મહીસાગરમાં 7269 લોકોની અટક અને 665 હથિયારો જમા લેવાયા

લોકસભાની ચૂંટણીને પગલે કાયદો વ્યવસ્થા જાળવવાઅંગ્રેજી અને દેશી દારૂ મળી કુલ 1011 કેસ કરાયા જિલ્લાની બોર્ડરો સિલ કરી ચુસ્ત બંદોબસ રાખી લોકસભાની ચૂંટણી સુધી સઘન ચેકીંગ હાથ ધર્યું મહીસાગર જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સહિતના મામલે અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના છ તાલુકાના 11 પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી 6751 જેટલા લોકોની અટકાયત કરવામાં આવ્યા છે તેમજ પ્રોહી 93 હેઠળ 508 લોકોની અટકાયત કરવામાં આવ્યા છે જે કુલ મળી 7269 લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે 2 શખસને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે અને જિલ્લા બહાર હદપાર (તડીપાર) માટે 42 દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવેલ છે તેમજ જિલ્લામાંથી કુલ 665 હથિયાર પરવાનેદારોનાં હથિયારો જમા લેવામાં આવ્યાં હતાં. જ્યારે 57 લોકોને હથિયાર રાખવા માટે મુક્તિ આપવામાં આવી છે 549 લોકોને બિન જામીન લાયક વોરંટ બજાવવામાં આવ્યા છે. ચૂંટણી કામગીરી દરમ્યાન અંગ્રેજી અને દેશી દારૂ મળી કુલ 1011 કેશ કરવામાં આવ્યા છે જેમાં રૂ.43,48,441 નો દારૂ જપ્ત કરવામાં કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાની ચાર સરહદીય ચેક પોસ્ટો પરથી 11 કેશ મળી કુલ રૂ.1,06,570 નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ હાલ જિલ્લાની બોર્ડરો સિલ કરી ચુસ્ત બંદોબસ રાખી લોકસભાની ચૂંટણી સુધી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. અટકાયતી પગલાં અને જમાં હથિયારની વિગત લુણાવાડા તાલુકામાં 2394 લોકોની અટકાયત કરવામાં આવી છે 165 હથિયારો જમા કરવામાં આવ્યા, સંતરામપુર 1381 લોકોની અટકાયત અને 198 હથિયારો જમા કરવામાં આવ્યા, કડાણામાં 820 લોકોની અટકાયત અને 104 હથિયારો જમા કરવામાં આવ્યા, ખાનપુરમાં 795 અટકાયત અને 58 હથિયારો જમા કરવામાં આવ્યા, વીરપુરમાં 695 અટકાયત અને 50 હથિયારો જમા કરવામાં આવ્યા અને બાલાસિનોરમાં 1212 અટકાયત અને 90 લોકોના હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.

મહીસાગરમાં 7269 લોકોની અટક અને 665 હથિયારો જમા લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણીને પગલે કાયદો વ્યવસ્થા જાળવવા
  • અંગ્રેજી અને દેશી દારૂ મળી કુલ 1011 કેસ કરાયા
  • જિલ્લાની બોર્ડરો સિલ કરી ચુસ્ત બંદોબસ રાખી લોકસભાની ચૂંટણી સુધી સઘન ચેકીંગ હાથ ધર્યું

મહીસાગર જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સહિતના મામલે અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના છ તાલુકાના 11 પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી 6751 જેટલા લોકોની અટકાયત કરવામાં આવ્યા છે તેમજ પ્રોહી 93 હેઠળ 508 લોકોની અટકાયત કરવામાં આવ્યા છે જે કુલ મળી 7269 લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે 2 શખસને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે અને જિલ્લા બહાર હદપાર (તડીપાર) માટે 42 દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવેલ છે તેમજ જિલ્લામાંથી કુલ 665 હથિયાર પરવાનેદારોનાં હથિયારો જમા લેવામાં આવ્યાં હતાં.

જ્યારે 57 લોકોને હથિયાર રાખવા માટે મુક્તિ આપવામાં આવી છે 549 લોકોને બિન જામીન લાયક વોરંટ બજાવવામાં આવ્યા છે. ચૂંટણી કામગીરી દરમ્યાન અંગ્રેજી અને દેશી દારૂ મળી કુલ 1011 કેશ કરવામાં આવ્યા છે જેમાં રૂ.43,48,441 નો દારૂ જપ્ત કરવામાં કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાની ચાર સરહદીય ચેક પોસ્ટો પરથી 11 કેશ મળી કુલ રૂ.1,06,570 નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ હાલ જિલ્લાની બોર્ડરો સિલ કરી ચુસ્ત બંદોબસ રાખી લોકસભાની ચૂંટણી સુધી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

અટકાયતી પગલાં અને જમાં હથિયારની વિગત

લુણાવાડા તાલુકામાં 2394 લોકોની અટકાયત કરવામાં આવી છે 165 હથિયારો જમા કરવામાં આવ્યા, સંતરામપુર 1381 લોકોની અટકાયત અને 198 હથિયારો જમા કરવામાં આવ્યા, કડાણામાં 820 લોકોની અટકાયત અને 104 હથિયારો જમા કરવામાં આવ્યા, ખાનપુરમાં 795 અટકાયત અને 58 હથિયારો જમા કરવામાં આવ્યા, વીરપુરમાં 695 અટકાયત અને 50 હથિયારો જમા કરવામાં આવ્યા અને બાલાસિનોરમાં 1212 અટકાયત અને 90 લોકોના હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.