ધાનપુરનાં પીપેરો ગામે બે બાઇક સામસામે ભટકાતા બેનાં મોત

દાહોદ જિલ્લામાં અકસ્માતનાં બે બનાવમાં ત્રણનાં મોતગરબાડાના અલીરાજપુર હાઇવે પર વાહનની અટફેટે આધેડનું મોત માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં વાહન ચાલકોની ગફ્લતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગરબાડા નગરમાંથી પસાર થતાં અલીરાજપુર નેશનલ હાઈળે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી રસ્તે ચાલતાં જતાં 55 વર્ષિય બદુભાઈ વાલાભાઈ બામણીયા (રહે. ગરબાડા, ભામાતળાઈ કાળીયા ફળિયા , તા. જિ. દાહોદ) ને અડફેટમાં લેતાં બદુભાઈ રોડ ઉપર પટકાયાં હતાં જેને પગલે તેઓને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સુરેશભાઈ બદુભાઈ બામણીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.માર્ગ અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના પીપેરો ગામે ધાનપુર-લીમખેડા મેન રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં દિનેશભાઈ રમેશભાઈ રાઠોડ રહે. પીપેરો, કાછલા ફળિયા , તા. ધાનપુર, જિ. દાહોદ) મોટરસાઈકલ લઈ ઉપરોક્ત સ્થળ પરથી પુરઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે ત્યાંથી પસાર થતી અન્ય એક મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં બંન્ને મોટરસાઈકલ પર સવાર કુલ ત્રણ વ્યક્તિઓ પૈકી જેમાં મહેન્દ્રભાઈ ગમીરભાઈ બારીયા (રહે. દુધામલી, નિચવાસ ફ્ળિયું, તા. ધાનપુર, જિ. દાહોદ) અને અકસ્માત સર્જનાર દિનેશભાઈને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બંન્નેના મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય એક અર્જુનભાઈ કેશરસિંહ બારીયા (રહે. વાખસીયા, નિશાળ ફ્ળિયું, તા. ધાનપુર, જિ. દાહોદ) નાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ગમીરભાઈ ચંન્દ્રસિંહ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ધાનપુરનાં પીપેરો ગામે બે બાઇક સામસામે ભટકાતા બેનાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાહોદ જિલ્લામાં અકસ્માતનાં બે બનાવમાં ત્રણનાં મોત
  • ગરબાડાના અલીરાજપુર હાઇવે પર વાહનની અટફેટે આધેડનું મોત
  • માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું.

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં વાહન ચાલકોની ગફ્લતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગરબાડા નગરમાંથી પસાર થતાં અલીરાજપુર નેશનલ હાઈળે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી રસ્તે ચાલતાં જતાં 55 વર્ષિય બદુભાઈ વાલાભાઈ બામણીયા (રહે. ગરબાડા, ભામાતળાઈ કાળીયા ફળિયા , તા. જિ. દાહોદ) ને અડફેટમાં લેતાં બદુભાઈ રોડ ઉપર પટકાયાં હતાં જેને પગલે તેઓને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સુરેશભાઈ બદુભાઈ બામણીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના પીપેરો ગામે ધાનપુર-લીમખેડા મેન રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં દિનેશભાઈ રમેશભાઈ રાઠોડ રહે. પીપેરો, કાછલા ફળિયા , તા. ધાનપુર, જિ. દાહોદ) મોટરસાઈકલ લઈ ઉપરોક્ત સ્થળ પરથી પુરઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે ત્યાંથી પસાર થતી અન્ય એક મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં બંન્ને મોટરસાઈકલ પર સવાર કુલ ત્રણ વ્યક્તિઓ પૈકી જેમાં મહેન્દ્રભાઈ ગમીરભાઈ બારીયા (રહે. દુધામલી, નિચવાસ ફ્ળિયું, તા. ધાનપુર, જિ. દાહોદ) અને અકસ્માત સર્જનાર દિનેશભાઈને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બંન્નેના મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય એક અર્જુનભાઈ કેશરસિંહ બારીયા (રહે. વાખસીયા, નિશાળ ફ્ળિયું, તા. ધાનપુર, જિ. દાહોદ) નાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ગમીરભાઈ ચંન્દ્રસિંહ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.