2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલ બારડોલી લોકસભા બેઠકનું જાણો રાજકીય ગણિત

2008માં નવા સીમાંકન બાદ 23-બારડોલી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી છેઆ બેઠકમાં સુરત અને તાપી જિલ્લાની કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે2 જિલ્લા અને સુરત મહાનગર પાલિકાનો કેટલોક ભાગ આ લોકસભામાં સમાવિષ્ટ છેઅંગ્રેજો દ્વારા નાખવામાં આવેલા આકરા વેરા સામે સરદાર પટેલ દ્વારા ચલાવવામાં આવેલી ના-કરની લડતને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બારડોલી રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાતની મહત્વની લોકસભા બેઠકમાં સ્થાન પામનાર બારડોલી અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠક છે. આ બેઠક 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી તે પહેલા તે માંડવી લોકસભા તરીકે ઓળખાતી હતી. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લા ઉપરાંત સુરત શહેરના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે.બારડોલી વિસ્તારમાં સહકારી ક્ષેત્રનો વિકાસ વધુ જોવા મળે છે. અહીંના રાજકારણમાં સહકારિતાનો પ્રભાવ રહેલો છે. બારડોલી લોકસભા વિસ્તારમાં 6 જેટલી મહત્વની સહકારી સુગર મિલો કાર્યરત છે. આ ઉપરાંત સુરતની સુમુલ ડેરી અને સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના કાર્યનો મોટો વિસ્તાર આ બેઠક હેઠળ આવે છે. પહેલા કોંગ્રેસના તાબા હેઠળ ગણાતી તમામ સહકારી સંસ્થાઓ ધીમે ધીમે ભાજપના કબ્જામાં આવી જતાં હવે લગભગ કોંગ્રેસનું લગભગ નામોનિશાન મટી રહ્યું છે. હાલમાં સુમુલ ડેરી હોય કે સુગર મિલો તમામ પર ભાજપના નેતાઓનો કબ્જો રહેલો છે. જેથી ભાજપનો પ્રભાવ ખેડૂતો અને મંડળીના સભાસદોને અસર કરી શકે છે. 35 ટકાથી વધુ મતદારો આદિવાસી આ બેઠક આદિવાસી બહુમતી ધરાવે છે. અંદાજિત 35 ટકા જેટલા મતદારો આદિવાસી છે. જેમાં પણ ખાસ કરીને ચૌધરી અને હળપતિ મતદારોનું પ્રભુત્વ રહેલું છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાં ગામિત, વસાવા અને ધોડિયા પટેલ મતદારો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાલમાં બારડોલી લોકસભા અંતર્ગત આવતી તમામ 7 વિધાનસભા બેઠકો ભાજપના કબ્જામાં છે. તાપી જિલ્લાની 2 બેઠકો નિઝર અને વ્યારા ઉપરાંત સુરત જિલ્લાની માંડવી બેઠક જે કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવતી હતી તે પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આંચકી લેતા હાલ લોકસભા અંતર્ગત આવતી તમામ બેઠકો ભાજપના કબ્જામાં છે. બારડોલી બેઠકના સાંસદની યાદી વર્ષ 2009માં પહેલી વાર બારડોલી બેઠક પર લોકસભા ચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરી વિજેતા થયા હતા. તેમણે ભાજપના રિતેશ ચૌધરીને 58, 930 મતોથી હરાવ્યા હતા. ડૉ. તુષાર ચૌધરીએ ગુજરાતના માજી મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. તેઓ કેન્દ્રમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ હાલ ઉત્તર ગુજરાતની ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટાયા છે. હાલના સાંસદ પ્રભુભાઈ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં તેમણે ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડી કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ. તુષાર ચૌધરીને માત આપી હતી. 1,24,895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બાદમાં વર્ષ 2019માં પણ તેમને જ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પણ 2,15,974 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. કુલ મતદારોની સ્થિતિ 5મી જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદારયાદી મુજબ બારડોલી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ કુલ સુરત અને તાપી જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર કુલ 20,30,830 મતદારો નોંધાયા છે. જે પૈકી 10,32,104 પુરુષ અને 9,98,705 સ્ત્રી મતદારો તેમજ 21 થર્ડ જેન્ડર્સ મતદારોનો સમાવેશ થાય છે. જાણો કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી વિશે સિદ્ધાર્થ ચૌધરીએ માજી સાંસદ અને ધારાસભ્ય અમર સિંહ ચૌધરીના પુત્ર છે. તેમણે બી.ઈ. મિકેનિક અને એમ.બી.એ.(માર્કેટિંગ) સુધી અભ્યાસ કર્યો છે. તેમણે રાજકારણની સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ ખેડાણ કરેલ છે. તેઓ 2018-2020 સુધી વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. 2010-2015 સુધી તાપી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત હાલમાં સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. સ્થાનિક લેવલ પર તેઓ શ્રી ખેડૂત સહકારી જીન વ્યારાના ડિરેક્ટર, ગુજરાત ખેત વિકાસ પરિષદના સભ્ય, વ્યારા એપીએમસીના ડિરેક્ટર સહિત તાપી જિલ્લાની સહકારી, રાજકીય અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમને મજબૂત આદિવાસી નેતા માનવામાં આવે છે. તેમના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરી પણ સહકારી અને રાજકીય ક્ષેત્ર સારી નામના ધરાવે છે. તેમના પિતાએ તત્કાલિન મુખ્યપ્રધાન અમરિસંહ ચૌધરીને અપક્ષ ચૂંટણી લડીને વ્યારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણીમાં માત આપી હતી. બારડોલી લોકસભા સીટ ચૂંટણી પરિણામ 2019 જાણો ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા વિશે પ્રભુ વસાવા મૂળ માંડવી તાલુકાનાં સઠવાવના રહેવાસી છે. તેમણે મીકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા નારણ વસાવા પણ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. પ્રભુ વસાવા છેલ્લી 2 ટર્મથી બારડોલી લોકસભા બેઠક પર સાંસદ છે. 2007માં સોનગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૂંટાયા હતા. નવા સીમાંકન બાદ સોનગઢ બેઠક નાબૂદ થઈને નવી માંડવી બેઠક અસ્તિત્વમાં આવતા 2012માં તેઓ માંડવી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ સમયગાળા દરમ્યાન તેઓ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત હતા. જો કે 2014ની લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેમાં તેમને લોટરી લાગી હોય તેમ ભાજપે બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા અને તેમણે આ ચૂંટણીમાં 1,24,895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બાદમાં વર્ષ 2019માં વધુ લીડ એટલે કે 2,15,974 મતોથી ફરી એક વખત તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બારડોલીમાં કઈ વિધાનસભા સમાવિષ્ટ માંગરોળ - માંડવી - કામરેજ - બારડોલી - મહુવા - વ્યારા - નિઝર બારડોલીનું જ્ઞાતિ સમીકરણ આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે. હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મતદારોનો પ્રભાવ છે. અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક છે

2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલ બારડોલી લોકસભા બેઠકનું જાણો રાજકીય ગણિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2008માં નવા સીમાંકન બાદ 23-બારડોલી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી છે
  • આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લાની કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે
  • 2 જિલ્લા અને સુરત મહાનગર પાલિકાનો કેટલોક ભાગ આ લોકસભામાં સમાવિષ્ટ છે

અંગ્રેજો દ્વારા નાખવામાં આવેલા આકરા વેરા સામે સરદાર પટેલ દ્વારા ચલાવવામાં આવેલી ના-કરની લડતને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બારડોલી રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાતની મહત્વની લોકસભા બેઠકમાં સ્થાન પામનાર બારડોલી અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠક છે. આ બેઠક 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી તે પહેલા તે માંડવી લોકસભા તરીકે ઓળખાતી હતી. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લા ઉપરાંત સુરત શહેરના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે.બારડોલી વિસ્તારમાં સહકારી ક્ષેત્રનો વિકાસ વધુ જોવા મળે છે. અહીંના રાજકારણમાં સહકારિતાનો પ્રભાવ રહેલો છે. બારડોલી લોકસભા વિસ્તારમાં 6 જેટલી મહત્વની સહકારી સુગર મિલો કાર્યરત છે. આ ઉપરાંત સુરતની સુમુલ ડેરી અને સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના કાર્યનો મોટો વિસ્તાર આ બેઠક હેઠળ આવે છે. પહેલા કોંગ્રેસના તાબા હેઠળ ગણાતી તમામ સહકારી સંસ્થાઓ ધીમે ધીમે ભાજપના કબ્જામાં આવી જતાં હવે લગભગ કોંગ્રેસનું લગભગ નામોનિશાન મટી રહ્યું છે. હાલમાં સુમુલ ડેરી હોય કે સુગર મિલો તમામ પર ભાજપના નેતાઓનો કબ્જો રહેલો છે. જેથી ભાજપનો પ્રભાવ ખેડૂતો અને મંડળીના સભાસદોને અસર કરી શકે છે.

35 ટકાથી વધુ મતદારો આદિવાસી

આ બેઠક આદિવાસી બહુમતી ધરાવે છે. અંદાજિત 35 ટકા જેટલા મતદારો આદિવાસી છે. જેમાં પણ ખાસ કરીને ચૌધરી અને હળપતિ મતદારોનું પ્રભુત્વ રહેલું છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાં ગામિત, વસાવા અને ધોડિયા પટેલ મતદારો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાલમાં બારડોલી લોકસભા અંતર્ગત આવતી તમામ 7 વિધાનસભા બેઠકો ભાજપના કબ્જામાં છે. તાપી જિલ્લાની 2 બેઠકો નિઝર અને વ્યારા ઉપરાંત સુરત જિલ્લાની માંડવી બેઠક જે કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવતી હતી તે પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આંચકી લેતા હાલ લોકસભા અંતર્ગત આવતી તમામ બેઠકો ભાજપના કબ્જામાં છે.

બારડોલી બેઠકના સાંસદની યાદી

વર્ષ 2009માં પહેલી વાર બારડોલી બેઠક પર લોકસભા ચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરી વિજેતા થયા હતા. તેમણે ભાજપના રિતેશ ચૌધરીને 58, 930 મતોથી હરાવ્યા હતા. ડૉ. તુષાર ચૌધરીએ ગુજરાતના માજી મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. તેઓ કેન્દ્રમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ હાલ ઉત્તર ગુજરાતની ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટાયા છે. હાલના સાંસદ પ્રભુભાઈ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં તેમણે ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડી કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ. તુષાર ચૌધરીને માત આપી હતી. 1,24,895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બાદમાં વર્ષ 2019માં પણ તેમને જ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પણ 2,15,974 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા.

કુલ મતદારોની સ્થિતિ

5મી જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદારયાદી મુજબ બારડોલી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ કુલ સુરત અને તાપી જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર કુલ 20,30,830 મતદારો નોંધાયા છે. જે પૈકી 10,32,104 પુરુષ અને 9,98,705 સ્ત્રી મતદારો તેમજ 21 થર્ડ જેન્ડર્સ મતદારોનો સમાવેશ થાય છે.

જાણો કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી વિશે

સિદ્ધાર્થ ચૌધરીએ માજી સાંસદ અને ધારાસભ્ય અમર સિંહ ચૌધરીના પુત્ર છે. તેમણે બી.ઈ. મિકેનિક અને એમ.બી.એ.(માર્કેટિંગ) સુધી અભ્યાસ કર્યો છે. તેમણે રાજકારણની સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ ખેડાણ કરેલ છે. તેઓ 2018-2020 સુધી વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. 2010-2015 સુધી તાપી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત હાલમાં સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. સ્થાનિક લેવલ પર તેઓ શ્રી ખેડૂત સહકારી જીન વ્યારાના ડિરેક્ટર, ગુજરાત ખેત વિકાસ પરિષદના સભ્ય, વ્યારા એપીએમસીના ડિરેક્ટર સહિત તાપી જિલ્લાની સહકારી, રાજકીય અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમને મજબૂત આદિવાસી નેતા માનવામાં આવે છે. તેમના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરી પણ સહકારી અને રાજકીય ક્ષેત્ર સારી નામના ધરાવે છે. તેમના પિતાએ તત્કાલિન મુખ્યપ્રધાન અમરિસંહ ચૌધરીને અપક્ષ ચૂંટણી લડીને વ્યારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણીમાં માત આપી હતી.


બારડોલી લોકસભા સીટ ચૂંટણી પરિણામ 2019


જાણો ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા વિશે

પ્રભુ વસાવા મૂળ માંડવી તાલુકાનાં સઠવાવના રહેવાસી છે. તેમણે મીકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા નારણ વસાવા પણ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. પ્રભુ વસાવા છેલ્લી 2 ટર્મથી બારડોલી લોકસભા બેઠક પર સાંસદ છે. 2007માં સોનગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૂંટાયા હતા. નવા સીમાંકન બાદ સોનગઢ બેઠક નાબૂદ થઈને નવી માંડવી બેઠક અસ્તિત્વમાં આવતા 2012માં તેઓ માંડવી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ સમયગાળા દરમ્યાન તેઓ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત હતા. જો કે 2014ની લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેમાં તેમને લોટરી લાગી હોય તેમ ભાજપે બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા અને તેમણે આ ચૂંટણીમાં 1,24,895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બાદમાં વર્ષ 2019માં વધુ લીડ એટલે કે 2,15,974 મતોથી ફરી એક વખત તુષાર ચૌધરીને હરાવ્યા હતા.


બારડોલીમાં કઈ વિધાનસભા સમાવિષ્ટ

માંગરોળ - માંડવી - કામરેજ - બારડોલી - મહુવા - વ્યારા - નિઝર

બારડોલીનું જ્ઞાતિ સમીકરણ

આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે. હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મતદારોનો પ્રભાવ છે. અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક છે