Rajkot TRP ગેમ્સઝોન અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો

મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારને લઈ મોટો ખુલાસો સીલ ખુલતા પાંચ કરોડની રોકડ રકમ મળી એક કરોડથી વધુની કિંમતનું ગોલ્ડ પણ મળ્યું રાજકોટ TRP ગેમ્સઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયાનું લોકર અને ઓફિસ ખોલવામાં આવ્યા છે. જેમાં લોકરમાંથી કરોડો રૂપિયા રોકડા અને સોનુ મળી આવ્યુ છે. ગઈકાલે રાત્રિથી ACB દ્વારા સાગઠીયાની સંપતિની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમાં 15 કિલો જેટલું સોનુ અને 5 કરોડની રોકડ રકમ મળી આવી છે. સાગઠીયા પાસેથી કરોડોની બેનામી સંપતિ મળવાનો સિલસિલો યથાવત ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સાગઠીયા પાસેથી કરોડોની બેનામી સંપતિ મળવાનો સિલસિલો યથાવત છે. રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી ૩ કરોડ રોકડ, 15 કિલો સોનુ તથા બે કિલો ચાંદી કબજે કરી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મનપાના પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયાની ધરપકડ કરી જેલહવાળે કર્યા બાદ એસીબી દ્વારા તપાસ કરતાં તેની પાસે આવક કરતાં 410 ટકા વધુ અપ્રમાણસરની મિલકત મળી આવતા વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન આજે એસીબીની ટીમ દ્વારા સાગઠિયાને સાથે રાખીને દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલ ટ્વીન ટાવર નામની તેની સીલ કરાયેલી ઓફિસની જડતી લેતા તિજોરીમાંથી કાળી કમાણીનો મોટો દલ્લો મળી આવ્યો હતો. આગાઉ અપ્રમાણસર મિલકત મળી આવી હતી આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.

Rajkot TRP ગેમ્સઝોન અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારને લઈ મોટો ખુલાસો
  • સીલ ખુલતા પાંચ કરોડની રોકડ રકમ મળી
  • એક કરોડથી વધુની કિંમતનું ગોલ્ડ પણ મળ્યું

રાજકોટ TRP ગેમ્સઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયાનું લોકર અને ઓફિસ ખોલવામાં આવ્યા છે. જેમાં લોકરમાંથી કરોડો રૂપિયા રોકડા અને સોનુ મળી આવ્યુ છે. ગઈકાલે રાત્રિથી ACB દ્વારા સાગઠીયાની સંપતિની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમાં 15 કિલો જેટલું સોનુ અને 5 કરોડની રોકડ રકમ મળી આવી છે.

સાગઠીયા પાસેથી કરોડોની બેનામી સંપતિ મળવાનો સિલસિલો યથાવત

ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સાગઠીયા પાસેથી કરોડોની બેનામી સંપતિ મળવાનો સિલસિલો યથાવત છે. રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી ૩ કરોડ રોકડ, 15 કિલો સોનુ તથા બે કિલો ચાંદી કબજે કરી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મનપાના પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયાની ધરપકડ કરી જેલહવાળે કર્યા બાદ એસીબી દ્વારા તપાસ કરતાં તેની પાસે આવક કરતાં 410 ટકા વધુ અપ્રમાણસરની મિલકત મળી આવતા વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન આજે એસીબીની ટીમ દ્વારા સાગઠિયાને સાથે રાખીને દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલ ટ્વીન ટાવર નામની તેની સીલ કરાયેલી ઓફિસની જડતી લેતા તિજોરીમાંથી કાળી કમાણીનો મોટો દલ્લો મળી આવ્યો હતો.

આગાઉ અપ્રમાણસર મિલકત મળી આવી હતી

આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.