સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી તલના પાકને નુકશાન

- 13,500 હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર - નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કરાયું છે. સોમવારે વરસેલા કમોસમી વરસાદના લીધે તલ સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક નુક્સાન અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોની માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, મુળી, લિંબડી સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કરાયું છે. જેમાં ૧૩,૫૦૦થી વધુ હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર કરાયું છે. ત્યારે ભારે પવનના લીધે વઢવાણ તાલુકામાં તલના ઉભા પાકને નુક્સાન પહોંચ્યું છે. ઉપરાંત ગત વર્ષે તલના પ્રતિ મણ રૂ.૩,૫૦૦ જેટલા ભાવ હતા, જે ચાલુ વર્ષે ઘટીને પ્રતિ મણ રૂ.૨,૮૦૦ મળી રહ્યા છે. આથી એક તરફ તલના ભાવમાં ઘટાડો થયો છે, બીજી તરફ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે તલના પાકને નુક્સાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી તલના પાકને નુકશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 13,500 હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર 

- નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કરાયું છે. સોમવારે વરસેલા કમોસમી વરસાદના લીધે તલ સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક નુક્સાન અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોની માંગ છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, મુળી, લિંબડી સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઈ રહી છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કરાયું છે. જેમાં ૧૩,૫૦૦થી વધુ હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર કરાયું છે. ત્યારે ભારે પવનના લીધે વઢવાણ તાલુકામાં તલના ઉભા પાકને નુક્સાન પહોંચ્યું છે. 

ઉપરાંત ગત વર્ષે તલના પ્રતિ મણ રૂ.૩,૫૦૦ જેટલા ભાવ હતા, જે ચાલુ વર્ષે ઘટીને પ્રતિ મણ રૂ.૨,૮૦૦ મળી રહ્યા છે. આથી એક તરફ તલના ભાવમાં ઘટાડો થયો છે, બીજી તરફ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે તલના પાકને નુક્સાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.