Bhavnagarના લાખણકા ગામે ખાણખનીજ વિભાગે રેતીનું ખનન કરનાર સામે કરી લાલ આંખ

ગેરકાયદે રેતી ચાળવાનું કામ કરતા લોકો પર તવાઈ GMDC વિસ્તારમાં તપાસ દરમિયાન રેતી ઝડપાઈ 2 જગ્યાએ દરોડામાં રેતી ચાળવાના સાધન ઝડપાયા ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રેતી ખનીજ ચાળવાની પ્રવૃત્તિ કરનારા ઉપર ખાણખનીજ વિભાગે દરોડા પાડયા છે.લાખણકા ગામના ખાનગી માલિકીના સર્વે નંબર 9 તેમજ જીએમડીસી વિસ્તારમાં આવેલ જમીનમાં આકસ્મિક તપાસ દરમિયાન રેતી ખનના સાધનો અને રેતી ચોરી ઝડપાઈ હતી.મશીનો કર્યા જપ્ત ખાણ ખનિજ વિભાગે 2 JCB મશીન અને 2 ચારણા જપ્ત કર્યા હતા સાથે સાથે દિનેશભાઇ ધીરુભાઈ બારૈયા અને લાલજીભાઈ બટુકભાઈ બારૈયાની અટક કરાઈ હતી.તો આ વિસ્તાર માંથી કુલ 25 લાખનો મુદ્દામાલ સિઝ કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. છોટાઉદેપુરમાં રેતી ખનન કરતા પાણીની તંગી સર્જાઈ છોટાઉદેપુર નગરમાં પાણીની તંગી ઊભી થઈ છે. જેને લઇને નગરપાલિકા દ્વારા હાફેશ્વર યોજનામાંથી પાણી લાવીને નગરજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ પાણીના સ્તર નીચે જવાનું કારણ તપાસતા વારી ગૃહ પાસે ગેરકાયદેસર રેતી ખનન થવાના કારણે પાણીના સ્તર નીચે જઈ રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા રેતી ખનન અટકાવવા માટે નદીમાં જવાના રસ્તા પર જેસીબી વડે ઊંડો ખાડો ખોદી કાઢીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને હાલ પૂરતું ગેરકાયદે રેતી ખનન અટકી ગયું છે. મહીસાગરમાં પણ ભારે રેતી ખનન થાય છે વડોદરા નજીક આવેલ કોટના ગામમાં મહીસાગર નદીનો કિનારો કે જે કોટના બીચ તરીકે ઓળખાય છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં નાહવા તેમજ વિવિધ એક્ટિવિટી કરવા માટે આવતા હોય છે. જો કે છેલ્લા ઘણાય સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનનના કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે. જેથી નદીમાં નાહવા પડેલા અનેક લોકોના મોત થયા હોવાના આક્ષેપો થયા છે. આજે સ્ટેટ વિજિલન્સની ટીમે કોટના ગામે મહીસાગર નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્ટેટ વિજિલન્સ સેલે 3 ડમ્પર, હિટાચી મશીન, હોડી સહિતનો 70 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ વિજિલન્સની ટીમના દરોડા પડતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

Bhavnagarના લાખણકા ગામે ખાણખનીજ વિભાગે રેતીનું ખનન કરનાર સામે કરી લાલ આંખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેરકાયદે રેતી ચાળવાનું કામ કરતા લોકો પર તવાઈ
  • GMDC વિસ્તારમાં તપાસ દરમિયાન રેતી ઝડપાઈ
  • 2 જગ્યાએ દરોડામાં રેતી ચાળવાના સાધન ઝડપાયા

ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રેતી ખનીજ ચાળવાની પ્રવૃત્તિ કરનારા ઉપર ખાણખનીજ વિભાગે દરોડા પાડયા છે.લાખણકા ગામના ખાનગી માલિકીના સર્વે નંબર 9 તેમજ જીએમડીસી વિસ્તારમાં આવેલ જમીનમાં આકસ્મિક તપાસ દરમિયાન રેતી ખનના સાધનો અને રેતી ચોરી ઝડપાઈ હતી.

મશીનો કર્યા જપ્ત

ખાણ ખનિજ વિભાગે 2 JCB મશીન અને 2 ચારણા જપ્ત કર્યા હતા સાથે સાથે દિનેશભાઇ ધીરુભાઈ બારૈયા અને લાલજીભાઈ બટુકભાઈ બારૈયાની અટક કરાઈ હતી.તો આ વિસ્તાર માંથી કુલ 25 લાખનો મુદ્દામાલ સિઝ કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


છોટાઉદેપુરમાં રેતી ખનન કરતા પાણીની તંગી સર્જાઈ

છોટાઉદેપુર નગરમાં પાણીની તંગી ઊભી થઈ છે. જેને લઇને નગરપાલિકા દ્વારા હાફેશ્વર યોજનામાંથી પાણી લાવીને નગરજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ પાણીના સ્તર નીચે જવાનું કારણ તપાસતા વારી ગૃહ પાસે ગેરકાયદેસર રેતી ખનન થવાના કારણે પાણીના સ્તર નીચે જઈ રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા રેતી ખનન અટકાવવા માટે નદીમાં જવાના રસ્તા પર જેસીબી વડે ઊંડો ખાડો ખોદી કાઢીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને હાલ પૂરતું ગેરકાયદે રેતી ખનન અટકી ગયું છે.


મહીસાગરમાં પણ ભારે રેતી ખનન થાય છે

વડોદરા નજીક આવેલ કોટના ગામમાં મહીસાગર નદીનો કિનારો કે જે કોટના બીચ તરીકે ઓળખાય છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં નાહવા તેમજ વિવિધ એક્ટિવિટી કરવા માટે આવતા હોય છે. જો કે છેલ્લા ઘણાય સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનનના કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે. જેથી નદીમાં નાહવા પડેલા અનેક લોકોના મોત થયા હોવાના આક્ષેપો થયા છે. આજે સ્ટેટ વિજિલન્સની ટીમે કોટના ગામે મહીસાગર નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્ટેટ વિજિલન્સ સેલે 3 ડમ્પર, હિટાચી મશીન, હોડી સહિતનો 70 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ વિજિલન્સની ટીમના દરોડા પડતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.