Rajkot Rain: રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

કાલાવડ અને જામનગર રોડ વિસ્તારમાં વરસાદહોસ્પિટલ ચોક, રેસ કોર્સ વિસ્તારમાં વરસાદ જંકશન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ ગઇકાલે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જેના ભાગરૂપે ગઇકાલે અમદાવાદ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો ત્યારે આજે રાજકોટના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. મળતી માહિતી મુજબ, હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં પણ આજે વરસાદની પધરામણી થઈ છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના કાલાવડ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, રેસ કોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે. મહત્વનું છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં સતત છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. ત્યારે આજે પણ રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જમાયું છે. શહેરના જામનગર રોડ, જંકશન પ્લોટ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો.

Rajkot Rain: રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાલાવડ અને જામનગર રોડ વિસ્તારમાં વરસાદ
  • હોસ્પિટલ ચોક, રેસ કોર્સ વિસ્તારમાં વરસાદ
  • જંકશન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ

ગઇકાલે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જેના ભાગરૂપે ગઇકાલે અમદાવાદ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો ત્યારે આજે રાજકોટના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે.

મળતી માહિતી મુજબ, હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં પણ આજે વરસાદની પધરામણી થઈ છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના કાલાવડ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, રેસ કોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે.

મહત્વનું છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં સતત છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. ત્યારે આજે પણ રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જમાયું છે. શહેરના જામનગર રોડ, જંકશન પ્લોટ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો.