IFFCO: કોણ છે દિલીપ સંઘાણી જેઓ સતત બીજી વખત ચેરમેન બન્યા?

દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ જીત્યા દિલીપ સંઘાણી સતત બીજી વખત બન્યા IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીની છબી એક સાફ અને પ્રમાણિક નેતાની છેઈફ્કોના ચેરમેન તરીકે મતદાન બાદ દિલિપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સતત બીજી વખત ચેરમેન તરીકે નિમણૂંક પામ્યા છે. આ મતદાનમાં વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફ્કોના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અમરેલીના વતની દિલીપ સંઘાણી ખેડૂતોમાં ખુબ લોકપ્રિય છે તેનુ આ ઉદાહરણ ગણાવી શકાય કે તેઓ સતત બીજી વખત ચેરમેન પદે પસંદગી પામ્યા છે. જાણો કોણ છે સંઘાણી દિલીપભાઈ સંઘાણી (જન્મ 12 મે 1954) એ ભારતીય રાજકારણી અને ગુજરાત રાજ્ય, ભારતના ભારતીય જનતા પાર્ટીના મંત્રાલયમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી છે. તેઓ કૃષિ, સહકારી પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગાય સંવર્ધન, જેલ, આબકારી કાયદા અને ન્યાય, વિધાન અને સંસદીય બાબતોના મંત્રી હતા. તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી ઇફકોનાં ચેરમેન બન્યાં  પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી ઇફકોનાં ચેરમેન બન્યાં છે, તેઓ અનેક દેશ અને રાજ્યની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ,સંઘાણી અત્યારસુધી વાઇસ ચેરમેન હતા પણ આજે તેઓ ઇફકોના ચેરમેન તરીકે બિરાજમાન થયાં છે. દિલીપ સંઘાણીની છબી એક સાફ અને પ્રમાણિક નેતાની છે તેમની સ્પષ્ટ નેતા તરીકેની છબી છે.21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે  નિયુક્ત કરાયા 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ છે. 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે. તો ઉત્તરપ્રદેશના વતની બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.ઈફ્કો 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી સંઘાણી અનેક સંસ્થાઓ સાથે સીધા જોડાયેલા છે તે નાફસ્કોબ, નાફેડ, ઇફકો અને ગુજકોમાસોલ સહિત અનેક સંસ્થાઓ સાથે કાર્યરત રહેલા છે. પ્રધાનમંત્રીએ દેશમાં સહકારી માળખાને આગળ લઈ જવા માટે રાજ્યના ટોચના સહકારી અગ્રણી દિલીપ સંઘાણી પર ભરોસો મૂક્યો છે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા બાદ દિલીપભાઈ સંઘાણી નાફસ્કોબના ચેરમેન અને નાફેડના વાઇસ ચેરમેન તરીકે મુકાયા હતા. અને ગુજકોમાસોલના ચેરમેન પદે પણ સેવા આપી રહ્યા છે. આજે તેઓ સતત બીજી વખત ઈફ્કોના ચેરમેન બન્યાં છે.તેઓ અનેક સંસ્થાઓ સાથે કાર્યરત છે,તેમની સાફ છબીના લીધે તે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગુડ બુકમાં છે.

IFFCO: કોણ છે દિલીપ સંઘાણી જેઓ સતત બીજી વખત ચેરમેન બન્યા?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ જીત્યા
  • દિલીપ સંઘાણી સતત બીજી વખત બન્યા IFFCOના ચેરમેન
  • દિલીપ સંઘાણીની છબી એક સાફ અને પ્રમાણિક નેતાની છે

ઈફ્કોના ચેરમેન તરીકે મતદાન બાદ દિલિપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સતત બીજી વખત ચેરમેન તરીકે નિમણૂંક પામ્યા છે. આ મતદાનમાં વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફ્કોના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અમરેલીના વતની દિલીપ સંઘાણી ખેડૂતોમાં ખુબ લોકપ્રિય છે તેનુ આ ઉદાહરણ ગણાવી શકાય કે તેઓ સતત બીજી વખત ચેરમેન પદે પસંદગી પામ્યા છે.

જાણો કોણ છે સંઘાણી

દિલીપભાઈ સંઘાણી (જન્મ 12 મે 1954) એ ભારતીય રાજકારણી અને ગુજરાત રાજ્ય, ભારતના ભારતીય જનતા પાર્ટીના મંત્રાલયમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી છે. તેઓ કૃષિ, સહકારી પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગાય સંવર્ધન, જેલ, આબકારી કાયદા અને ન્યાય, વિધાન અને સંસદીય બાબતોના મંત્રી હતા. તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.

પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી ઇફકોનાં ચેરમેન બન્યાં 

પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી ઇફકોનાં ચેરમેન બન્યાં છે, તેઓ અનેક દેશ અને રાજ્યની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ,સંઘાણી અત્યારસુધી વાઇસ ચેરમેન હતા પણ આજે તેઓ ઇફકોના ચેરમેન તરીકે બિરાજમાન થયાં છે. દિલીપ સંઘાણીની છબી એક સાફ અને પ્રમાણિક નેતાની છે તેમની સ્પષ્ટ નેતા તરીકેની છબી છે.

21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે  નિયુક્ત કરાયા

65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ છે. 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે. તો ઉત્તરપ્રદેશના વતની બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.

ઈફ્કો 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી

સંઘાણી અનેક સંસ્થાઓ સાથે સીધા જોડાયેલા છે તે નાફસ્કોબ, નાફેડ, ઇફકો અને ગુજકોમાસોલ સહિત અનેક સંસ્થાઓ સાથે કાર્યરત રહેલા છે. પ્રધાનમંત્રીએ દેશમાં સહકારી માળખાને આગળ લઈ જવા માટે રાજ્યના ટોચના સહકારી અગ્રણી દિલીપ સંઘાણી પર ભરોસો મૂક્યો છે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા બાદ દિલીપભાઈ સંઘાણી નાફસ્કોબના ચેરમેન અને નાફેડના વાઇસ ચેરમેન તરીકે મુકાયા હતા. અને ગુજકોમાસોલના ચેરમેન પદે પણ સેવા આપી રહ્યા છે. આજે તેઓ સતત બીજી વખત ઈફ્કોના ચેરમેન બન્યાં છે.તેઓ અનેક સંસ્થાઓ સાથે કાર્યરત છે,તેમની સાફ છબીના લીધે તે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગુડ બુકમાં છે.