગર પાસે જોય ઈ બાઈક બનાવતી કંપનીમાં આગલિથેનીયમ બેટરીઓમા ઓવર હીટિંગથી આગ લાગવાનું અનુમાન માધવનગર પાસે વર્ડ વિઝાર્ડના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ વર્ડ વિઝાર્ડની માધવનગર નજીક આવેલ જોય ઇ-બાઇક કંપનીમાં લિથેનીયમની બેટરીમાં ઓવર હિટિંગથી ભીષણ આગ લાગતા ફાયરની 15 ટેન્કરોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેડવ્યો હતો. જેમા કંપનીના 3 શેડ બળીને ખાક થઈ ગયા હતા. વર્ડ વિઝાર્ડની જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગી હતી.આગની જાણ વડોદરા ફાયર વિભાગને મળતા તાત્કાલિક ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ કાબૂમાં આવે તે પહેલા મટિરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. જેમાં ત્રણ શેડ ભડકે બળતા ધૂમાડાના ગોટેગોટા આગની અગનજ્વાળા સાથે દુરદુર સુઘી દેખાતા હતા. કંપનીના બંગ્લોઝમા બાઈકમા વપરાતી લિથેનીયમ ડ્રાઈ બેટરીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગ્યાનુ તારણ સામે આવ્યુ હતુ. વડોદરા શહેરના પાણીગેટ, દાંડિયાબજાર, ઇઆરસી, જીઆઇડીસી અને છાણી ટીપી-13 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટિરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે આસપાસના વિસ્તારોમા અફ્રાતફરીનો માહૌલ સર્જાયો હતો. સ્થાનિકોએ કંપનીમાંથી આગથી બચાવી શકાય તેટલો સામાન સુરક્ષીત બચાવવામા મદદે લાગ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.મોડિ રાતે લાગેલી આગ વહેલી સવારે કાબુમા આવી હતી. આ બાબતે હાલ હદ બાબતે ઇસ્યુ થતાં વાઘોડીયા પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વર્ડ વિઝાર્ડના સ્ટોર રૂમમાં ભીષણ આગ, ત્રણ શેડ બળીને ખાખ થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માધવનગર પાસે જોય ઈ બાઈક બનાવતી કંપનીમાં આગ
  • લિથેનીયમ બેટરીઓમા ઓવર હીટિંગથી આગ લાગવાનું અનુમાન
  • માધવનગર પાસે વર્ડ વિઝાર્ડના સ્ટોર રૂમમાં આગ લાગી હતી.

વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ વર્ડ વિઝાર્ડની માધવનગર નજીક આવેલ જોય ઇ-બાઇક કંપનીમાં લિથેનીયમની બેટરીમાં ઓવર હિટિંગથી ભીષણ આગ લાગતા ફાયરની 15 ટેન્કરોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેડવ્યો હતો. જેમા કંપનીના 3 શેડ બળીને ખાક થઈ ગયા હતા.

વર્ડ વિઝાર્ડની જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગી હતી.આગની જાણ વડોદરા ફાયર વિભાગને મળતા તાત્કાલિક ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ કાબૂમાં આવે તે પહેલા મટિરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. જેમાં ત્રણ શેડ ભડકે બળતા ધૂમાડાના ગોટેગોટા આગની અગનજ્વાળા સાથે દુરદુર સુઘી દેખાતા હતા. કંપનીના બંગ્લોઝમા બાઈકમા વપરાતી લિથેનીયમ ડ્રાઈ બેટરીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગ્યાનુ તારણ સામે આવ્યુ હતુ. વડોદરા શહેરના પાણીગેટ, દાંડિયાબજાર, ઇઆરસી, જીઆઇડીસી અને છાણી ટીપી-13 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટિરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગના કારણે આસપાસના વિસ્તારોમા અફ્રાતફરીનો માહૌલ સર્જાયો હતો. સ્થાનિકોએ કંપનીમાંથી આગથી બચાવી શકાય તેટલો સામાન સુરક્ષીત બચાવવામા મદદે લાગ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.મોડિ રાતે લાગેલી આગ વહેલી સવારે કાબુમા આવી હતી. આ બાબતે હાલ હદ બાબતે ઇસ્યુ થતાં વાઘોડીયા પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.