Tapi Breaking: કુકરમુંડા ગામે ભેદી ખાડો પડતાં ચર્ચાઓનું બજાર ગરમાયું

ઉકાઇ જળાશય વિસ્તારમાં પડ્યો ખાડો જળાશાય વિસ્તારમાં 15 ફૂટનો ખાડો પડ્યોખાડામાં વર્ષો જૂનુ ભોંયરૂ હોવાનું અનુમાનગુજરાતના ઘણા સ્થળોએથી ઐતિહાસિક અને પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ત્યારે તાપીના એક ગામમાં એક એવો ભેદી ખાડો પડ્યો કે ફરી એકવાર પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટના તાપી જિલ્લાના કુકરમુંડા ગામની છે. મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાના કુકરમુંડા ગામના જૂના બેજ ગામે એક ભેદી અને વિચિત્ર ખાડો પડ્યો છે. ભેદી ખાડો પાડવાની ઘટના ઉકાઈ જળાશય વિસ્તારની છે અને તેને લઈને સમગ્ર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં જુદી-જુદી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉકાઈ જળાશય વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે તાપી કિનારા તરફ જવાની પગદંડી પર એક ભેદી ખાડો પડ્યો. આ ખાડો આશરે 10 થી 15 ફૂટનો હોવાનું અનુમાન છે. ખાડો પાડવાની ઘટના સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ચર્ચાઓનું બજાર ગરમાઈ ગયું છે.આ ભેદી ખાડો એટલા માટે ચર્ચાનો વિષે બન્યો છે કારણ કે આ ખાડામાં વર્ષો જૂના ખાડામાં અંદર ભોંયરા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઈને ગ્રામજનોમાં કુહુતલ ફેલાયું છે. જોકે, કેટલાક યુવાનોએ આ ખાડાની અંદર ઉતરીને તપાસ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ ખાડા માંથી કોઈ ભેદી વસ્તુ નહોતી મળી આવી હતી. જોકે, ભેદી ખાડો અને તેની સંરચના જોઈને આ ખાડાની અંદર આવેલા ભોંયરામાં વર્ષો જુની સંસ્કૃતિના અવશેષ હોવાનું ગ્રામજનોનું માનવું છે.

Tapi Breaking: કુકરમુંડા ગામે ભેદી ખાડો પડતાં ચર્ચાઓનું બજાર ગરમાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉકાઇ જળાશય વિસ્તારમાં પડ્યો ખાડો
  • જળાશાય વિસ્તારમાં 15 ફૂટનો ખાડો પડ્યો
  • ખાડામાં વર્ષો જૂનુ ભોંયરૂ હોવાનું અનુમાન

ગુજરાતના ઘણા સ્થળોએથી ઐતિહાસિક અને પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ત્યારે તાપીના એક ગામમાં એક એવો ભેદી ખાડો પડ્યો કે ફરી એકવાર પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટના તાપી જિલ્લાના કુકરમુંડા ગામની છે.


મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાના કુકરમુંડા ગામના જૂના બેજ ગામે એક ભેદી અને વિચિત્ર ખાડો પડ્યો છે. ભેદી ખાડો પાડવાની ઘટના ઉકાઈ જળાશય વિસ્તારની છે અને તેને લઈને સમગ્ર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં જુદી-જુદી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉકાઈ જળાશય વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે તાપી કિનારા તરફ જવાની પગદંડી પર એક ભેદી ખાડો પડ્યો. આ ખાડો આશરે 10 થી 15 ફૂટનો હોવાનું અનુમાન છે. ખાડો પાડવાની ઘટના સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ચર્ચાઓનું બજાર ગરમાઈ ગયું છે.


આ ભેદી ખાડો એટલા માટે ચર્ચાનો વિષે બન્યો છે કારણ કે આ ખાડામાં વર્ષો જૂના ખાડામાં અંદર ભોંયરા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઈને ગ્રામજનોમાં કુહુતલ ફેલાયું છે. જોકે, કેટલાક યુવાનોએ આ ખાડાની અંદર ઉતરીને તપાસ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ ખાડા માંથી કોઈ ભેદી વસ્તુ નહોતી મળી આવી હતી. જોકે, ભેદી ખાડો અને તેની સંરચના જોઈને આ ખાડાની અંદર આવેલા ભોંયરામાં વર્ષો જુની સંસ્કૃતિના અવશેષ હોવાનું ગ્રામજનોનું માનવું છે.