Ahmedabad News: ગરીબોને લોનની લાલચ આપી ઠગાઇ આચારતી ટોળકી ઝડપાઇ

22.88 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયાપોલીસે દિક્ષીત સોની, મોઈન છીપાની કરી ધરપકડ બોપલમાં શોરૂમ પરથી મોબાઈલ મેળવી કરી છેતરપિંડી અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ગઠિયાઓ દ્વારા કોઈને કોઈ રીતે લોકોને છેતરતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. તો મોટાભાગના કિસ્સાઓમાં બિચારા ગરીબ લોકો જ ગઠિયાઓનો ભોગ બનતા હોય છે. ત્યારે, ગરીબોને ટાર્ગેટ કરતાં ગઠિયાઓ બોપલ પોલીસના હાથે પકડાઈ ગયા છે. બોપલ પોલીસ દ્વારા ગરીબોને તત્લાક લોન આપી મોબાઇલ મેળવી છેતરપિંડી આચારતી ટોળકી ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ, બોપલ પોલીસે દિક્ષીત સોની અને મોઈન છીપાની ધરપકડ કરી છે. આ બંને શખ્સો પર આરોપ છે કે તેમણે લોન આપવાના બહાને ગરીબોના ડોક્યુમેન્ટ મેળવી એપ્લિકેશન પરથી તાત્કાલિક લોન કરી આપી છેતરપિંડી આચરી હતી. બંને શખ્સોની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ લોન આપવા માટે ડોક્યુમેન્ટ મેળવતા અને તેના દ્વારા મોબાઇલ ખરીદતા અને બારોબાર વેચી દેતા હતા. બોપલના મોબાઈલ શો રૂમ પરથી મોબાઈલ મેળવી આ બંને શખ્સોએ લાખોની છેતરપિંડી આચરી હતી. તો બોપલ પોલીસ દ્વારા આ બંને શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે તેમની પાસેથી કુલ 31 મોબાઇલ જપ્ત કર્યા છે જેના દ્વારા તેમણે 22.88 લાખની છેતરપિંડી આચરી હતી. બોપલ પોલીસે બેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad News: ગરીબોને લોનની લાલચ આપી ઠગાઇ આચારતી ટોળકી ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 22.88 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયા
  • પોલીસે દિક્ષીત સોની, મોઈન છીપાની કરી ધરપકડ
  • બોપલમાં શોરૂમ પરથી મોબાઈલ મેળવી કરી છેતરપિંડી

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ગઠિયાઓ દ્વારા કોઈને કોઈ રીતે લોકોને છેતરતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. તો મોટાભાગના કિસ્સાઓમાં બિચારા ગરીબ લોકો જ ગઠિયાઓનો ભોગ બનતા હોય છે. ત્યારે, ગરીબોને ટાર્ગેટ કરતાં ગઠિયાઓ બોપલ પોલીસના હાથે પકડાઈ ગયા છે. બોપલ પોલીસ દ્વારા ગરીબોને તત્લાક લોન આપી મોબાઇલ મેળવી છેતરપિંડી આચારતી ટોળકી ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ, બોપલ પોલીસે દિક્ષીત સોની અને મોઈન છીપાની ધરપકડ કરી છે. આ બંને શખ્સો પર આરોપ છે કે તેમણે લોન આપવાના બહાને ગરીબોના ડોક્યુમેન્ટ મેળવી એપ્લિકેશન પરથી તાત્કાલિક લોન કરી આપી છેતરપિંડી આચરી હતી.

બંને શખ્સોની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ લોન આપવા માટે ડોક્યુમેન્ટ મેળવતા અને તેના દ્વારા મોબાઇલ ખરીદતા અને બારોબાર વેચી દેતા હતા. બોપલના મોબાઈલ શો રૂમ પરથી મોબાઈલ મેળવી આ બંને શખ્સોએ લાખોની છેતરપિંડી આચરી હતી.

તો બોપલ પોલીસ દ્વારા આ બંને શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે તેમની પાસેથી કુલ 31 મોબાઇલ જપ્ત કર્યા છે જેના દ્વારા તેમણે 22.88 લાખની છેતરપિંડી આચરી હતી. બોપલ પોલીસે બેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.