Ahmedabad Rathyatra 2024: યજમાન પરિવારના ઘરે પધાર્યા ભગવાન જગન્નાથજી,ભકતો દર્શનાર્થે ઉમટયા

અમદાવાદમાં 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ યજમાન પરિવારના ઘરે પધાર્યા ભગવાન જગન્નાથજી ભગવાન જગન્નાથજીનું યજમાન પરિવારે કર્યું સામૈયું ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ શહેરભરમાં ઉત્સાહનો માહોલ છે,ત્યારે આજે યજમાન પરિવારના ઘરે ભગવાન જગન્નાથજી પધાર્યા છે.યજમાન સાથે ભગવાન જગન્નાથની નિકળી શોભાયાત્રા.વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની વસ્ત્રાલમાં શોભાયાત્રા મિકળી છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા છે. જગન્નાથના સુંદર વાઘા થઈ રહ્યા છે તૈયાર રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા છે તૈયાર.આસમાની કલર , વાઇટ રેડ, વેલવેટ , ગઝીસિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.બનારસ, વૃંદાવન, મથુરા બેંગ્લોર હૈદરાબાદના કાપડથી વાઘા કરાયા તૈયાર છે.તો ડાયમંડ,જરદોષી, મોતી વર્ક, ઝરી વર્કથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે.દોઢ મહિનાની મહેનત બાદ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.જોધપુરી જવેલરી ભગવાન જગનાથજી માટે કરાઈ તૈયાર.20 વર્ષથી ભગવાન જગન્નાથના અમદાવાદના સુનિલ ભાઈ બનાવે છે સુંદર વાઘા. 7 જુલાઈએ લેવાશે ભગવનાનનું મામેરું ભગવાનને મામેરૂ ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે. સાબરકાંઠાનો પરિવાર મામેરાને લાભ લેશે શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું ખુલ્યું હતું વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાની યજમાનની રાહ જોતાં હતા તે પુરુ થશે. મામેરાની યજમાની મળતાં જ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ સરસપુરમાં આવેલા મોસાળ એટલે કે શ્રીરણછોડરાયજીના મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને ભગવાન શ્રીજગન્નાથજી, બહેન શ્રીસુભદ્રાજી અને શ્રીબલભદ્રજીની નગરયાત્રા જમાલપુર જગદીશ મંદિરેથી પરંપરાગત ભક્તિભાવમય વાતાવરણમાં લોકોત્સવ સ્વરૂપે નીકળશે. તે પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસથી ભગવાન મોસાળમાં પંદર દિવસ સુધી રહેશે. તેની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શનનો લાભ સૌ ભક્તજનોને મળે તે માટે તા. 22મી જુન 2024એ શનિવારે વાજતે-ગાજતે બેન્ડવાજા, બગી-ગાડી સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. બીજા નંબરની અમદાવાદની રથયાત્રા ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.

Ahmedabad Rathyatra 2024: યજમાન પરિવારના ઘરે પધાર્યા ભગવાન જગન્નાથજી,ભકતો દર્શનાર્થે ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ
  • યજમાન પરિવારના ઘરે પધાર્યા ભગવાન જગન્નાથજી
  • ભગવાન જગન્નાથજીનું યજમાન પરિવારે કર્યું સામૈયું

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ શહેરભરમાં ઉત્સાહનો માહોલ છે,ત્યારે આજે યજમાન પરિવારના ઘરે ભગવાન જગન્નાથજી પધાર્યા છે.યજમાન સાથે ભગવાન જગન્નાથની નિકળી શોભાયાત્રા.વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની વસ્ત્રાલમાં શોભાયાત્રા મિકળી છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા છે.

જગન્નાથના સુંદર વાઘા થઈ રહ્યા છે તૈયાર

રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા છે તૈયાર.આસમાની કલર , વાઇટ રેડ, વેલવેટ , ગઝીસિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.બનારસ, વૃંદાવન, મથુરા બેંગ્લોર હૈદરાબાદના કાપડથી વાઘા કરાયા તૈયાર છે.તો ડાયમંડ,જરદોષી, મોતી વર્ક, ઝરી વર્કથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે.દોઢ મહિનાની મહેનત બાદ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.જોધપુરી જવેલરી ભગવાન જગનાથજી માટે કરાઈ તૈયાર.20 વર્ષથી ભગવાન જગન્નાથના અમદાવાદના સુનિલ ભાઈ બનાવે છે સુંદર વાઘા.


7 જુલાઈએ લેવાશે ભગવનાનનું મામેરું

ભગવાનને મામેરૂ ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે.

સાબરકાંઠાનો પરિવાર મામેરાને લાભ લેશે

શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું ખુલ્યું હતું વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાની યજમાનની રાહ જોતાં હતા તે પુરુ થશે. મામેરાની યજમાની મળતાં જ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.


શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ

સરસપુરમાં આવેલા મોસાળ એટલે કે શ્રીરણછોડરાયજીના મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને ભગવાન શ્રીજગન્નાથજી, બહેન શ્રીસુભદ્રાજી અને શ્રીબલભદ્રજીની નગરયાત્રા જમાલપુર જગદીશ મંદિરેથી પરંપરાગત ભક્તિભાવમય વાતાવરણમાં લોકોત્સવ સ્વરૂપે નીકળશે. તે પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસથી ભગવાન મોસાળમાં પંદર દિવસ સુધી રહેશે. તેની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શનનો લાભ સૌ ભક્તજનોને મળે તે માટે તા. 22મી જુન 2024એ શનિવારે વાજતે-ગાજતે બેન્ડવાજા, બગી-ગાડી સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બીજા નંબરની અમદાવાદની રથયાત્રા

ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.