Ahmedabad Civil Hospitalને સાડા 3 વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું

અમદાવાદ સિવિલમાં આજે 155મું અંગદાન થયુ અંગદાનમાં લીવર, બે કિડની, હૃદય સહિત 4 અંગનું દાન કરાયું મહત્તમ લોકોમાં અંગદાનને લઈ આવી છે જાગૃતતા અમદાવાદ સિવિલ હોસ્પિટલને આજે 155મું અંગદાન મળ્યું હતુ.સાડા ત્રણ વર્ષમાં 500 કરતાં વધારે અંગોનું દાન મળ્યું છે.સાથે આજે અંગદાનમાં લીવર,બે કીડની તથા હ્યદય કુલ 4અંગોનું દાન મળ્યું છે,રાજ્યમાં મહત્તમ લોકોમાં અંગદાનને લઈ આવી છે જાગૃતતા.તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ કહી શકાય. ઉત્તરપ્રદેશનો હતો યુવક મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદના છત્રાલમાં રહેતા 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર 1 જૂનના રોજ પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેમને પ્રથમ પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા. હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ મોકલાયું અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઉપેન્દ્રસિંહના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશું. સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભાયેલા અંગદાન મહાદાનથી અત્યારસુધીમાં કુલ 155 અંગદાતાઓ થકી કુલ 501 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 485 વ્યક્તિઓને જીવનદાન મળ્યુ છે. સુરતમાં વધુ અંગદાન ગુજરાતના જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો સુરતમાંથી સૌથી વધુ 652, અમદાવાદમાંથી 205, વડોદરામાંથી 143, નર્મદામાંથી 135 અને ભાવનગરમાંથી 107 દ્વારા મૃત્યુ બાદ સ્વૈચ્છિક અંગદાન માટે સંમતિ આપી છે. ગુજરાતમાં મૃત્યુ બાદ અંગદાન અંગે જાગૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ડિસેમ્બર 2020 બાદ બ્રેઇનડેડ દર્દીના અંગદાનનો પ્રારંભ થયો હતો. જેમાં અત્યારસુધી 143 લોકોના અંગદાનથી 439ને નવજીવન મળ્યું છે. આ અંગદાનમાં 123 લિવર, 252 કિડની, 9 સ્વાદુપિંડુ, 40 હૃદય, 6 હાથ, 24 ફેફસાં, 106 આંખોનું દાન મળેલું છે.

Ahmedabad Civil Hospitalને સાડા 3 વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ સિવિલમાં આજે 155મું અંગદાન થયુ
  • અંગદાનમાં લીવર, બે કિડની, હૃદય સહિત 4 અંગનું દાન કરાયું
  • મહત્તમ લોકોમાં અંગદાનને લઈ આવી છે જાગૃતતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલને આજે 155મું અંગદાન મળ્યું હતુ.સાડા ત્રણ વર્ષમાં 500 કરતાં વધારે અંગોનું દાન મળ્યું છે.સાથે આજે અંગદાનમાં લીવર,બે કીડની તથા હ્યદય કુલ 4અંગોનું દાન મળ્યું છે,રાજ્યમાં મહત્તમ લોકોમાં અંગદાનને લઈ આવી છે જાગૃતતા.તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ કહી શકાય.

ઉત્તરપ્રદેશનો હતો યુવક

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદના છત્રાલમાં રહેતા 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર 1 જૂનના રોજ પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેમને પ્રથમ પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા.

હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ મોકલાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઉપેન્દ્રસિંહના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશું. સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભાયેલા અંગદાન મહાદાનથી અત્યારસુધીમાં કુલ 155 અંગદાતાઓ થકી કુલ 501 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 485 વ્યક્તિઓને જીવનદાન મળ્યુ છે.

સુરતમાં વધુ અંગદાન

ગુજરાતના જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો સુરતમાંથી સૌથી વધુ 652, અમદાવાદમાંથી 205, વડોદરામાંથી 143, નર્મદામાંથી 135 અને ભાવનગરમાંથી 107 દ્વારા મૃત્યુ બાદ સ્વૈચ્છિક અંગદાન માટે સંમતિ આપી છે. ગુજરાતમાં મૃત્યુ બાદ અંગદાન અંગે જાગૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ડિસેમ્બર 2020 બાદ બ્રેઇનડેડ દર્દીના અંગદાનનો પ્રારંભ થયો હતો. જેમાં અત્યારસુધી 143 લોકોના અંગદાનથી 439ને નવજીવન મળ્યું છે. આ અંગદાનમાં 123 લિવર, 252 કિડની, 9 સ્વાદુપિંડુ, 40 હૃદય, 6 હાથ, 24 ફેફસાં, 106 આંખોનું દાન મળેલું છે.