VIDEO: પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન

Rain in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (16મી મે) પાલનપુર, મોરબી અને જૂનાગઢના ભેંસાણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.ગુજરાતના અનેક પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદપાલનપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના કેટલા વિરસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તોફાની પવનને કારણે સોલર પેનલ પવનમાં ઉડી જવા પામી હતી અને આસપાસ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. બીજી તરફ જૂનાગઢના પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. જો કે, આ કમોસમી વરસાદના કારમે કેરી, તલ, અડદ, મગના પાકને નુકસાન થયું છે. રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહીઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહેસાણા, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હજુ વરસાદ પડવાની આગાહી છે.આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર

VIDEO: પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rain in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (16મી મે) પાલનપુર, મોરબી અને જૂનાગઢના ભેંસાણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.


ગુજરાતના અનેક પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

પાલનપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના કેટલા વિરસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તોફાની પવનને કારણે સોલર પેનલ પવનમાં ઉડી જવા પામી હતી અને આસપાસ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. બીજી તરફ જૂનાગઢના પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. જો કે, આ કમોસમી વરસાદના કારમે કેરી, તલ, અડદ, મગના પાકને નુકસાન થયું છે. 


રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહેસાણા, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હજુ વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર