Railway Latest News: ગાંધીનગર ઈન્દોર શાંતિ એક્સપ્રેસને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો

સાબરમતી નદી પર પુલ બનતો હોવાથી શાંતિ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે19309 ગાંધીનગર-ઈન્દૌર શાંતિ એક્સપ્રેસ સોમવાથી અમદાવાદથી ઉપડશેમુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છેગાંધીનગર કેપિટલ - ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન સોમવારથી ગાંધીનગરને બદલે અમદાવાદથી ઉપડશે. અમદાવાદ અને સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કામને કારણે અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલ્વે લાઇન હંગામી ધોરણે બંધ રહેશે. આ કારણોસર સોમવારથી આગળની સૂચના ન મળે ત્યાં સુધી ટ્રેન નં. 19309 ગાંધીનગર કેપિટલ - ઈન્દૌર શાંતિ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે.શાંતિ એક્સપ્રેસ અમદાવાદ - ગાંધીનગર વચ્ચે આંશિક રીતે રદગાંધીનગર કેપિટલ - અમદાવાદ વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. તે જ રીતે 14 એપ્રિલના રોજ રવિવારે ઈન્દોર - ગાંધીનગર કેપિટલ - શાંતિ એક્સપ્રેસ ઈન્દોરથી રવાના થઈ હતી, જે ટ્રેન નંબર 19310, અમદાવાદ સ્ટેશન પર આગળની સૂચના મળશે ત્યાં સુધી ઉભી રહેશે. આ ટ્રેન અમદાવાદ - ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ગરમીમાં મુસાફરો માટે પીવાના પાણીની વ્યવસ્તા કરાઈઉનાળામાં પડી રહેલી ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે અમદાવાદના સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા અને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાં સૂચનાઓ જારી કરી છે. જેન પગલે અમદાવાદ ડિવિઝનના તમામ રેલ્વે સ્ટેશનો પર રેલ્વે મુસાફરોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉનાળાની ઋતુમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનું વધારાનું દબાણ રહેઅમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પવન કુમાર સિંઘના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. ઉનાળાની ઋતુમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનું વધારાનું દબાણ રહે છે. આવી સ્થિતિમાં મુસાફરોને વધુમાં વધુ સુવિધાઓ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ ડિવિઝનના તમામ પાણીના નળનું સમારકામ કરાયુંઅમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર લગાવવામાં આવેલા તમામ પાણીના નળનું સમારકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનો પર ઉપલબ્ધ વોટર કૂલરને પીવાના ઠંડા પાણી માટે સેવા આપવામાં આવી છે. આરોગ્ય નિરીક્ષકોને સ્ટેશનો પર ઉપલબ્ધ પાણીની શુદ્ધતા તપાસવા સૂચના આપવામાં આવી છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્વૈચ્છિક તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ અપીલ કરાઈ છે. આ સાથે ખાસ કરીને સામાન્ય વર્ગના કોચ પાસે પાણી વિતરણ કરવા માટે સ્કાઉટ ગાઈડ વગેરેનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે.

Railway Latest News: ગાંધીનગર ઈન્દોર શાંતિ એક્સપ્રેસને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરમતી નદી પર પુલ બનતો હોવાથી શાંતિ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે
  • 19309 ગાંધીનગર-ઈન્દૌર શાંતિ એક્સપ્રેસ સોમવાથી અમદાવાદથી ઉપડશે
  • મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે

ગાંધીનગર કેપિટલ - ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન સોમવારથી ગાંધીનગરને બદલે અમદાવાદથી ઉપડશે. અમદાવાદ અને સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કામને કારણે અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલ્વે લાઇન હંગામી ધોરણે બંધ રહેશે. આ કારણોસર સોમવારથી આગળની સૂચના ન મળે ત્યાં સુધી ટ્રેન નં. 19309 ગાંધીનગર કેપિટલ - ઈન્દૌર શાંતિ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે.

શાંતિ એક્સપ્રેસ અમદાવાદ - ગાંધીનગર વચ્ચે આંશિક રીતે રદ

ગાંધીનગર કેપિટલ - અમદાવાદ વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. તે જ રીતે 14 એપ્રિલના રોજ રવિવારે ઈન્દોર - ગાંધીનગર કેપિટલ - શાંતિ એક્સપ્રેસ ઈન્દોરથી રવાના થઈ હતી, જે ટ્રેન નંબર 19310, અમદાવાદ સ્ટેશન પર આગળની સૂચના મળશે ત્યાં સુધી ઉભી રહેશે. આ ટ્રેન અમદાવાદ - ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ગરમીમાં મુસાફરો માટે પીવાના પાણીની વ્યવસ્તા કરાઈ

ઉનાળામાં પડી રહેલી ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે અમદાવાદના સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા અને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાં સૂચનાઓ જારી કરી છે. જેન પગલે અમદાવાદ ડિવિઝનના તમામ રેલ્વે સ્ટેશનો પર રેલ્વે મુસાફરોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉનાળાની ઋતુમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનું વધારાનું દબાણ રહે

અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પવન કુમાર સિંઘના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. ઉનાળાની ઋતુમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનું વધારાનું દબાણ રહે છે. આવી સ્થિતિમાં મુસાફરોને વધુમાં વધુ સુવિધાઓ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ ડિવિઝનના તમામ પાણીના નળનું સમારકામ કરાયું

અમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર લગાવવામાં આવેલા તમામ પાણીના નળનું સમારકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનો પર ઉપલબ્ધ વોટર કૂલરને પીવાના ઠંડા પાણી માટે સેવા આપવામાં આવી છે. આરોગ્ય નિરીક્ષકોને સ્ટેશનો પર ઉપલબ્ધ પાણીની શુદ્ધતા તપાસવા સૂચના આપવામાં આવી છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્વૈચ્છિક તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ અપીલ કરાઈ છે. આ સાથે ખાસ કરીને સામાન્ય વર્ગના કોચ પાસે પાણી વિતરણ કરવા માટે સ્કાઉટ ગાઈડ વગેરેનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે.