Rain News: ધારી, મોરબી જૂનાગઢથી લઈ પાટણમાં વરસાદથી ખેડૂતોનો જીવ અધ્ધર

રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદથી લોકો પરેશાન ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિતકમોસમી વરસાદથી ઉનાળા પાકને નુકસાન થવાની શકયતારાજ્યમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. હવામાન વિભાગે રાજ્યમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી કરી હતી. જેની અસર વિવિધ ભાગોમાં જોવા મળી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાધી ઝાપટાં જોવા મળ્યા છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલીના ધારી તેમજ મોરબી સાથે જ જૂનાગઢ વિસાવદરમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે પાટણમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. આ વચ્ચે ધારીમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. જેમાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન દલખાણિયા, આંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જેમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાનની શક્યતા રહેલી છે. આ તરફ મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે લોકો પરેશાન થયા છે. તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધૂળની ડમરીઓ બાદ કમોસમી વરસાદ પડ્યો છે. ડેમાં વરિયાળીના તૈયાર પાકમાં નુકશાનીનો ભય જોવા મળ્યો છે. જ્યાં બીજી તરફ જૂનાગઢમાં પણ વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જૂનાગઢના વિસાવદરમાં કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં રાજેસરા, દુધાળા, માણદિયામાં વરસાદ પડ્યો છે. જેમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. આ કારણે તલ, મગફળી, ચણા સહિતના પાકને અસર જોવા મળી રહી છે. જેના સાથે જ ખેડૂતોના જીવ અધ્ધર થયા છે.પાટણ જિલ્લામાં ભર ઉનાળે કમોસમી માવઠું શરૂ થયો છે. રાઘનપુર સાંતલપુર તાલુકામાં ભર ઉનાળે માવઠું શરૂ થયું છે. જેમાં રાઘનપુર - કમાલપુર-સાતૂન - સાથલી સહિત ગ્રામ્ય પંથકમાં માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે હળવા પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ઠંડક થઈ છે, જેના સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધી છે. 

Rain News: ધારી, મોરબી જૂનાગઢથી લઈ પાટણમાં વરસાદથી ખેડૂતોનો જીવ અધ્ધર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદથી લોકો પરેશાન 
  • ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
  • કમોસમી વરસાદથી ઉનાળા પાકને નુકસાન થવાની શકયતા

રાજ્યમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. હવામાન વિભાગે રાજ્યમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી કરી હતી. જેની અસર વિવિધ ભાગોમાં જોવા મળી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાધી ઝાપટાં જોવા મળ્યા છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલીના ધારી તેમજ મોરબી સાથે જ જૂનાગઢ વિસાવદરમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે પાટણમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.


આ વચ્ચે ધારીમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. જેમાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન દલખાણિયા, આંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જેમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાનની શક્યતા રહેલી છે.

આ તરફ મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે લોકો પરેશાન થયા છે. તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધૂળની ડમરીઓ બાદ કમોસમી વરસાદ પડ્યો છે. ડેમાં વરિયાળીના તૈયાર પાકમાં નુકશાનીનો ભય જોવા મળ્યો છે.


જ્યાં બીજી તરફ જૂનાગઢમાં પણ વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જૂનાગઢના વિસાવદરમાં કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં રાજેસરા, દુધાળા, માણદિયામાં વરસાદ પડ્યો છે. જેમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. આ કારણે તલ, મગફળી, ચણા સહિતના પાકને અસર જોવા મળી રહી છે. જેના સાથે જ ખેડૂતોના જીવ અધ્ધર થયા છે.


પાટણ જિલ્લામાં ભર ઉનાળે કમોસમી માવઠું શરૂ થયો છે. રાઘનપુર સાંતલપુર તાલુકામાં ભર ઉનાળે માવઠું શરૂ થયું છે. જેમાં રાઘનપુર - કમાલપુર-સાતૂન - સાથલી સહિત ગ્રામ્ય પંથકમાં માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે હળવા પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ઠંડક થઈ છે, જેના સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધી છે.