ડીસામાં LPG બોટલ લીકેજ થતાં દાઝેલ મહિલાનું સારવારમાં મોત

દૂધ ગરમ કરવા જતા સગડી ચાલુ કરવા જતા આગ ભભૂકી ઊઠી હતીરાંધણ ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉગતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જે ઘટનામાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું સારવારમાં મોત થયું છે.  ડીસા પાલનપુર હાઇવે પર આવેલ આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઇ છે. જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સુતા હતા તેમજ મોડી રાત્રે નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગૅસ સગડી ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાજી જતા ઈજા પહોંચી હતી. બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં બે દિવસ બાદ સારવાર દરમિયાન સુરભીબેન માળીનું મોત થયું છે. જોકે સુરભીબેનના મોતના કારણે નવ માસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જોકે નાની ઉંમરે મહિલાનું મોત થતાં માળી સમાજમાં ગમગીની છવાઈ હતી.

ડીસામાં LPG બોટલ લીકેજ થતાં દાઝેલ મહિલાનું સારવારમાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દૂધ ગરમ કરવા જતા સગડી ચાલુ કરવા જતા આગ ભભૂકી ઊઠી હતી
  • રાંધણ ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉગતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી.
  • જે ઘટનામાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું સારવારમાં મોત થયું છે.

 ડીસા પાલનપુર હાઇવે પર આવેલ આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઇ છે. જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સુતા હતા તેમજ મોડી રાત્રે નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગૅસ સગડી ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાજી જતા ઈજા પહોંચી હતી. બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં બે દિવસ બાદ સારવાર દરમિયાન સુરભીબેન માળીનું મોત થયું છે. જોકે સુરભીબેનના મોતના કારણે નવ માસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જોકે નાની ઉંમરે મહિલાનું મોત થતાં માળી સમાજમાં ગમગીની છવાઈ હતી.