Sabarkantha ACB: જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાને 4 લાખની લાંચ માંગી

પિયુષભાઇ રામજીભાઇ પટેલે હેડ કોન્સ્ટેબલે માંગી લાંચ રમેશજી રાયચંદજી રાઠોડ પોલીસ કોન્સ્ટેબલે માંગી લાંચ જાદર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી પરત ખેંચવા માંગી લાંચ સાબરકાંઠાના ઇડરના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતા ઝડપી પાડયા છે.આ લોકોએ ફરિયાદી વિરૂદ્ધ ત્રણ અરજીના નિકાલ માટે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી છેલ્લે 4 લાખ રૂપિયા નક્કી થયા અને આશિષ હોટલની સામે જયારે લાંચ લેવા આરોપીઓ આવ્યા ત્યારે ACBએ ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે. 4 લાખની લાંચ સ્વીકારી જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ સાબરકાંઠાના ઇડરમાં ACB દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી અને બંને કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચ લેતા કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો પિયુષભાઇ રામજીભાઇ પટેલ (હેડ કોન્સટેબલ, જાદર પોલીસ સ્ટેશન તા.ઇડર)અને રમેશજી રાયચંદજી રાઠોડ (પોલીસ કોન્સ્ટેબલ, જાદર પોલીસ સ્ટેશન, તા.ઇડર)ને ઝડપી પાડવામાં આવ્યા છે.29 મે ના રોજ આ ગુનો બન્યો હતો. જેમાં રૂપિયા 10,00,000/- ની લાંચ માંગવામાં આવી હતી અને 4,00,000/- ની લાંચ સ્વીકારવામાં આવી હતી. દરામલી હોટલ પાસે ટ્રેપ કરાઈ ACB દ્વારા ઇડરથી હિંમતનગર રોડ ઉપર દરામલી પાસે આવેલ આશિષ હોટેલની સામે આવેલ એચ.પી. પેટ્રોલપંપની બાજુમાં જાહેર માર્ગ ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી.આ કામના ફરિયાદી દ્વારા જાદર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજી પરત ખેંચવા તેમજ ફરિયાદી વિરૂધ્ધ થયેલ ત્રણ અરજીઓનો નિકાલ કરવા માટે અને ફરિયાદીને હેરાન નહી કરવાના માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. જેમાં પહેલા પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી. આરોપીઓને શંકા જતા ગાડી લઈ ભાગી ગયા ફરીયાદીની ફરીયાદના આધારે 4 લાખ રૂપિયા સાથે રાખી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું અને ACB દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યાએ મળતાનું નક્કી થયું હતું ત્યા બન્ને આરોપીઓ સાથે ફરિયાદીએ હેતુલક્ષી વાત-ચીત કરી હતી. ત્યાર બાદ લાંચના નાણાંની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારી આરોપીઓને શંકા જતા લાંચના નાણાં લઈ સાથે લાવેલ ગાડીમાં નાસી જઈ, એકબીજાની મદદગારી કરી રાજ્યસેવક તરીકે અપરાધિક ગેરવર્તણૂક કરી ગુનો કર્યાની વિગતો સામે આવી હતી.

Sabarkantha ACB: જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાને 4 લાખની લાંચ માંગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પિયુષભાઇ રામજીભાઇ પટેલે હેડ કોન્સ્ટેબલે માંગી લાંચ
  • રમેશજી રાયચંદજી રાઠોડ પોલીસ કોન્સ્ટેબલે માંગી લાંચ
  • જાદર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી પરત ખેંચવા માંગી લાંચ

સાબરકાંઠાના ઇડરના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતા ઝડપી પાડયા છે.આ લોકોએ ફરિયાદી વિરૂદ્ધ ત્રણ અરજીના નિકાલ માટે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી છેલ્લે 4 લાખ રૂપિયા નક્કી થયા અને આશિષ હોટલની સામે જયારે લાંચ લેવા આરોપીઓ આવ્યા ત્યારે ACBએ ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.

4 લાખની લાંચ સ્વીકારી

જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ સાબરકાંઠાના ઇડરમાં ACB દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી અને બંને કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચ લેતા કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો પિયુષભાઇ રામજીભાઇ પટેલ (હેડ કોન્સટેબલ, જાદર પોલીસ સ્ટેશન તા.ઇડર)અને રમેશજી રાયચંદજી રાઠોડ (પોલીસ કોન્સ્ટેબલ, જાદર પોલીસ સ્ટેશન, તા.ઇડર)ને ઝડપી પાડવામાં આવ્યા છે.29 મે ના રોજ આ ગુનો બન્યો હતો. જેમાં રૂપિયા 10,00,000/- ની લાંચ માંગવામાં આવી હતી અને 4,00,000/- ની લાંચ સ્વીકારવામાં આવી હતી.


દરામલી હોટલ પાસે ટ્રેપ કરાઈ

ACB દ્વારા ઇડરથી હિંમતનગર રોડ ઉપર દરામલી પાસે આવેલ આશિષ હોટેલની સામે આવેલ એચ.પી. પેટ્રોલપંપની બાજુમાં જાહેર માર્ગ ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી.આ કામના ફરિયાદી દ્વારા જાદર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજી પરત ખેંચવા તેમજ ફરિયાદી વિરૂધ્ધ થયેલ ત્રણ અરજીઓનો નિકાલ કરવા માટે અને ફરિયાદીને હેરાન નહી કરવાના માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. જેમાં પહેલા પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી.

આરોપીઓને શંકા જતા ગાડી લઈ ભાગી ગયા

ફરીયાદીની ફરીયાદના આધારે 4 લાખ રૂપિયા સાથે રાખી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું અને ACB દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યાએ મળતાનું નક્કી થયું હતું ત્યા બન્ને આરોપીઓ સાથે ફરિયાદીએ હેતુલક્ષી વાત-ચીત કરી હતી. ત્યાર બાદ લાંચના નાણાંની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારી આરોપીઓને શંકા જતા લાંચના નાણાં લઈ સાથે લાવેલ ગાડીમાં નાસી જઈ, એકબીજાની મદદગારી કરી રાજ્યસેવક તરીકે અપરાધિક ગેરવર્તણૂક કરી ગુનો કર્યાની વિગતો સામે આવી હતી.