Junagadh News :PI તરલ ભટ્ટને હજી રહેવુ પડશે જેલમાં,કોર્ટે ફગાવ્યા જામીન

પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટની મુશ્કેલીમાં થયો વધારો મુખ્ય આરોપી તરલ ભટ્ટના જૂનાગઢ સેશન્સ કોર્ટે જામીન કર્યા નામંજૂર આરોપીના વકીલે બિન જામીન પાત્ર અંગેની સ્પષ્ટીકરણ ન કરતા કોટે જામીન ફગાવ્યા કથિત જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. હાલ તો તરલ ભટ્ટને જામીન ન મળતા જેલમાં જ રહેવું પડશે. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટના જજ એચ.એ.દવેએ જામીન અરજી ફગાવી દીધી. મહત્વનું છે કે તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂપિયાનો તોડકાંડ કરીને કૌભાડ આચર્યું હતું.તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને 3 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા,સમગ્ર ઘટનાને લઈ તેમના વકીલ દ્વારા જામીન માટે 8 એપ્રિલના રોજણ પણ અરજી કરાઈ હતી તે પણ કોર્ટે ફગાવી હતી. બેંક ખાતા ફ્રિઝનો મામલો કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે. 2008માં PSI તરીકે જોડાયો હતો PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 2 ફેબ્રુઆરીએ તરલ ભટ્ટની કરાઈ હતી ધરપકડ ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ તરલ ભટ્ટ 2 ફેબ્રુઆરીએ અમદાવાદના એસપી રિંગ રોડથી ઝડપાયા હતા. જે બાદ તેઓને ત્રણ તારીખે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Junagadh News :PI તરલ ભટ્ટને હજી રહેવુ પડશે જેલમાં,કોર્ટે ફગાવ્યા જામીન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટની મુશ્કેલીમાં થયો વધારો
  • મુખ્ય આરોપી તરલ ભટ્ટના જૂનાગઢ સેશન્સ કોર્ટે જામીન કર્યા નામંજૂર
  • આરોપીના વકીલે બિન જામીન પાત્ર અંગેની સ્પષ્ટીકરણ ન કરતા કોટે જામીન ફગાવ્યા

કથિત જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. હાલ તો તરલ ભટ્ટને જામીન ન મળતા જેલમાં જ રહેવું પડશે. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટના જજ એચ.એ.દવેએ જામીન અરજી ફગાવી દીધી. મહત્વનું છે કે તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂપિયાનો તોડકાંડ કરીને કૌભાડ આચર્યું હતું.તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને 3 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા,સમગ્ર ઘટનાને લઈ તેમના વકીલ દ્વારા જામીન માટે 8 એપ્રિલના રોજણ પણ અરજી કરાઈ હતી તે પણ કોર્ટે ફગાવી હતી.

બેંક ખાતા ફ્રિઝનો મામલો

કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે.

2008માં PSI તરીકે જોડાયો હતો

PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી.

2 ફેબ્રુઆરીએ તરલ ભટ્ટની કરાઈ હતી ધરપકડ

ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ તરલ ભટ્ટ 2 ફેબ્રુઆરીએ અમદાવાદના એસપી રિંગ રોડથી ઝડપાયા હતા. જે બાદ તેઓને ત્રણ તારીખે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.