Vadodara News: સરદાર બાગ સ્વીમીંગ પુલમાં મહિલાના મોતથી ખળભળાટ

સ્વીમીંગ પુલની બહાર આવતા મહિલાની તબિયત લથડીહોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત સારવાર દરમિયાન તબિબોએ મહિલાને મૃત જાહેર કરી ઉનાળાના સમયમાં ઘણા લોકો ઠંડક મેળવવા માટે ખાનગી અથવા સરકાર સંચાલિત સ્વિમિંગ પુલમાં જતાં હોય છે. જોકે, તમારો સ્વિમિંગનો આ શોખ તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. વડોદરાથી એક આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીને બહાર આવેલી મહિલાની અચાનક તબિયત બગડી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરી. ઘટના વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદાર બાગ સ્વિમિંગ પૂલની છે જ્યાં આજે એક મહિલા મોતને ભેટી છે. વાત જાણે એમ છે કે વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદાર બાગ સ્વિમિંગ પૂલમાં મહિલા સ્વિમરની તબિયત લથડી હતી. મહિલા સ્વિમર સ્વિમિંગ કરીને પાણીની બહાર આવતાની સાથે જ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મહિલાની તબિયત વધારે બગાડતાં તેને તુરંત જ સીપીઆર આપવામાં આવ્યું હતું અને તુરંત જ 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મહિલાનું નામ ચેતનાબેન પટેલ હોવાનું બહાર આવ્યું છે તેમજ સ્વિમિંગ પુલમાં તેમના પતિ અને પુત્ર પણ હાજર હોવાની માહિતી મળી રહી છે. ચેતનાબેન પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતાં સીપીઆર આપીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકા ગાળાની સારવાર બાદ હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ ચેતનાબેનને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં રહેલ સરદારબાગ સ્વિમિંગ પૂલ થોડા સમય પહેલા જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Vadodara News: સરદાર બાગ સ્વીમીંગ પુલમાં મહિલાના મોતથી ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્વીમીંગ પુલની બહાર આવતા મહિલાની તબિયત લથડી
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત
  • સારવાર દરમિયાન તબિબોએ મહિલાને મૃત જાહેર કરી

ઉનાળાના સમયમાં ઘણા લોકો ઠંડક મેળવવા માટે ખાનગી અથવા સરકાર સંચાલિત સ્વિમિંગ પુલમાં જતાં હોય છે. જોકે, તમારો સ્વિમિંગનો આ શોખ તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. વડોદરાથી એક આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીને બહાર આવેલી મહિલાની અચાનક તબિયત બગડી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરી.

ઘટના વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદાર બાગ સ્વિમિંગ પૂલની છે જ્યાં આજે એક મહિલા મોતને ભેટી છે. વાત જાણે એમ છે કે વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદાર બાગ સ્વિમિંગ પૂલમાં મહિલા સ્વિમરની તબિયત લથડી હતી. મહિલા સ્વિમર સ્વિમિંગ કરીને પાણીની બહાર આવતાની સાથે જ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મહિલાની તબિયત વધારે બગાડતાં તેને તુરંત જ સીપીઆર આપવામાં આવ્યું હતું અને તુરંત જ 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મહિલાનું નામ ચેતનાબેન પટેલ હોવાનું બહાર આવ્યું છે તેમજ સ્વિમિંગ પુલમાં તેમના પતિ અને પુત્ર પણ હાજર હોવાની માહિતી મળી રહી છે. ચેતનાબેન પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતાં સીપીઆર આપીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકા ગાળાની સારવાર બાદ હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ ચેતનાબેનને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં રહેલ સરદારબાગ સ્વિમિંગ પૂલ થોડા સમય પહેલા જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.