Suratના માંડવીમાં વાવ્યા નદી બની ગાંડીતૂર,પુલ પર ફરી વળ્યા વરસાદી પાણી

રસ્તા પર વાવ્યા ખાડીના પાણીમાં ફરી વળ્યા ઉશ્કેરથી મુંજલાવ જતો માર્ગ પાણીમાં ગરકાવ રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો માંડવીના મુજલાવ ખાતે આવેલ વાવ્યા ખાડી નદી ગાંડીતૂર બની છે.ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર વાવ્યા ખાડીના પાણીમાં ફરી વળ્યા છે.તો વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે.બોધાનથી મુજલાવ ને જોડતા 8 જેટલાં ગામો થયાં સંપર્ક વિહોણા.રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો છે.લોકો 10 થી 15 કીમીનો ચકરાવો ફરવા માટે મજબૂર બન્યા છે.સુરતમાં ધમાકેદાર વરસાદ સુરત જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે સુરતના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે સુરતના સિંગળપોર ચાર રસ્તો ભારે વરસાદને પગલે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. સાથે જ વેડરોડ થી સિંગળપોરને જોડતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સુરતના કીમ ચાર રસ્તા નજીક કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ભરાયા પાણી છે. જેમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ અવિરત પણે પડેલા વરસાદે સુરતના ઓલપાડની કુડસદ GIDCમાં પાણી ભરાયા છે. તેમજ GIDCના શોપિંગ સેન્ટર અને મુખ્યમાર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે લોકો પાણીમાં ઉતરી વરસાદની મજા માણી રહ્યા છે. સુરત શહેરમાં પહેલા વરસાદે જ સમગ્ર સુરત શહેરને બાનમાં લીધુ છે. અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. શહેરમાં બોટ ફરતી થઈ ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સુરતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પલસાણામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સુરત શહેર પણ ચાર ઈંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું છે, અને શહેરમાં બોટ ફરતી જોવા મળી છે.

Suratના માંડવીમાં વાવ્યા નદી બની ગાંડીતૂર,પુલ પર ફરી વળ્યા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રસ્તા પર વાવ્યા ખાડીના પાણીમાં ફરી વળ્યા
  • ઉશ્કેરથી મુંજલાવ જતો માર્ગ પાણીમાં ગરકાવ
  • રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો

માંડવીના મુજલાવ ખાતે આવેલ વાવ્યા ખાડી નદી ગાંડીતૂર બની છે.ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર વાવ્યા ખાડીના પાણીમાં ફરી વળ્યા છે.તો વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે.બોધાનથી મુજલાવ ને જોડતા 8 જેટલાં ગામો થયાં સંપર્ક વિહોણા.રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો છે.લોકો 10 થી 15 કીમીનો ચકરાવો ફરવા માટે મજબૂર બન્યા છે.

સુરતમાં ધમાકેદાર વરસાદ

સુરત જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે સુરતના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે સુરતના સિંગળપોર ચાર રસ્તો ભારે વરસાદને પગલે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. સાથે જ વેડરોડ થી સિંગળપોરને જોડતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સુરતના કીમ ચાર રસ્તા નજીક કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ભરાયા પાણી છે. જેમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

અવિરત પણે પડેલા વરસાદે સુરતના ઓલપાડની કુડસદ GIDCમાં પાણી ભરાયા છે. તેમજ GIDCના શોપિંગ સેન્ટર અને મુખ્યમાર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે લોકો પાણીમાં ઉતરી વરસાદની મજા માણી રહ્યા છે. સુરત શહેરમાં પહેલા વરસાદે જ સમગ્ર સુરત શહેરને બાનમાં લીધુ છે. અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે.

શહેરમાં બોટ ફરતી થઈ

ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સુરતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પલસાણામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સુરત શહેર પણ ચાર ઈંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું છે, અને શહેરમાં બોટ ફરતી જોવા મળી છે.