Valsad News: પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ, મહિલાઓએ સરપંચ સામે માટલા ફોડ્યા

અતુલ ગામે મહિલાઓનો પાણી મુદ્દે વિરોધ 3થી 4 ફળિયામાં દુષિત પાણીથી સ્થાનિકોમાં રોષ મહિલાઓએ સરપંચ સામે માટલા ફોડી નોંધાવ્યો વિરોધવલસાડના અતુલ ગામ ખાતે પીવાના પાણી મુદ્દે ગામની મહિલાઓએ ઉગ્ર વિરોધ કરી સરપંચ પાસે પાણીની માંગ કરી હતી.ગામથી રેલી કાઢી સરપંચના ઘરે પહોંચેલી મહિલાઓએ હલ્લાબોલ કરી સરપંચની હાજરીમાં માટલા ફોડી વિરોધ કર્યો હતોમહિલાઓ ભેગી થઈ અને રેલી કાઢી સરપંચના ઘરે પહોંચી હતી  વલસાડના અતુલ ગામમાં ત્રણથી ચાર જેટલા ફળિયામાં વર્ષોથી પીવાનું પાણી ન આવતા લોકોની વારંવારની રજૂઆત થતા સરપંચ અને ઉપસરપંચ તેઓની રજૂઆત ન સાંભળતા અને તેઓની અવગણના કરતા આખરે ગામની મહિલાઓ ભેગી થઈ અને રેલી કાઢી સરપંચના ઘરે પહોંચી હતી મોટી સંખ્યામાં પહોંચેલી મહિલાઓએ માટલા ફોડી હલ્લાબોલ કરી સરપંચની સામે પીવાના પાણી માટે ઉગ્ર રજૂઆત કરી પીવાના પાણીની માંગ કરી હતી પાણી અનિયમિત આવતું હોવાની સમસ્યા સર્જાય છે અતુલ ગામના ત્રણથી ચાર જેટલા ફળિયામાં પીવાનું પાણી અનિયમિત આવતું હોવાની સમસ્યા સર્જાય છે મોટાભાગના ઘરોમાં ગંદુ પાણી આવતું હોવાનું મહિલાઓનો આક્ષેપ છે તો ગામમાં ત્રણથી ચાર જેટલા ફળિયાને છોડીને અન્ય બીજા ફળિયાઓમાં 24 કલાક પાણી આપવામાં આવે છે જેને કારણે આદિવાસી વિસ્તારના ફળિયાઓમાં લોકો સાથે અન્યાય થતો હોવાનું પણ સામે આવ્યું છે પાર નદીમાંથી પાણીની પાઇપલાઇન અતુલ ગામ સુધી નવી નાખવામાં આવ્યા છતાં અતુલ ગામના ત્રણથી ચાર જેટલા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છેઅતુલ ગામના ત્રણથી ચાર જેટલા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે બીજી તરફ મહિલાઓની રજૂઆત ને સાંભળી સરપંચે પણ ઓપરેટરનો ખો આપી મામલો થાળે પડ્યો હતો સરપંચ નું કહેવું છે કે ઓપરેટરની સમસ્યાને લઈને પાણી નિયમિત નથી પહોંચતું આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ લાવી લોકોના ઘરે પાણી પહોંચતું કરીશું અત્યારે ગામ લોકોને એ જ માંગશે કે 24 કલાક તેઓને પાણી ઘરે ઘર મળવું જોઈએ તેઓની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થવો જોઈએ નહીં  

Valsad News: પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ, મહિલાઓએ સરપંચ સામે માટલા ફોડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અતુલ ગામે મહિલાઓનો પાણી મુદ્દે વિરોધ
  • 3થી 4 ફળિયામાં દુષિત પાણીથી સ્થાનિકોમાં રોષ
  • મહિલાઓએ સરપંચ સામે માટલા ફોડી નોંધાવ્યો વિરોધ

વલસાડના અતુલ ગામ ખાતે પીવાના પાણી મુદ્દે ગામની મહિલાઓએ ઉગ્ર વિરોધ કરી સરપંચ પાસે પાણીની માંગ કરી હતી.ગામથી રેલી કાઢી સરપંચના ઘરે પહોંચેલી મહિલાઓએ હલ્લાબોલ કરી સરપંચની હાજરીમાં માટલા ફોડી વિરોધ કર્યો હતો

મહિલાઓ ભેગી થઈ અને રેલી કાઢી સરપંચના ઘરે પહોંચી હતી 


વલસાડના અતુલ ગામમાં ત્રણથી ચાર જેટલા ફળિયામાં વર્ષોથી પીવાનું પાણી ન આવતા લોકોની વારંવારની રજૂઆત થતા સરપંચ અને ઉપસરપંચ તેઓની રજૂઆત ન સાંભળતા અને તેઓની અવગણના કરતા આખરે ગામની મહિલાઓ ભેગી થઈ અને રેલી કાઢી સરપંચના ઘરે પહોંચી હતી મોટી સંખ્યામાં પહોંચેલી મહિલાઓએ માટલા ફોડી હલ્લાબોલ કરી સરપંચની સામે પીવાના પાણી માટે ઉગ્ર રજૂઆત કરી પીવાના પાણીની માંગ કરી હતી


 પાણી અનિયમિત આવતું હોવાની સમસ્યા સર્જાય છે

અતુલ ગામના ત્રણથી ચાર જેટલા ફળિયામાં પીવાનું પાણી અનિયમિત આવતું હોવાની સમસ્યા સર્જાય છે મોટાભાગના ઘરોમાં ગંદુ પાણી આવતું હોવાનું મહિલાઓનો આક્ષેપ છે તો ગામમાં ત્રણથી ચાર જેટલા ફળિયાને છોડીને અન્ય બીજા ફળિયાઓમાં 24 કલાક પાણી આપવામાં આવે છે જેને કારણે આદિવાસી વિસ્તારના ફળિયાઓમાં લોકો સાથે અન્યાય થતો હોવાનું પણ સામે આવ્યું છે પાર નદીમાંથી પાણીની પાઇપલાઇન અતુલ ગામ સુધી નવી નાખવામાં આવ્યા છતાં અતુલ ગામના ત્રણથી ચાર જેટલા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે


અતુલ ગામના ત્રણથી ચાર જેટલા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે

બીજી તરફ મહિલાઓની રજૂઆત ને સાંભળી સરપંચે પણ ઓપરેટરનો ખો આપી મામલો થાળે પડ્યો હતો સરપંચ નું કહેવું છે કે ઓપરેટરની સમસ્યાને લઈને પાણી નિયમિત નથી પહોંચતું આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ લાવી લોકોના ઘરે પાણી પહોંચતું કરીશું અત્યારે ગામ લોકોને એ જ માંગશે કે 24 કલાક તેઓને પાણી ઘરે ઘર મળવું જોઈએ તેઓની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થવો જોઈએ નહીં