બનાસકાંઠા જિલ્લામાં આજથી પ્રાથમિક શાળાઓમાં સવારની પાળી શરૂ કરાશે

આકાશમાંથી કાળઝાળ ગરમી વરસતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયોસવારની પાળી શરૂ કરવા આદેશ કરતાં આજથી શાળા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સમયમાં ફેરફાર કરીને બપોરના બદલે હવે સવારની પાળી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લામાં વાવ, સુઈગામ, માવસરી સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારો રણકાંઠાની નજીકના હોઈ અને લુ ઓકતી ગરમીના પ્રકોપથી પંથકમાં લોકોને બપોરે બહાર નીકળવુ દુષ્કર બની જાય છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી જતો હોઈ શાળાએ જતા કુમળા બાળકોને અંગદઝાડતી ગરમી વચ્ચે બિમાર થવાની ભીતિ રહે છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગરમીના પ્રકોપને પગલે પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાળાનો સમય 11:00થી સાંજે 5:00 વાગ્યાના સમયમાં ફેરફાર કરીને સોમવારથી સવારે 7:30 વાગ્યાથી બપોરે 12:30 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. આમ જિલ્લાની ર300 ઉપરાંતની પ્રાથમિક શાળાઓના સમયમાં આજથીફરફાર અમલી બનશે.

બનાસકાંઠા જિલ્લામાં આજથી પ્રાથમિક શાળાઓમાં સવારની પાળી શરૂ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આકાશમાંથી કાળઝાળ ગરમી વરસતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો
  • સવારની પાળી શરૂ કરવા આદેશ કરતાં આજથી શાળા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે
  • શિક્ષણ વિભાગ દ્વારા શાળા સમયમાં ફેરફાર કરીને બપોરના બદલે હવે સવારની પાળી શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં વાવ, સુઈગામ, માવસરી સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારો રણકાંઠાની નજીકના હોઈ અને લુ ઓકતી ગરમીના પ્રકોપથી પંથકમાં લોકોને બપોરે બહાર નીકળવુ દુષ્કર બની જાય છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી જતો હોઈ શાળાએ જતા કુમળા બાળકોને અંગદઝાડતી ગરમી વચ્ચે બિમાર થવાની ભીતિ રહે છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગરમીના પ્રકોપને પગલે પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાળાનો સમય 11:00થી સાંજે 5:00 વાગ્યાના સમયમાં ફેરફાર કરીને સોમવારથી સવારે 7:30 વાગ્યાથી બપોરે 12:30 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. આમ જિલ્લાની ર300 ઉપરાંતની પ્રાથમિક શાળાઓના સમયમાં આજથીફરફાર અમલી બનશે.