Bhavnagar News : ભાવનગરમાં રખડતા ઢોરે 5 લોકોને અડફેટે લીધા

ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારનો બનાવ ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ યોગ્ય કામગીરીનો અભાવ રસ્તે જતા 4 થી 5 રાહદારીઓને લીધા અડફેટે ગુજરાતના રસ્તાઓ પર હજી રખડતા ઢોરના ત્રાસ ઓછો નથી થઈ રહ્યો,ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં રખડતા ઢોરે ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લેતા સારવાર હેઠળ ખસેડાયા છે,ત્યારે એક વૃદ્ધને વધુ ઈજા થતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.શહેરમાં અવાર-નવાર રખડતા ઢોરનો ત્રાસ રહે છે,તેમ છત્તા મનપાની આંખ ઉઘડતી નથી.મનપાની નિષ્ક્રિયતા ને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 19 એપ્રિલ 2024ના રોજ લુણાવાડામાં ઢોરે બાળકીને કરી ઈજાગ્રસ્ત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે. એક અઠવાડીયા પહેલા જામનગરમાં ઢોરે કર્યો હતો હુમલો જામનગર - રાજકોટ ધોરી રોખપાટ ગામના પાટીયા નજીક રાત્રે જાહેરમાં રસ્તે રઝળતા એક ખુંટીયાએ માનવ જિંદગીનો ભોગ લીધો છે. રસ્તામાં બાઈક ચાલકને આડે ખૂટિયો ઉતરતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પામનાર બાઈક ચાલક નું મૃત્યુ થયું હતું.જામનગરના શેખપાટ ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. પાટણમાં બે અઠવાડીયા પહેલા ઢોરે કર્યો હતો હુમલો પાટણમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. અવારનવાર રખડતાં ઢોરો રાહદારીઓ, વાહનચાલકોને હડફેટે લેતા હોવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે વધુ બે નાગરિકો રખડતાં ઢોરનો શિકાર બની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બન્નેને સારવાર માટે શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના બળિયાપાડાના રહેવાસી હતા આ બન્ને રાહદારીઓ. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પશુને લઈ કાઢી હતી ઝાટકણી પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જેથી હવે આજથી રસ્તા પર લાયસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો જપ્ત કરાશે. આ સાથે જો કોઇ પણ પશુ માલિક પાસે લાયસન્સ નહી હોય તો ઢોર શહેર બહાર ખસેડાશે. મહત્વનું છે કે, હાઇકોર્ટની ઝાટકણી બાદ હવએ આજથી AMC ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે.

Bhavnagar News : ભાવનગરમાં રખડતા ઢોરે 5 લોકોને અડફેટે લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારનો બનાવ
  • ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ યોગ્ય કામગીરીનો અભાવ
  • રસ્તે જતા 4 થી 5 રાહદારીઓને લીધા અડફેટે

ગુજરાતના રસ્તાઓ પર હજી રખડતા ઢોરના ત્રાસ ઓછો નથી થઈ રહ્યો,ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં રખડતા ઢોરે ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લેતા સારવાર હેઠળ ખસેડાયા છે,ત્યારે એક વૃદ્ધને વધુ ઈજા થતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.શહેરમાં અવાર-નવાર રખડતા ઢોરનો ત્રાસ રહે છે,તેમ છત્તા મનપાની આંખ ઉઘડતી નથી.મનપાની નિષ્ક્રિયતા ને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

19 એપ્રિલ 2024ના રોજ લુણાવાડામાં ઢોરે બાળકીને કરી ઈજાગ્રસ્ત

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.


એક અઠવાડીયા પહેલા જામનગરમાં ઢોરે કર્યો હતો હુમલો

જામનગર - રાજકોટ ધોરી રોખપાટ ગામના પાટીયા નજીક રાત્રે જાહેરમાં રસ્તે રઝળતા એક ખુંટીયાએ માનવ જિંદગીનો ભોગ લીધો છે. રસ્તામાં બાઈક ચાલકને આડે ખૂટિયો ઉતરતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પામનાર બાઈક ચાલક નું મૃત્યુ થયું હતું.જામનગરના શેખપાટ ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી.


પાટણમાં બે અઠવાડીયા પહેલા ઢોરે કર્યો હતો હુમલો

પાટણમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. અવારનવાર રખડતાં ઢોરો રાહદારીઓ, વાહનચાલકોને હડફેટે લેતા હોવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે વધુ બે નાગરિકો રખડતાં ઢોરનો શિકાર બની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બન્નેને સારવાર માટે શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના બળિયાપાડાના રહેવાસી હતા આ બન્ને રાહદારીઓ.

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પશુને લઈ કાઢી હતી ઝાટકણી

પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જેથી હવે આજથી રસ્તા પર લાયસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો જપ્ત કરાશે. આ સાથે જો કોઇ પણ પશુ માલિક પાસે લાયસન્સ નહી હોય તો ઢોર શહેર બહાર ખસેડાશે. મહત્વનું છે કે, હાઇકોર્ટની ઝાટકણી બાદ હવએ આજથી AMC ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે.