તમામ નેતા એકસાથે, અમરેલી ભાજપમાં કોઈ જ વિવાદ નથી: હકુભાનું નિવેદન

મારામારીની ઘટના ટીકીટ માટે ન હતી:હકુભા ઝઘડો અંગત બાબતના કારણે થયો હતો:હકુભા ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી:હકુભા અમરેલી લોકસભા બેઠક વિવાદને લઈ ડેમેજ કંટ્રોલ શરૂ થયો છે. શનિવારે અમરેલીની મુલાકાતે આવેલા ભુપેન્દ્રસિંહ સમક્ષ કેટલાક કાર્યકર્તાઓએ ઉમેદવારને બદલવાની માગ પણ કરી હતી અને શનિવારે રાત્રે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જે બાદ આજે અમરેલીના પ્રભારી હકુભા જાડેજા અમરેલી પહોંચ્યા હતા અને અમરેલી ભાજપના નેતાઓ સાથે બેઠકો કરી હતી. આ પછી અમરેલી ભાજપના તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા અને પાર્ટીમાં અસંતોષની વાત નકારી કાઢી હતી. શનિવારે મારામારીની જે ઘટના બની હતી તે કાર્યકર્તાઓની અંગત બાબતના કારણે બની હોવાનો દાવો કરાયો હતો. જેના સાથે જ તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે. તમામ નેતાઓ એકમંચ પર હાજરઆજે અમરેલીના પ્રભારી હકુભા જાડેજા રવિવારે સાંજે અમરેલી પહોંચ્યા હતા.જ્યાં સૌ પ્રથમ સાંસદ નારણ કાછડીયાના નિવાસસ્થાન પર બેઠક યોજવામાં આવી હતી. નારણ કાછડીયા સાથે બેઠક યોજ્યા બાદ સહકારી આગેવાન દિલીપ સંઘાણી સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં હકુભા જાડેજા,ધારાસભ્ય કૌશીક વેકરીયા,ધારાસભ્ય મહેશ કસવાળા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકો બાદ હકુભા જાડેજાએ કહ્યું હતું કે, શનિવારે જે મારામારીની ઘટના બની હતી તેની પાછળ કાર્યકર્તાઓનું અંગત કારણ જવાબદાર હતું. પાર્ટીની કોઈ બાબતને લઈ મારામારી થઈ નથી.મારામારી મામલે પક્ષને કોઈ લેવાદેવા નથી નોંધનીય છેકે, અમરેલી લોકસભા બેઠક પર ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપતા કેટલાક કાર્યકર્તાઓ તેના નામનો વિરોધ કરી રહ્યા છે. ભરત સુતરિયાના વિરોધમાં કેટલાક ગામોમાં બેનર પણ લગાડવામાં આવ્યા હતા. જેના પગલે શનિવારે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી પહોંચ્યા હતા. જેની સમક્ષ કેટલાક કાર્યકર્તાઓએ ઉમેદવારને બદલવાની માગ કરી હતી. જે પછી ભાજપના કાર્યકર્તાઓ પર ભાજપના જ કાર્યકર્તાઓએ હુમલો કરતા ચકચાર મચી હતી. નારણ કાછડીયા પણ રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. જો કે, મારમારીની આ ઘટના પાર્ટીની કોઈ બાબતના કારણે નહીં પણ કાર્યકર્તાઓની અંગત બાબતના કારણે બની હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

તમામ નેતા એકસાથે, અમરેલી ભાજપમાં કોઈ જ વિવાદ નથી: હકુભાનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મારામારીની ઘટના ટીકીટ માટે ન હતી:હકુભા
  • ઝઘડો અંગત બાબતના કારણે થયો હતો:હકુભા
  • ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી:હકુભા

અમરેલી લોકસભા બેઠક વિવાદને લઈ ડેમેજ કંટ્રોલ શરૂ થયો છે. શનિવારે અમરેલીની મુલાકાતે આવેલા ભુપેન્દ્રસિંહ સમક્ષ કેટલાક કાર્યકર્તાઓએ ઉમેદવારને બદલવાની માગ પણ કરી હતી અને શનિવારે રાત્રે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જે બાદ આજે અમરેલીના પ્રભારી હકુભા જાડેજા અમરેલી પહોંચ્યા હતા અને અમરેલી ભાજપના નેતાઓ સાથે બેઠકો કરી હતી.

આ પછી અમરેલી ભાજપના તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા અને પાર્ટીમાં અસંતોષની વાત નકારી કાઢી હતી. શનિવારે મારામારીની જે ઘટના બની હતી તે કાર્યકર્તાઓની અંગત બાબતના કારણે બની હોવાનો દાવો કરાયો હતો. જેના સાથે જ તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે.


તમામ નેતાઓ એકમંચ પર હાજર

આજે અમરેલીના પ્રભારી હકુભા જાડેજા રવિવારે સાંજે અમરેલી પહોંચ્યા હતા.જ્યાં સૌ પ્રથમ સાંસદ નારણ કાછડીયાના નિવાસસ્થાન પર બેઠક યોજવામાં આવી હતી. નારણ કાછડીયા સાથે બેઠક યોજ્યા બાદ સહકારી આગેવાન દિલીપ સંઘાણી સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં હકુભા જાડેજા,ધારાસભ્ય કૌશીક વેકરીયા,ધારાસભ્ય મહેશ કસવાળા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકો બાદ હકુભા જાડેજાએ કહ્યું હતું કે, શનિવારે જે મારામારીની ઘટના બની હતી તેની પાછળ કાર્યકર્તાઓનું અંગત કારણ જવાબદાર હતું. પાર્ટીની કોઈ બાબતને લઈ મારામારી થઈ નથી.

મારામારી મામલે પક્ષને કોઈ લેવાદેવા નથી

નોંધનીય છેકે, અમરેલી લોકસભા બેઠક પર ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપતા કેટલાક કાર્યકર્તાઓ તેના નામનો વિરોધ કરી રહ્યા છે. ભરત સુતરિયાના વિરોધમાં કેટલાક ગામોમાં બેનર પણ લગાડવામાં આવ્યા હતા. જેના પગલે શનિવારે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી પહોંચ્યા હતા. જેની સમક્ષ કેટલાક કાર્યકર્તાઓએ ઉમેદવારને બદલવાની માગ કરી હતી.

જે પછી ભાજપના કાર્યકર્તાઓ પર ભાજપના જ કાર્યકર્તાઓએ હુમલો કરતા ચકચાર મચી હતી. નારણ કાછડીયા પણ રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. જો કે, મારમારીની આ ઘટના પાર્ટીની કોઈ બાબતના કારણે નહીં પણ કાર્યકર્તાઓની અંગત બાબતના કારણે બની હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.