Monsoon 2024: ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ-હાઈવે બંધ

જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ 99 પંચાયત હસ્તકના રસ્તાઓ કરાયા બંધ જૂનાગઢમાં 44 રસ્તા બંધ કરવામાં આવ્યા ગુજરાતમાં મેઘરાજાની સવારી મન મૂકીને વરસી રહી છે. અનેક જગ્યાઓએ મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. મેઘો મહેરબાન થતા જ લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદી સ્થિતિના કારણે રાજ્યમાં કુલ 116 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ હાઈવે સહિત અન્ય 14 રસ્તાઓ પણ બંધ કરાયા હાલમાં વરસાદી સ્થિતિને જોતા જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તો જૂનાગઢમાં કુલ 44 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો ફરીને જવા મજબૂર બન્યા છે તો સાથે વાહનચાલકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક જગ્યાઓએ ખોવાયો વીજપુરવઠો રાજ્યમાં વરસાદના કારણે અનેક જગ્યાઓ વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના 36 ગામોમા વીજ પુરવઠો બંધ છે તો કચ્છના 29, જૂનાગઢના 16 ગામોમાં પુરવઠો બંધ છે. મહુવા તાલુકામાં 28 ગામમાં વીજ પુરવઠો બંધ છે. લખપત તાલુકાના 29 ગામો વીજ પુરવઠો ખોરવાયો હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાક વરસાદ વરસતાં રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઇ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 NDRFની ટીમ મોકલાઇ છે.

Monsoon 2024: ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ-હાઈવે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ
  • 99 પંચાયત હસ્તકના રસ્તાઓ કરાયા બંધ
  • જૂનાગઢમાં 44 રસ્તા બંધ કરવામાં આવ્યા

ગુજરાતમાં મેઘરાજાની સવારી મન મૂકીને વરસી રહી છે. અનેક જગ્યાઓએ મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. મેઘો મહેરબાન થતા જ લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદી સ્થિતિના કારણે રાજ્યમાં કુલ 116 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

સ્ટેટ હાઈવે સહિત અન્ય 14 રસ્તાઓ પણ બંધ કરાયા

હાલમાં વરસાદી સ્થિતિને જોતા જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તો જૂનાગઢમાં કુલ 44 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો ફરીને જવા મજબૂર બન્યા છે તો સાથે વાહનચાલકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદના કારણે અનેક જગ્યાઓએ ખોવાયો વીજપુરવઠો

રાજ્યમાં વરસાદના કારણે અનેક જગ્યાઓ વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના 36 ગામોમા વીજ પુરવઠો બંધ છે તો કચ્છના 29, જૂનાગઢના 16 ગામોમાં પુરવઠો બંધ છે. મહુવા તાલુકામાં 28 ગામમાં વીજ પુરવઠો બંધ છે. લખપત તાલુકાના 29 ગામો વીજ પુરવઠો ખોરવાયો હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ

મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાક વરસાદ વરસતાં રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઇ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 NDRFની ટીમ મોકલાઇ છે.