Saurashtraમાં ભારે વરસાદથી અનેક ગામમાં અંધારપટ છવાયો

હાલાર પંથકના 47 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો જૂનાગઢના 13, પોરબંદરના 11 ગામમાં અંધારપટ સૌરાષ્ટ્રમાં 201 થાંભલા તૂટ્યા, 3 ટ્રાન્સફોર્મરને નુકસાન સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદથી અનેક ગામમાં અંધારપટ છવાયો છે. જેમાં હાલાર પંથકના 47 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમાં જૂનાગઢના 13, પોરબંદરના 11 ગામમાં અંધારપટ છે. ભારે વરસાદથી રાજકોટના 2 ગામમાં અંધારપટ છવાયો છે. તેમજ સૌરાષ્ટ્રમાં 201 થાંભલા તૂટ્યા છે તથા 3 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. જ્યોતિગ્રામ યોજનાના 20 ફીડર બંધ પડ્યા જ્યોતિગ્રામ યોજનાના 20 ફીડર બંધ પડ્યા છે. તેમજ ખેતીવાડીના 531 ફીડર બંધ પડ્યા છે. વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા PGVCLની ટીમો કામે લાગી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદને પગલે સંખ્યાબંધ ગામોમાં અંધારા છવાયા છે. સાર્વત્રિક વરસાદથી PGVCLને અંદાજિત બે કરોડનું નુકસાન થયુ છે. હાલાર પંથકના 47 તથા જૂનાગઢના 13, પોરબંદરના 11 અને રાજકોટના બે ગામમાં અંધારા છવાયા છે. વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં 201 થાંભલા તૂટી પડ્યા છે. તેમજ 13 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો રાજ્યમાં 214 તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તકના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. તો બીજી તરફ વરસાદના કારણે ગઇકાલે પણ 38 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો છે.

Saurashtraમાં ભારે વરસાદથી અનેક ગામમાં અંધારપટ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાલાર પંથકના 47 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો
  • જૂનાગઢના 13, પોરબંદરના 11 ગામમાં અંધારપટ
  • સૌરાષ્ટ્રમાં 201 થાંભલા તૂટ્યા, 3 ટ્રાન્સફોર્મરને નુકસાન

સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદથી અનેક ગામમાં અંધારપટ છવાયો છે. જેમાં હાલાર પંથકના 47 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમાં જૂનાગઢના 13, પોરબંદરના 11 ગામમાં અંધારપટ છે. ભારે વરસાદથી રાજકોટના 2 ગામમાં અંધારપટ છવાયો છે. તેમજ સૌરાષ્ટ્રમાં 201 થાંભલા તૂટ્યા છે તથા 3 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે.

જ્યોતિગ્રામ યોજનાના 20 ફીડર બંધ પડ્યા

જ્યોતિગ્રામ યોજનાના 20 ફીડર બંધ પડ્યા છે. તેમજ ખેતીવાડીના 531 ફીડર બંધ પડ્યા છે. વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા PGVCLની ટીમો કામે લાગી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદને પગલે સંખ્યાબંધ ગામોમાં અંધારા છવાયા છે. સાર્વત્રિક વરસાદથી PGVCLને અંદાજિત બે કરોડનું નુકસાન થયુ છે. હાલાર પંથકના 47 તથા જૂનાગઢના 13, પોરબંદરના 11 અને રાજકોટના બે ગામમાં અંધારા છવાયા છે. વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં 201 થાંભલા તૂટી પડ્યા છે. તેમજ 13 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે.

ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો

રાજ્યમાં 214 તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તકના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. તો બીજી તરફ વરસાદના કારણે ગઇકાલે પણ 38 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો છે.