વાણીવિલાસ વચ્ચે પરશોત્તમ રૂપાલા 3 એપ્રિલે જઈ શકે છે દિલ્હી

3 એપ્રિલે કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં રૂપાલા રહેશે ઉપસ્થિત કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે થઈ શકે છે બેઠક હાઈ કમાન્ડ સાથે રૂપાલાની થઈ શકે છે બેઠકકેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના જાહેર મંચ પરથી કરવામાં આવેલા નિવેદને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસના કારણે રાજ્યમાં ખૂણે-ખૂણે ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરોષત્તોમ રૂપાલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્રીય મંત્રીએ તેમના નિવેદનને લઈ એકવાર વીડિયો મારફતે અને બીજીવાર જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તેમ છતાં રાજ્યમાં કેન્દ્રીય મંત્રીનો વિરોધ યથાવત છે.માહિતી મળી રહી છે કે પરશોત્તમ રૂપાલા વાણીવિલાસ વચ્ચે દિલ્હીનું તેડું આવી શકે છે. 3 એપ્રિલે કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં ઉપસ્થિત રહેવાની અટકળો તેજ થઇ રહી છે. કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે બેઠકમાં રૂપાલાના જાહેર મંચ પર વાણીવિલાસ કર્યાને લઇ ચર્ચા થઇ શકે છે. સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાઈ કમાન્ડ સાથે રૂપાલાની બેઠક થઈ શકે છે અને ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે નિર્ણય લેવાઈ શકે છે.દ્વારકામાં આજરોજ રાજપૂત સમાજની મહિલાઓ મેદાનમાં આવી છે. તેમણે કેન્દ્રીય મંત્રીની લોકસભા ઉમેદવાર તરીકેની ટિકિટ રદ કરવા માટે માગ ઉઠી છે. તે ઉપરાંત મહિલાઓ દ્વારા કેન્દ્રીય મંત્રીના વિરોધ કરતા પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે. દ્વારકામાં ખંભાળિયાના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રીનો વિરોધ કરતા પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવામાં નહીં, આવે તો લોકસભા ચૂંટણી 2024નો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનથી રસ્તાજામભાવનગરમાં યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીના નિવેદનની ટીકા કરીને વિરોધ જાહેર કરાયો છે. ભાવનગર જિલ્લામાં આખલોલ જકાતનાકા પાસે ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા રસ્તોજામ કરવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ સુત્રોચ્ચાર અને પોસ્ટર મારફતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તાત્કાલિક ધોરણે બોરતળાવ પોલીસે આ વિરોધ પ્રદર્શનની અટકાયત કરી હતી.રૂપાલાના વાણીવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષરૂપાલાના વાણીવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ છે તેમનું કહેવું છે કે, રાજપૂત સમાજ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ ઉપર અડગ છે, સમાજને ભાજપ સામે વાંધો નથી, સમાજ પોતાના માટે પણ ટિકીટ માંગતો નથી, કોઈને પણ ટિકીટ આપો - રૂપાલાએ જે બકાટ કર્યો છે એ માફીને પાત્ર નથી - સજાને પાત્ર છે, રુપાલાની ધરપકડ થવી જોઈએ તેના બદલે પોલીસ સમાજની મહિલાઓની અટકાયત કરે છે.

વાણીવિલાસ વચ્ચે પરશોત્તમ રૂપાલા 3 એપ્રિલે જઈ શકે છે દિલ્હી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 એપ્રિલે કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં રૂપાલા રહેશે ઉપસ્થિત
  • કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે થઈ શકે છે બેઠક
  • હાઈ કમાન્ડ સાથે રૂપાલાની થઈ શકે છે બેઠક

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના જાહેર મંચ પરથી કરવામાં આવેલા નિવેદને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસના કારણે રાજ્યમાં ખૂણે-ખૂણે ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરોષત્તોમ રૂપાલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્રીય મંત્રીએ તેમના નિવેદનને લઈ એકવાર વીડિયો મારફતે અને બીજીવાર જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તેમ છતાં રાજ્યમાં કેન્દ્રીય મંત્રીનો વિરોધ યથાવત છે.

માહિતી મળી રહી છે કે પરશોત્તમ રૂપાલા વાણીવિલાસ વચ્ચે દિલ્હીનું તેડું આવી શકે છે. 3 એપ્રિલે કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં ઉપસ્થિત રહેવાની અટકળો તેજ થઇ રહી છે. કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે બેઠકમાં રૂપાલાના જાહેર મંચ પર વાણીવિલાસ કર્યાને લઇ ચર્ચા થઇ શકે છે. સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાઈ કમાન્ડ સાથે રૂપાલાની બેઠક થઈ શકે છે અને ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે નિર્ણય લેવાઈ શકે છે.

દ્વારકામાં આજરોજ રાજપૂત સમાજની મહિલાઓ મેદાનમાં આવી છે. તેમણે કેન્દ્રીય મંત્રીની લોકસભા ઉમેદવાર તરીકેની ટિકિટ રદ કરવા માટે માગ ઉઠી છે. તે ઉપરાંત મહિલાઓ દ્વારા કેન્દ્રીય મંત્રીના વિરોધ કરતા પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે. દ્વારકામાં ખંભાળિયાના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રીનો વિરોધ કરતા પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવામાં નહીં, આવે તો લોકસભા ચૂંટણી 2024નો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનથી રસ્તાજામ

ભાવનગરમાં યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીના નિવેદનની ટીકા કરીને વિરોધ જાહેર કરાયો છે. ભાવનગર જિલ્લામાં આખલોલ જકાતનાકા પાસે ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા રસ્તોજામ કરવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ સુત્રોચ્ચાર અને પોસ્ટર મારફતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તાત્કાલિક ધોરણે બોરતળાવ પોલીસે આ વિરોધ પ્રદર્શનની અટકાયત કરી હતી.

રૂપાલાના વાણીવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ

રૂપાલાના વાણીવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ છે તેમનું કહેવું છે કે, રાજપૂત સમાજ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ ઉપર અડગ છે, સમાજને ભાજપ સામે વાંધો નથી, સમાજ પોતાના માટે પણ ટિકીટ માંગતો નથી, કોઈને પણ ટિકીટ આપો - રૂપાલાએ જે બકાટ કર્યો છે એ માફીને પાત્ર નથી - સજાને પાત્ર છે, રુપાલાની ધરપકડ થવી જોઈએ તેના બદલે પોલીસ સમાજની મહિલાઓની અટકાયત કરે છે.