Ahmedabad Police દ્રારા માં સુભદ્રા સ્વાસ્થય રથનો કરાયો શુભારંભ,મહીલાઓને મળશે લાભ

અમદાવાદ શહેર પોલીસની અનોખ પહેલ બહેનોને નિ:શુલ્ક કેન્સર નિદાન કરાવવાનો ઝોન-3 પોલીસ સ્ટેશનનો સંકલ્પ આ પ્રસંગ અમદાવાદ પોલીસ કમિશનર તેમજ જમાલપુર જગ્નનાથ મંદિરના મહંત રહ્યા હાજર અમદાવાદ પોલીસ લોકોની સુરક્ષા અને સલામતી તો કરે જ છે સાથે સાથે લોકોને મદદરૂપ પણ થાય છે,આવા કિસ્સાઓ આપણે મિડીયા તેમજ સોશિયલ મિડીયામાં જોઈએ છે,આવુ જ એક ભગીરથ કામ અમદાવાદ ઝોન-3 હેઠળ આવતા પોલીસ સ્ટેશનો દ્રારા શરૂ કરાયુ છે.જેમાં આગામી રથયાત્રા સુધીમાં 500થી વધુ બહેનોને નિ:શુલ્ક કેન્સર નિદાન કરાશે શહેર કોટડા ખાતેથી કરાઈ શરૂઆત અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના અનુસંધાને મહિલાઓ માટે માં સુભદ્રા સ્વાસ્થ્ય રથ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેમોગ્રાફી તથા પેપ ટેસ્ટ કેમ્પની શરૂઆત શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી. મહાનુભાવો રહ્યાં હાજર આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલીક, મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, દીનેશભાઈ મકવાણા, ધારાસભ્ય દીનેશભાઈ કુશવાહા, કંચનબેન રાદડીયા, કૌશીકભાઈ જૈન તથા શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે જગન્નાથ મંદિરના મહંત દીલીપદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિત રહ્યાં હતાં. બહેનો આ કેમ્પનો લાભ અવશ્ય લો માં સુભદ્રા સ્વાસ્થ્ય રથ કાર્યક્રમ અનુંસંધાને ઝોન-૩ના પોલીસ સ્ટેશનો દ્વારા આગામી રથયાત્રા સુધીમાં 500થી વધારે બહેનો માટે નિ:શુલ્ક કેન્સર નિદાન કરાવવા સંકલ્પ લેવામાં આવ્યા છે. જેની આજથી શરૂઆત કરવામાં આવી છે.

Ahmedabad Police દ્રારા માં સુભદ્રા સ્વાસ્થય રથનો કરાયો શુભારંભ,મહીલાઓને મળશે લાભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ શહેર પોલીસની અનોખ પહેલ
  • બહેનોને નિ:શુલ્ક કેન્સર નિદાન કરાવવાનો ઝોન-3 પોલીસ સ્ટેશનનો સંકલ્પ
  • આ પ્રસંગ અમદાવાદ પોલીસ કમિશનર તેમજ જમાલપુર જગ્નનાથ મંદિરના મહંત રહ્યા હાજર

અમદાવાદ પોલીસ લોકોની સુરક્ષા અને સલામતી તો કરે જ છે સાથે સાથે લોકોને મદદરૂપ પણ થાય છે,આવા કિસ્સાઓ આપણે મિડીયા તેમજ સોશિયલ મિડીયામાં જોઈએ છે,આવુ જ એક ભગીરથ કામ અમદાવાદ ઝોન-3 હેઠળ આવતા પોલીસ સ્ટેશનો દ્રારા શરૂ કરાયુ છે.જેમાં આગામી રથયાત્રા સુધીમાં 500થી વધુ બહેનોને નિ:શુલ્ક કેન્સર નિદાન કરાશે

શહેર કોટડા ખાતેથી કરાઈ શરૂઆત

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના અનુસંધાને મહિલાઓ માટે માં સુભદ્રા સ્વાસ્થ્ય રથ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેમોગ્રાફી તથા પેપ ટેસ્ટ કેમ્પની શરૂઆત શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.


મહાનુભાવો રહ્યાં હાજર

આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલીક, મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, દીનેશભાઈ મકવાણા, ધારાસભ્ય દીનેશભાઈ કુશવાહા, કંચનબેન રાદડીયા, કૌશીકભાઈ જૈન તથા શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે જગન્નાથ મંદિરના મહંત દીલીપદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિત રહ્યાં હતાં.


બહેનો આ કેમ્પનો લાભ અવશ્ય લો

માં સુભદ્રા સ્વાસ્થ્ય રથ કાર્યક્રમ અનુંસંધાને ઝોન-૩ના પોલીસ સ્ટેશનો દ્વારા આગામી રથયાત્રા સુધીમાં 500થી વધારે બહેનો માટે નિ:શુલ્ક કેન્સર નિદાન કરાવવા સંકલ્પ લેવામાં આવ્યા છે. જેની આજથી શરૂઆત કરવામાં આવી છે.