Rajkot અગ્નિકાંડને લઈ જુના અને મુખ્ય બજારો રહ્યાં બંધ,જુઓ Video

મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારી સંગઠનનો નિર્ણય ગુંદાવાડી, ધર્મેન્દ્રસિંહ માર્કેટ, પરા બજાર રહેશે બંધ બપોરે 1 વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે. જેને લઈને અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ છે. રાજકોટમાં આજે વેપારીઓ બંધ પાળીને શોક વ્યક્ત કરશે. મળતી જાણકારી પ્રમાણે રાજકોટ મુખ્ય બજાર આજે બંધ રહેવાના છે. નોંધનીય છે કે, બપોરના એક વાગ્યા સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સવારે વેપારીઓ એકત્ર થઇને શોક વ્યક્ત કર્યો હતો.રાજકોટની સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, કાપડ માર્કેટ, ફૂટવેર માર્કેટ બંધ રહેવાના છે. કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો આ સાથે વધુમાં વાત કરવામાં આવે તો બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે. આ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વધુ એક આરોપીની ધરપકડ ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી. આગમાં તેની બેદરકારી કહી શકાય. રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે અને IC એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. 2017માં GTUમાંથી IC એન્જિનિયર બન્યો. અહીં નોંધનીય છે કે, કુલ છ લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ત્રણ લોકો ઝડપાયા છે. ચાર લોકોના મૃતદેહ પરિવારને સોંપાયા જીગ્નેશ ગઢવી (ઉં.વ. 32) વીરપુર સ્મિત વાળા (ઉં.વ.22) ઉપલેટા સુનિલ સિદ્ધપુરા (ઉં.વ.38) એરપોર્ટ રોડ, રાજકોટ સત્યપાલસિંહ જાડેજા (ઉં.વ.20) ગોંડલ જીગ્નેશભાઈ કાળુભાઇ ગઢવી

Rajkot અગ્નિકાંડને લઈ જુના અને મુખ્ય બજારો રહ્યાં બંધ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારી સંગઠનનો નિર્ણય
  • ગુંદાવાડી, ધર્મેન્દ્રસિંહ માર્કેટ, પરા બજાર રહેશે બંધ
  • બપોરે 1 વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે. જેને લઈને અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ છે. રાજકોટમાં આજે વેપારીઓ બંધ પાળીને શોક વ્યક્ત કરશે. મળતી જાણકારી પ્રમાણે રાજકોટ મુખ્ય બજાર આજે બંધ રહેવાના છે. નોંધનીય છે કે, બપોરના એક વાગ્યા સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સવારે વેપારીઓ એકત્ર થઇને શોક વ્યક્ત કર્યો હતો.રાજકોટની સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, કાપડ માર્કેટ, ફૂટવેર માર્કેટ બંધ રહેવાના છે.

કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો

આ સાથે વધુમાં વાત કરવામાં આવે તો બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે. આ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.


વધુ એક આરોપીની ધરપકડ

ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી. આગમાં તેની બેદરકારી કહી શકાય. રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે અને IC એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. 2017માં GTUમાંથી IC એન્જિનિયર બન્યો. અહીં નોંધનીય છે કે, કુલ છ લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ત્રણ લોકો ઝડપાયા છે.

ચાર લોકોના મૃતદેહ પરિવારને સોંપાયા

જીગ્નેશ ગઢવી (ઉં.વ. 32) વીરપુર

સ્મિત વાળા (ઉં.વ.22) ઉપલેટા

સુનિલ સિદ્ધપુરા (ઉં.વ.38) એરપોર્ટ રોડ, રાજકોટ

સત્યપાલસિંહ જાડેજા (ઉં.વ.20) ગોંડલ જીગ્નેશભાઈ કાળુભાઇ ગઢવી