SURENDRANAGAR NEWS: ચોટીલા સણોસરાગામના કોન્ટ્રાક્ટરનું નાણાકીય લેતીદેતીમાં અપહરણ કરી ખંડણી માંગી

આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશુંભોગ બનનારની ચોટીલા પોલીસ મથકે ખેરાણાના 3 શખ્સો સામે ફરિયાદ અજયે ફોન કરી કીશનભાઈને સણોસરાની ગ્રામીણ બેંક પાસે બોલાવ્યા ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહેતા 23 વર્ષીય કિશનભાઈ કમાભાઈ કટેશીયા શકિત કન્સ્ટ્રકશન નામે કોન્ટ્રાકટનું કામ કરે છે. હાલ તેઓનું રાજકોટ સ્માર્ટ સિટીમાં પાઈપલાઈનનું કામ ચાલે છે. ત્રણેક માસ પહેલા ખેરાણાનો અજય જશકુભાઈ ધાધલ રાતના સમયે તેમના ઘરે આવ્યો હતો. અને તારા નામે રણજીત ગભરૂભાઈ ધાધલે મારી પાસેથી રૂ. 20 હજાર ઉછીના લીધા છે. જે તું આપી દે તેમ કહ્યુ હતુ. જેમાં કીશનભાઈએ મેં રૂપિયા લીધા નથી, અને મેં રણજીતને મારા નામે લેવાનું કીધુ નથી, તમે મને કેમ હેરાન કરો છો. તેમ કહ્યુ હતુ. બાદમાં તા. 16મી મેએ રાત્રે અજયે ફોન કરી કીશનભાઈને સણોસરાની ગ્રામીણ બેંક પાસે બોલાવ્યા હતા. અને કાળા કલરની સ્કોર્પીયો કારમાં અજય ધાધલ, રણજીત ધાધલ અને અજયના કાકાના દીકરાએ બળજબરી પુર્વક કીશનભાઈને કારમાં બેસાડી અપહરણ કર્યુ હતુ. જેમાં કાર અજયના કાકાનો દીકરો ચલાવતો હતો. અને પાછળની સીટ પર બન્ને શખ્સો કિશનભાઈને ઢીકાપાટુનો માર મારતા હતા. આ દરમિયાન અજયે છરી કાઢી કિશનભાઈ ગળા પર રાખી આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશુ તેમ કહી કન્સ્ટ્રકશનના કામમાં અડધા રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં કિશનભાઈને પૈસા દેવાની હા પાડતા કાર ધીમી કરી તેઓને બહાર ઉતારી તેમના મોબાઈલનો ઘા કરી દીધો હતો. બનાવની ચોટીલા પોલીસ મથકે ખેરાણાના અજય જશકુભાઈ ધાધલ, રણજીત ગભરૂભાઈ ધાલધ અને અજયના કાકાના દિકરા સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.

SURENDRANAGAR NEWS: ચોટીલા સણોસરાગામના કોન્ટ્રાક્ટરનું નાણાકીય લેતીદેતીમાં અપહરણ કરી ખંડણી માંગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશું
  • ભોગ બનનારની ચોટીલા પોલીસ મથકે ખેરાણાના 3 શખ્સો સામે ફરિયાદ
  • અજયે ફોન કરી કીશનભાઈને સણોસરાની ગ્રામીણ બેંક પાસે બોલાવ્યા

ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહેતા 23 વર્ષીય કિશનભાઈ કમાભાઈ કટેશીયા શકિત કન્સ્ટ્રકશન નામે કોન્ટ્રાકટનું કામ કરે છે. હાલ તેઓનું રાજકોટ સ્માર્ટ સિટીમાં પાઈપલાઈનનું કામ ચાલે છે. ત્રણેક માસ પહેલા ખેરાણાનો અજય જશકુભાઈ ધાધલ રાતના સમયે તેમના ઘરે આવ્યો હતો. અને તારા નામે રણજીત ગભરૂભાઈ ધાધલે મારી પાસેથી રૂ. 20 હજાર ઉછીના લીધા છે. જે તું આપી દે તેમ કહ્યુ હતુ. જેમાં કીશનભાઈએ મેં રૂપિયા લીધા નથી, અને મેં રણજીતને મારા નામે લેવાનું કીધુ નથી, તમે મને કેમ હેરાન કરો છો. તેમ કહ્યુ હતુ. બાદમાં તા. 16મી મેએ રાત્રે અજયે ફોન કરી કીશનભાઈને સણોસરાની ગ્રામીણ બેંક પાસે બોલાવ્યા હતા. અને કાળા કલરની સ્કોર્પીયો કારમાં અજય ધાધલ, રણજીત ધાધલ અને અજયના કાકાના દીકરાએ બળજબરી પુર્વક કીશનભાઈને કારમાં બેસાડી અપહરણ કર્યુ હતુ.

જેમાં કાર અજયના કાકાનો દીકરો ચલાવતો હતો. અને પાછળની સીટ પર બન્ને શખ્સો કિશનભાઈને ઢીકાપાટુનો માર મારતા હતા. આ દરમિયાન અજયે છરી કાઢી કિશનભાઈ ગળા પર રાખી આ છરી કોઈની સગી નહીં થાય, તને જાનથી મારી નાંખીશુ તેમ કહી કન્સ્ટ્રકશનના કામમાં અડધા રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં કિશનભાઈને પૈસા દેવાની હા પાડતા કાર ધીમી કરી તેઓને બહાર ઉતારી તેમના મોબાઈલનો ઘા કરી દીધો હતો. બનાવની ચોટીલા પોલીસ મથકે ખેરાણાના અજય જશકુભાઈ ધાધલ, રણજીત ગભરૂભાઈ ધાલધ અને અજયના કાકાના દિકરા સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.