Rajkotના જેતપુરમાં રખડતા શ્વાને વૃદ્ધાને પગના ભાગે ભર્યા બચકા

અચાનક શ્વાન દોડી આવ્યું અને ભર્યા બચકા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જેતપુરના આશપુરા ચોક પાસેનો બન્યો બનવા રાજકોટના જેતપુર આશાપુરા ચોક પાસે વૃદ્ધાને શ્વાને બચકા ભર્યાની ઘટના સામે આવી છે,વૃદ્ધા દુધિબેન બગડા પુત્રને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન વૃદ્ધાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.વૃદ્ધાને બચકા ભરતાં વૃદ્ધાએ રાડારાડ કરતા સ્થાનિકોએ વૃદ્ધાને શ્વાનની ચૂંગાલ માંથી છોડાવી જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. 17 માર્ચ 2024ના રોજ નડિયાદમાં શ્વાને ફેલાયો હતો આતંક નડિયાદમાં શ્વાન કરડવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર એવા વાણીયાવાડ, બીએપીએસ મંદિર, પીપલગ રોડ, વૈશાલી ગરનાળા સહિતના પશ્ચિમ વિસ્તારમાં આવા રખડતા શ્વાન નગરજનોને અને ખાસ વાહનચાલકોને કરડી રહ્યા હતા. કામગીરી કરાતી હોવાના નગરપાલિકાના દાવા બાદ પણ લોકોને રખડતા શ્વાનની સમસ્યામાંથી છુટકારો મળતો દેખાતો નથી.તો એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનને લઈ 70થી વધુ કેસ નોંધાયા હતા. 8 એપ્રિલ 2024ના રોજ રખડતા શ્વાનથી બાળકીનું મોત દ્વારકાના રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનોએ 11 વર્ષની બાળકી પર હુમલો કરીને તેને ફાડી ખાધી હતી. જેમા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે લઇ જવામાં આવતા પહેલા જ બાળકીનું મોત નિપજ્યુ હતુ. આ પરિવાર દાહોદ-ગોધરાથી ખેત મજૂરી માટે આવ્યો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં આફતનો પહાડ તૂટી પડયો હતો. 13 જૂને દાહોદમાં રખડતા શ્વાને હુમલો કર્યો દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો છે,માતવા ગામે હડકાયા શ્વાને 2 લોકોને બચકા ભર્યા છે તો 7 થી 8 લોકો પર હુમલો કર્યો હતો.હડકાયા શ્વાનને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છે.તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અમદાવાદમાં પાલતું શ્વાન માટે પોલીસી બની અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે. ગરમીના કારણે શ્વાન કરે છે હુમલો ? તડકાને કારણે શ્વાન પરેશાન થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં શ્વાનને એમ લાગે છે કે મનુષ્ય તેને મારી નાખવા માંગે છે. જેથી જ્યારે શ્વાન તમારી તરફ આવતો હોય તો તેને જોઈને ભાગવું જોઈએ નહીં. તેના બદલે શાંત રહેવું જોઈએ અને ધીમે ધીમે પોતાના રસ્તે આગળ વધવું જોઈએ. આમ કરવાથી શ્વાન તમારા પર હુમલો કરશે નહીં.

Rajkotના જેતપુરમાં રખડતા શ્વાને વૃદ્ધાને પગના ભાગે ભર્યા બચકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અચાનક શ્વાન દોડી આવ્યું અને ભર્યા બચકા
  • ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • જેતપુરના આશપુરા ચોક પાસેનો બન્યો બનવા

રાજકોટના જેતપુર આશાપુરા ચોક પાસે વૃદ્ધાને શ્વાને બચકા ભર્યાની ઘટના સામે આવી છે,વૃદ્ધા દુધિબેન બગડા પુત્રને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન વૃદ્ધાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.વૃદ્ધાને બચકા ભરતાં વૃદ્ધાએ રાડારાડ કરતા સ્થાનિકોએ વૃદ્ધાને શ્વાનની ચૂંગાલ માંથી છોડાવી જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

17 માર્ચ 2024ના રોજ નડિયાદમાં શ્વાને ફેલાયો હતો આતંક

નડિયાદમાં શ્વાન કરડવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર એવા વાણીયાવાડ, બીએપીએસ મંદિર, પીપલગ રોડ, વૈશાલી ગરનાળા સહિતના પશ્ચિમ વિસ્તારમાં આવા રખડતા શ્વાન નગરજનોને અને ખાસ વાહનચાલકોને કરડી રહ્યા હતા. કામગીરી કરાતી હોવાના નગરપાલિકાના દાવા બાદ પણ લોકોને રખડતા શ્વાનની સમસ્યામાંથી છુટકારો મળતો દેખાતો નથી.તો એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનને લઈ 70થી વધુ કેસ નોંધાયા હતા.


8 એપ્રિલ 2024ના રોજ રખડતા શ્વાનથી બાળકીનું મોત

દ્વારકાના રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનોએ 11 વર્ષની બાળકી પર હુમલો કરીને તેને ફાડી ખાધી હતી. જેમા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે લઇ જવામાં આવતા પહેલા જ બાળકીનું મોત નિપજ્યુ હતુ. આ પરિવાર દાહોદ-ગોધરાથી ખેત મજૂરી માટે આવ્યો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં આફતનો પહાડ તૂટી પડયો હતો.

13 જૂને દાહોદમાં રખડતા શ્વાને હુમલો કર્યો

દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો છે,માતવા ગામે હડકાયા શ્વાને 2 લોકોને બચકા ભર્યા છે તો 7 થી 8 લોકો પર હુમલો કર્યો હતો.હડકાયા શ્વાનને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છે.તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

અમદાવાદમાં પાલતું શ્વાન માટે પોલીસી બની

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.

ગરમીના કારણે શ્વાન કરે છે હુમલો ?

તડકાને કારણે શ્વાન પરેશાન થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં શ્વાનને એમ લાગે છે કે મનુષ્ય તેને મારી નાખવા માંગે છે. જેથી જ્યારે શ્વાન તમારી તરફ આવતો હોય તો તેને જોઈને ભાગવું જોઈએ નહીં. તેના બદલે શાંત રહેવું જોઈએ અને ધીમે ધીમે પોતાના રસ્તે આગળ વધવું જોઈએ. આમ કરવાથી શ્વાન તમારા પર હુમલો કરશે નહીં.