Ahmedabad: ફાયર સેફટીને લઈ એક્સ્ટિંગ્યુસરનો કઈ રીતે ઉપયોગ કરવો જુઓ Video

ફાયર વિભાગના અધિકારીઓ દ્રારા શહેરીજનોને સ્પેશિયલ ટ્રેનિંગ આગ લાગે તો કઈ રીતે બુઝાવવી તેને લઈ સ્પેશિયલ ટ્રેનિંગ ફાયરનો સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો તેને લઈ અપાઈ ટ્રેનિંગ આગના બનાવો ઓછા કરવા ઠેરઠેર ફાયર છે પણ તેનો ઉપયોગ હજુ પણ શહેરીજનો કરતા નથીકારણ કે મોટાભાગના શહેરીજનોને ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવુ તે જ નથી આવડતુ આ પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે હવે ફાયર વિભાગના અધિકારીઓ આવા શહેરીજનોને જાગૃત કરવા ટ્રેનિંગ આપી રહ્યા છે. જાણો કઈ રીતે એક્સ્ટિંગ્યુસરનો કરવો ઉપયોગ ફાયર સેફ્ટીના નવા નિયમોથી શહેરીજનોમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવાની જાગૃતિ તો આવી છે પણ લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય સમયે ઉપયોગ કરવાની જાગૃતિ હજુ પણ જોઈએ તેટલી નથી આવી. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં બનતા આગના બનાવોને કાબુમાં લેવા માટે ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ ખૂબ ઓછી જગ્યાએ થતો જોવા મળી રહ્યો છે. ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરતા પહેલા તેના વપરાશ વિશેની માહિતી હોવી જરૂરી છે નહીં તો આગ બુઝવવા માટે વપરાશમાં લેનાર ફાયર એક્સિટંગ્યુસરનો જોખમી સાબિત થઈ શકે છે. ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવા P.A.S.S મેથડ વાપરવી P - પુલ ધ પિન ( સેફ્ટી પિન કાઢવી) A - એઈમ ધ ટાર્ગેટ ( ટાર્ગેટ પર નિશાન સાંઘો) S - સ્કવિઝ ધ લીવર સ્લોવલી ( લીવર ને ધીમે થી દબાવો ) S - સ્વિપ ફોર્મ સાઈડ ટુ સાઈડ ( નોઝલને અલગ અલગ બાજું ફેરવો ) આગ અલગ પ્રકારની હોય છે આગ પણ અલગ અલગ પ્રકારની હોય છે જ્યારે સામાન્ય આગ હોય એટલે કે લાકડા, પૂઠા કે ઘરગથ્થુ સામાનમાં આગ લાગી હોય ત્યારે કોઈ પણ પ્રકારના ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરી શકાય છે પણ જ્યારે ઇલેક્ટ્રીક ચીજવસ્તુઓમાં જ્યારે આગ લાગે ત્યારે ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે જો ઇલેક્ટ્રીક ચીજ વસ્તુઓમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીવાળા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવામાં આવે તો કરંટ લાગવાની શક્યતાઓ રહેલી છે. એટલે જ્યારે પણ ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓમાં આગ લાગે ત્યારે પાવડર વાળા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવો હિતાવહ છે. કયા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં કરવો તે અંગેની માહિતી ફાયર વિભાગના અધિકારીઓ સમયાંતરે શાળા,હોસ્પિટલના સ્ટાફ તેમજ શહેરીજનોને આપતા રહે છે. ઉનાળામાં સૌથી વધુ આગ લાગે છે ઉનાળાની સિઝનમાં ગરમીના બનાવો શહેરમાં બની રહ્યા છે જેમાં પ્રતિ વર્ષ 5 થી 10 ટકાનો વધારો થઈ રહ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બનતા બનાવો તો ઓછા થઈ રહ્યા છે પણ રહેણાંક વિસ્તારોના બનાવો હજુ પણ ઓછા નથી થઈ રહ્યા કારણ કે રહેણાંક વિસ્તારોમાં જ્યારે આગ લાગે છે ત્યારે સ્થાનિકો આગને કાબુમાં લેવા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવાને બદલે જીવ બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે જરૂરી છે કે તમામ શહેરીજનો ફાયર એક્સિટંગ્યુસરના ઉપયોગ અંગેની માહિતી અને તાલીમ લઈ તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે.

Ahmedabad: ફાયર સેફટીને લઈ એક્સ્ટિંગ્યુસરનો કઈ રીતે ઉપયોગ કરવો જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર વિભાગના અધિકારીઓ દ્રારા શહેરીજનોને સ્પેશિયલ ટ્રેનિંગ
  • આગ લાગે તો કઈ રીતે બુઝાવવી તેને લઈ સ્પેશિયલ ટ્રેનિંગ
  • ફાયરનો સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો તેને લઈ અપાઈ ટ્રેનિંગ

આગના બનાવો ઓછા કરવા ઠેરઠેર ફાયર છે પણ તેનો ઉપયોગ હજુ પણ શહેરીજનો કરતા નથીકારણ કે મોટાભાગના શહેરીજનોને ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવુ તે જ નથી આવડતુ આ પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે હવે ફાયર વિભાગના અધિકારીઓ આવા શહેરીજનોને જાગૃત કરવા ટ્રેનિંગ આપી રહ્યા છે.

જાણો કઈ રીતે એક્સ્ટિંગ્યુસરનો કરવો ઉપયોગ

ફાયર સેફ્ટીના નવા નિયમોથી શહેરીજનોમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવાની જાગૃતિ તો આવી છે પણ લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય સમયે ઉપયોગ કરવાની જાગૃતિ હજુ પણ જોઈએ તેટલી નથી આવી. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં બનતા આગના બનાવોને કાબુમાં લેવા માટે ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ ખૂબ ઓછી જગ્યાએ થતો જોવા મળી રહ્યો છે. ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરતા પહેલા તેના વપરાશ વિશેની માહિતી હોવી જરૂરી છે નહીં તો આગ બુઝવવા માટે વપરાશમાં લેનાર ફાયર એક્સિટંગ્યુસરનો જોખમી સાબિત થઈ શકે છે.


ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવા P.A.S.S મેથડ વાપરવી

P - પુલ ધ પિન ( સેફ્ટી પિન કાઢવી)

A - એઈમ ધ ટાર્ગેટ ( ટાર્ગેટ પર નિશાન સાંઘો)

S - સ્કવિઝ ધ લીવર સ્લોવલી ( લીવર ને ધીમે થી દબાવો )

S - સ્વિપ ફોર્મ સાઈડ ટુ સાઈડ ( નોઝલને અલગ અલગ બાજું ફેરવો )


આગ અલગ પ્રકારની હોય છે

આગ પણ અલગ અલગ પ્રકારની હોય છે જ્યારે સામાન્ય આગ હોય એટલે કે લાકડા, પૂઠા કે ઘરગથ્થુ સામાનમાં આગ લાગી હોય ત્યારે કોઈ પણ પ્રકારના ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરી શકાય છે પણ જ્યારે ઇલેક્ટ્રીક ચીજવસ્તુઓમાં જ્યારે આગ લાગે ત્યારે ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે જો ઇલેક્ટ્રીક ચીજ વસ્તુઓમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીવાળા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવામાં આવે તો કરંટ લાગવાની શક્યતાઓ રહેલી છે. એટલે જ્યારે પણ ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓમાં આગ લાગે ત્યારે પાવડર વાળા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવો હિતાવહ છે. કયા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં કરવો તે અંગેની માહિતી ફાયર વિભાગના અધિકારીઓ સમયાંતરે શાળા,હોસ્પિટલના સ્ટાફ તેમજ શહેરીજનોને આપતા રહે છે.

ઉનાળામાં સૌથી વધુ આગ લાગે છે

ઉનાળાની સિઝનમાં ગરમીના બનાવો શહેરમાં બની રહ્યા છે જેમાં પ્રતિ વર્ષ 5 થી 10 ટકાનો વધારો થઈ રહ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બનતા બનાવો તો ઓછા થઈ રહ્યા છે પણ રહેણાંક વિસ્તારોના બનાવો હજુ પણ ઓછા નથી થઈ રહ્યા કારણ કે રહેણાંક વિસ્તારોમાં જ્યારે આગ લાગે છે ત્યારે સ્થાનિકો આગને કાબુમાં લેવા ફાયર એક્સિટંગ્યુસરનો ઉપયોગ કરવાને બદલે જીવ બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે જરૂરી છે કે તમામ શહેરીજનો ફાયર એક્સિટંગ્યુસરના ઉપયોગ અંગેની માહિતી અને તાલીમ લઈ તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે.