SGST Raid Bhavnagar :S.K બેગની 5 દુકાનોમાં સર્ચ ઓપરેશન,બેન્ક હિસાબોને લઈ ચકાસણી

સ્કૂલ બેગના શો-રૂમમાં SGST વિભાગનું સર્ચ ગોડાઉનના સ્ટોક, બેન્ક હિસાબોને લઈ ચકાસણી કરાઈ બિલ વગરનો માલ વહેંચતા હોવાની શંકાને લઈ સર્ચ ભાવનગર શહેરમાં આવેલ સ્કૂલ બેગના શો રૂમની 5 દુકાનોમાં SGST વિભાગે દરોડા પાડયા છે.ભાવનગરમાં આવેલ S.K. બેગની 5 દુકાનોમાં SGST તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે,ઓછુ ટર્ન ઓવર તેમજ બિલ વગર ના માલ વહેંચતા હોવાની શંકાને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.S.K બેગની 5 દુકાનોના સ્ટોક તેમજ તેમના ગોડાઉનના સ્ટોક બેન્ક હિસાબો તેમજ કોમ્પ્યુટરના હિસાબો સહિતની કરવામાં આવી છે ચકાસણી. વોટરપાર્કમાં પણ SGSTના દરોડા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા શનિવારે રાજ્યભરમાં ખાસ કરીને અમદાવાદ, નવસારી, ગાાંધીનગર, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટ ખાતેના 15 મોટા વોટરપાર્કના 27 ધંધાના સ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં રૂપિયા 57 કરોડથી વધુનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.સ્ટેટ જીએસટીના દરોડા દરમિયાન પેઢીવાર જુદા-જુદા પ્રકારની રીતરસમો ધ્યાનમાં આવી છે. અમુક પેઢીઓ દ્વારા કોસ્ચ્યુમ, લોકર, મોબાઇલ કવર તેમજ ટ્યુબ્સ વગેરેના ભાડાં-વેચાણ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડેથી વ્યવહાર કરાયા હોવાનું દરોડા દરમિયાન જાણવા મળ્યું છે. આ ઉપરાંત વોટર પાર્કમાં આવેલા રેસ્ટોરન્ટમાં કાચી ચિઠ્ઠીથી રોકડમાં થયેલા વ્યવહારો અંગેની વિગતો પણ ધ્યાનમાં આવી છે. સુરતમાં આઈસક્રીમ પાર્લર પર GSTએ પાડયા હતા દરોડા રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી હતી. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા હતા. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે.  

SGST Raid Bhavnagar :S.K બેગની 5 દુકાનોમાં સર્ચ ઓપરેશન,બેન્ક હિસાબોને લઈ ચકાસણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્કૂલ બેગના શો-રૂમમાં SGST વિભાગનું સર્ચ
  • ગોડાઉનના સ્ટોક, બેન્ક હિસાબોને લઈ ચકાસણી કરાઈ
  • બિલ વગરનો માલ વહેંચતા હોવાની શંકાને લઈ સર્ચ

ભાવનગર શહેરમાં આવેલ સ્કૂલ બેગના શો રૂમની 5 દુકાનોમાં SGST વિભાગે દરોડા પાડયા છે.ભાવનગરમાં આવેલ S.K. બેગની 5 દુકાનોમાં SGST તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે,ઓછુ ટર્ન ઓવર તેમજ બિલ વગર ના માલ વહેંચતા હોવાની શંકાને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.S.K બેગની 5 દુકાનોના સ્ટોક તેમજ તેમના ગોડાઉનના સ્ટોક બેન્ક હિસાબો તેમજ કોમ્પ્યુટરના હિસાબો સહિતની કરવામાં આવી છે ચકાસણી.

વોટરપાર્કમાં પણ SGSTના દરોડા

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા શનિવારે રાજ્યભરમાં ખાસ કરીને અમદાવાદ, નવસારી, ગાાંધીનગર, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટ ખાતેના 15 મોટા વોટરપાર્કના 27 ધંધાના સ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં રૂપિયા 57 કરોડથી વધુનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.સ્ટેટ જીએસટીના દરોડા દરમિયાન પેઢીવાર જુદા-જુદા પ્રકારની રીતરસમો ધ્યાનમાં આવી છે. અમુક પેઢીઓ દ્વારા કોસ્ચ્યુમ, લોકર, મોબાઇલ કવર તેમજ ટ્યુબ્સ વગેરેના ભાડાં-વેચાણ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડેથી વ્યવહાર કરાયા હોવાનું દરોડા દરમિયાન જાણવા મળ્યું છે. આ ઉપરાંત વોટર પાર્કમાં આવેલા રેસ્ટોરન્ટમાં કાચી ચિઠ્ઠીથી રોકડમાં થયેલા વ્યવહારો અંગેની વિગતો પણ ધ્યાનમાં આવી છે.


સુરતમાં આઈસક્રીમ પાર્લર પર GSTએ પાડયા હતા દરોડા

રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી હતી. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા હતા. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે.