Surat News : સ્મીમેર હોસ્પિટલમાં શોભાના ગાંઠિયા બન્યા પંખા,દર્દીઓ ટેબલફેનના સહારે

સ્મીમેર હોસ્પિટલમાં જૂના પંખાઓની દયનીય હાલત મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યા અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ દર્દીઓ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોળી બની છે,પંખા છે પણ ખાલી દેખાવા પૂરતા,દર્દીઓ અને પરિવારના સભ્યો ટેબલ ફેનના સહારે હાલ પવન મેળવી રહ્યાં છે,મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વીડિયો વાયરલ થયો છે જેમાં દેખાઈ રહ્યું છે કે દર્દીઓ ટેબલ ફેનના સહારે છે,પંખાઓ વધુ હાઈટ પર હોવાથી પવન ફેંકી નથી રહ્યાં. સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે રાહત વ્યવસ્થા સુરત શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત ગરમીને લઈને સુરતમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવી ગરમીમાં કેદીઓને પણ રાહત મળી રહે તે માટે લાજપોર જેલ પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જેલની અંદર બંદીવાનોને હીટવેવમાં શું તકેદારી રાખવી તે બાબતે રેડિયોના માધ્યમથી સૂચનાઓ આપવામાં આવે છે. તથા બેરેકમાં લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે. ઈમરજન્સી કોલમાં વધારો થયો સુરતની સિવિલ અને સ્મીમેરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરી મેડિકલ-પેરામેડીકલ સ્ટાફને સારવાર, આગોતરી તૈયારીઓ અંગે માહિતગાર કરાયા હતા. સિવિલમાં 10 બેડનો એક અલાયદો વોર્ડ બનાવાયો છે. જ્યારે સ્મીમેરમાં 4 બેડની વ્યવસ્થા કરાઈ છે.હિટવેવની અસરના કારણે હિટસ્ટ્રોકના સિવિલ હોસ્પિટલમાં અને સ્મીમેર હોસ્પિટલમાંદર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. છેલ્લા 20 દિવસમાં 108ને હિટ રીલેટેડ ઈમરજન્સીના કુલ 300થી વધુ કોલ મળ્યા હતા. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 50 કોલ મળ્યા હતા. છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાન ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તાપમાન 45.5 ડિગ્રી,ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી,ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી,વડોદરા અને સુરેન્દ્રનગર 44 ડિગ્રી,અમરેલી 43.8 ડિગ્રી, રાજકોટ 42.7 ડિગ્રી,ગાંધીનગર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં હીટસ્ટ્રોકથી બેના મોત રાજયમાં હીટવેવને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત થયાં છે.108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ હીટસ્ટ્રોકના કેસ લાવવામાં આવ્યા હતા. તેમાંથી 41 કેસો હીટસ્ટ્રોક હોવાનું સામે આવ્યું હતું. એમાંથી બે લોકોનાં મોત થયા છે. આ મોતની રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. હીટસ્ટ્રોકથી મૃત્યુ પામેલા બે પુરુષમાંથી એકની ઉંમર 35 વર્ષ અને બીજાની ઉંમર 55 વર્ષ છે.

Surat News : સ્મીમેર હોસ્પિટલમાં શોભાના ગાંઠિયા બન્યા પંખા,દર્દીઓ ટેબલફેનના સહારે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્મીમેર હોસ્પિટલમાં જૂના પંખાઓની દયનીય હાલત
  • મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યા
  • અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ દર્દીઓ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોળી બની છે,પંખા છે પણ ખાલી દેખાવા પૂરતા,દર્દીઓ અને પરિવારના સભ્યો ટેબલ ફેનના સહારે હાલ પવન મેળવી રહ્યાં છે,મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વીડિયો વાયરલ થયો છે જેમાં દેખાઈ રહ્યું છે કે દર્દીઓ ટેબલ ફેનના સહારે છે,પંખાઓ વધુ હાઈટ પર હોવાથી પવન ફેંકી નથી રહ્યાં.

સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે રાહત વ્યવસ્થા

સુરત શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત ગરમીને લઈને સુરતમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવી ગરમીમાં કેદીઓને પણ રાહત મળી રહે તે માટે લાજપોર જેલ પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જેલની અંદર બંદીવાનોને હીટવેવમાં શું તકેદારી રાખવી તે બાબતે રેડિયોના માધ્યમથી સૂચનાઓ આપવામાં આવે છે. તથા બેરેકમાં લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે.


ઈમરજન્સી કોલમાં વધારો થયો

સુરતની સિવિલ અને સ્મીમેરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરી મેડિકલ-પેરામેડીકલ સ્ટાફને સારવાર, આગોતરી તૈયારીઓ અંગે માહિતગાર કરાયા હતા. સિવિલમાં 10 બેડનો એક અલાયદો વોર્ડ બનાવાયો છે. જ્યારે સ્મીમેરમાં 4 બેડની વ્યવસ્થા કરાઈ છે.હિટવેવની અસરના કારણે હિટસ્ટ્રોકના સિવિલ હોસ્પિટલમાં અને સ્મીમેર હોસ્પિટલમાંદર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. છેલ્લા 20 દિવસમાં 108ને હિટ રીલેટેડ ઈમરજન્સીના કુલ 300થી વધુ કોલ મળ્યા હતા. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 50 કોલ મળ્યા હતા.

છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાન

ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તાપમાન 45.5 ડિગ્રી,ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી,ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી,વડોદરા અને સુરેન્દ્રનગર 44 ડિગ્રી,અમરેલી 43.8 ડિગ્રી, રાજકોટ 42.7 ડિગ્રી,ગાંધીનગર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં હીટસ્ટ્રોકથી બેના મોત

રાજયમાં હીટવેવને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત થયાં છે.108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ હીટસ્ટ્રોકના કેસ લાવવામાં આવ્યા હતા. તેમાંથી 41 કેસો હીટસ્ટ્રોક હોવાનું સામે આવ્યું હતું. એમાંથી બે લોકોનાં મોત થયા છે. આ મોતની રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. હીટસ્ટ્રોકથી મૃત્યુ પામેલા બે પુરુષમાંથી એકની ઉંમર 35 વર્ષ અને બીજાની ઉંમર 55 વર્ષ છે.