શામળાજીના દેવનીમોરી ગામના ડુંગર ઉપર લાગી આગ

એક કિલોમીટરનો ડુંગર વિસ્તાર આગની ઝપેટમાં આગ લાગવાનું કારણ અકબંધ છે વોટર વર્કસ પ્લાન્ટ માટે પણ જોખમ ઉભુ થયુ શામળાજીના દેવનીમોરી ગામના ડુંગર ઉપર આગ લાગી છે. જેમાં આગ લાગતા વનરાજીને નુકશાન થયુ છે. તેમજ એક કિલોમીટરનો ડુંગર વિસ્તાર આગની ઝપેટમાં આવ્યો છે. તથા આગ લાગવાનું કારણ અકબંધ છે. નજીકમાં આવેલા વોટર વર્કસ પ્લાન્ટ માટે પણ જોખમ ઉભુ થયુ છે. દર વર્ષે ડુંગર પર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે વનવિભાગ વારંવાર લાગતી આગ બાબતે સતર્ક બને એવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે. દર વર્ષે ડુંગર પર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જાણી જોઈને કોઈ ડુંગર સળગાવતું હોય અથવા વન વિભાગની નિષ્કાળજી હોય, પરંતુ હોળીના તહેવાર બાદ ડુંગરો પર લાગતી આગથી વનરાજી નષ્ટ થઈ જાય છે. ત્યારે તાજેતરમાં પણ જિલ્લામાં ડુંગર પર આગની ઘટના સામે આવી હતી. મોડાસાના બોલુન્દ્રા ગામે ગામને અડીને ડુંગરો પર આગ મોડાસાના બોલુન્દ્રા ગામે ગામને અડીને મોટા મોટા ડુંગરો આવેલા છે. ત્યારે રાત્રી દરમિયાન ડુંગર ઉપરથી શરૂઆતમાં ધુમાડા નીકળતા જણાયા હતા અને એકાદ કલાકમાં આગ વિકરાળ બનતી ગઈ હતી. આખો ડુંગર જાણે રોશની કરી હોય એમ આગથી આખો ડુંગર ભડભડ સળગવા લાગ્યો હતો. રાત્રે 9 વાગ્યા આસપાસ આગ ડુંગર ઉપરથી છેક નીચે વસવાટ સુધી પહોંચી હતી. ગામ અગ્રણી દ્વારા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગ પણ તરત જ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

શામળાજીના દેવનીમોરી ગામના ડુંગર ઉપર લાગી આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક કિલોમીટરનો ડુંગર વિસ્તાર આગની ઝપેટમાં
  • આગ લાગવાનું કારણ અકબંધ છે
  • વોટર વર્કસ પ્લાન્ટ માટે પણ જોખમ ઉભુ થયુ
શામળાજીના દેવનીમોરી ગામના ડુંગર ઉપર આગ લાગી છે. જેમાં આગ લાગતા વનરાજીને નુકશાન થયુ છે. તેમજ એક કિલોમીટરનો ડુંગર વિસ્તાર આગની ઝપેટમાં આવ્યો છે. તથા આગ લાગવાનું કારણ અકબંધ છે. નજીકમાં આવેલા વોટર વર્કસ પ્લાન્ટ માટે પણ જોખમ ઉભુ થયુ છે.

દર વર્ષે ડુંગર પર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે
વનવિભાગ વારંવાર લાગતી આગ બાબતે સતર્ક બને એવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે. દર વર્ષે ડુંગર પર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જાણી જોઈને કોઈ ડુંગર સળગાવતું હોય અથવા વન વિભાગની નિષ્કાળજી હોય, પરંતુ હોળીના તહેવાર બાદ ડુંગરો પર લાગતી આગથી વનરાજી નષ્ટ થઈ જાય છે. ત્યારે તાજેતરમાં પણ જિલ્લામાં ડુંગર પર આગની ઘટના સામે આવી હતી.

મોડાસાના બોલુન્દ્રા ગામે ગામને અડીને ડુંગરો પર આગ
મોડાસાના બોલુન્દ્રા ગામે ગામને અડીને મોટા મોટા ડુંગરો આવેલા છે. ત્યારે રાત્રી દરમિયાન ડુંગર ઉપરથી શરૂઆતમાં ધુમાડા નીકળતા જણાયા હતા અને એકાદ કલાકમાં આગ વિકરાળ બનતી ગઈ હતી. આખો ડુંગર જાણે રોશની કરી હોય એમ આગથી આખો ડુંગર ભડભડ સળગવા લાગ્યો હતો. રાત્રે 9 વાગ્યા આસપાસ આગ ડુંગર ઉપરથી છેક નીચે વસવાટ સુધી પહોંચી હતી. ગામ અગ્રણી દ્વારા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગ પણ તરત જ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.