IAS Appointment: ગુજરાતને મળશે વધુ 5 IAS અધિકારીઓ

ગુજરાતના 5 અધિકારીઓની IAS તરીકે નિમણૂકસ્ટેટ સિવિલ સર્વિસિસના 5 અધિકારીની નિમણૂક પાંચેય અધિકારીઓને પ્રોબેશન પર મૂકવામાં આવશે ભારતીય વહીવટી સેવા દેશના વહીવટી તંત્ર અને શાસન વ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન ગણાય છે. અને તે જ કારણ છે કે ભારત જેવો એક વિશાળ દેશ સંઘીય માળખું ધરાવતો હોવા છતાં સરળતાથી કામ કરી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના વહીવટી તંત્રમાં વધુ મજબૂતી આવવા જઈ રહી છે કારણ કે ગુજરાતને વધુ 5 IAS અધિકારીઓને નિમણૂંક મળવા જઈ રહી છે.મળતી માહિતી મુજબ, ગુજરાત સ્ટેટ સિવિલ સર્વિસિસના 5 અધિકારીઓને આવનાર ટૂંક સમયમાં IAS અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવશે. આ તમામ 5 અધિકારીઓની IAS તરીકે નિમણુંકને લઈને પરસોનલ વિભાગ દ્વારા ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. તો સાથે સાથે જાણવા મળી રહ્યું છે કે IAS તરીકે નિમણૂંક પામનાર તમામ પાંચેય અધિકારીઓને પ્રોબેશન પર મુકવામાં આવશે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતીય વહીવટી સેવા (કેડર)ના નિયમોમાં કેટલાક સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના કારણે કેન્દ્રીય આઇએસ અધિકારીઓની નિમણૂક (Deputation of IAS Officers) પર વધુ નિયંત્રણ આવી શકે છે. કેન્દ્રીય અધિકારીઓની નિમણૂક ઘણી વાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદનું કારણ રહી છે. ચાલો જાણીએ વહીવટી સેવાના કેન્દ્રીય અધિકારીઓની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે, કેન્દ્ર સરકારની દરખાસ્ત શું છે અને તેની સાથે સંબંધિત સમસ્યાઓ શું છે.શું છે નિયમો અને વ્યવસ્થા? ભારત રાજ્ય સરકારના કલેક્ટર, તેના સમકક્ષ અને અન્ય ટોચના અધિકારીઓ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની નિમણૂક માટેના નિયમો આઈએએસ કેડર નિયમો, 1954ના નિયમ 6(1) હેઠળ છે, જે મુજબ કેન્દ્ર સરકાર અથવા અન્ય રાજ્ય સરકારમાં એક કેડર અધિકારીની નિમણૂક અથવા કોઈ પણ કંપની, સરકારી સંગઠન અથવા વ્યક્તિઓની સંસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંમતિથી રહેશે.

IAS Appointment: ગુજરાતને મળશે વધુ 5 IAS અધિકારીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતના 5 અધિકારીઓની IAS તરીકે નિમણૂક
  • સ્ટેટ સિવિલ સર્વિસિસના 5 અધિકારીની નિમણૂક
  • પાંચેય અધિકારીઓને પ્રોબેશન પર મૂકવામાં આવશે 

ભારતીય વહીવટી સેવા દેશના વહીવટી તંત્ર અને શાસન વ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન ગણાય છે. અને તે જ કારણ છે કે ભારત જેવો એક વિશાળ દેશ સંઘીય માળખું ધરાવતો હોવા છતાં સરળતાથી કામ કરી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના વહીવટી તંત્રમાં વધુ મજબૂતી આવવા જઈ રહી છે કારણ કે ગુજરાતને વધુ 5 IAS અધિકારીઓને નિમણૂંક મળવા જઈ રહી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત સ્ટેટ સિવિલ સર્વિસિસના 5 અધિકારીઓને આવનાર ટૂંક સમયમાં IAS અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવશે. આ તમામ 5 અધિકારીઓની IAS તરીકે નિમણુંકને લઈને પરસોનલ વિભાગ દ્વારા ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. તો સાથે સાથે જાણવા મળી રહ્યું છે કે IAS તરીકે નિમણૂંક પામનાર તમામ પાંચેય અધિકારીઓને પ્રોબેશન પર મુકવામાં આવશે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતીય વહીવટી સેવા (કેડર)ના નિયમોમાં કેટલાક સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના કારણે કેન્દ્રીય આઇએસ અધિકારીઓની નિમણૂક (Deputation of IAS Officers) પર વધુ નિયંત્રણ આવી શકે છે. કેન્દ્રીય અધિકારીઓની નિમણૂક ઘણી વાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદનું કારણ રહી છે. ચાલો જાણીએ વહીવટી સેવાના કેન્દ્રીય અધિકારીઓની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે, કેન્દ્ર સરકારની દરખાસ્ત શું છે અને તેની સાથે સંબંધિત સમસ્યાઓ શું છે.

શું છે નિયમો અને વ્યવસ્થા?

ભારત રાજ્ય સરકારના કલેક્ટર, તેના સમકક્ષ અને અન્ય ટોચના અધિકારીઓ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની નિમણૂક માટેના નિયમો આઈએએસ કેડર નિયમો, 1954ના નિયમ 6(1) હેઠળ છે, જે મુજબ કેન્દ્ર સરકાર અથવા અન્ય રાજ્ય સરકારમાં એક કેડર અધિકારીની નિમણૂક અથવા કોઈ પણ કંપની, સરકારી સંગઠન અથવા વ્યક્તિઓની સંસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંમતિથી રહેશે.