Rajkot News : રાજકોટ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર આવતીકાલે ભરશે ઉમેદવારી પત્રક

પરેશ ધાનાણી બપોરે 12:30 વાગ્યે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ભરશે ફોર્મ સભા પૂર્ણ કર્યા બાદ રાજકોટ કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરશે ભાજપની માફક કોંગ્રેસ પણ બહુમાળી ચોક ખાતે સભા યોજાશે રાજકોટ લોકસભાની બેઠક પર આખા ગુજરાતની નજર છે,ભાજપમાંથી રૂપાલાએ ફોર્મ ભર્યુ છે,તો કોગ્રેસમાંથી પરેશ ધાનાણી આવતીકાલે ફોર્મ ભરશે અને ત્યારબાદ બહુમાળી ચોકમાં સ્વાભિમાન સભાનું આયોજન કરાયુ છે.સભા બાદ રાજકોટ કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરશે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમાસાણ શરૂ થઈ ગયું છે.લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોના નામે 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જ્યારે હાલમાં એક તરફ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું હતું.પરેશ ધાનાણીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા પરેશ ધાનાણીએ 16 એપ્રિલના રોજ કાગવડ ખોડલધામ ખાતે બપોરે 3 કલાકે માતા ખોડીયારનાં આશીર્વાદ લઈ ચૂંટણી જંગના એલાનના શ્રી ગણેશ સાથે આગળ વધશે ખોડલધામ બાદ વિરપુર જલારામ મંદિર, દર્શન કરી રાજકોટ પધારતા વાજતે-ગાજતે કોંગ્રેસ આગેવાનોએ કાર્યકરોનુ સ્વાગત કર્યુ હતુ.રાજકોટમાં રામનાથ મહાદેવ દર્શન બાદ પેલેસ રોડ આશાપુરા માતાજી મંદિર દર્શન, વિશ્વકર્મા મંદિરનાં દર્શન બાદ વાંકાનેર ઉર્ષમાં હાજરી આપી વેલનાથ બાપુ માંધાતા બાપુ મંદિર થઈ પરત રાત્રે રાજકોટમાં રણછોડદાય બાપુ આશ્રમ, ગેબનશા પીર, જંકશન પ્લોટ, ડો.આબેડકર પ્રતિમા (હોસ્પિટલ ચોક), બાલાજી મંદિર (રાજેશ્ર્વરી ટોકીઝ)ના દર્શન કર્યા બાદ રાત્રે 10 કલાકે સ્વામી નારાયણ મંદિરમાં દર્શન કરી 10:45 કલાકે ચોટીલા પહોચ્યા હતા.પરેશ ધાનાણીએ 17 એપ્રિલના રોજ સવારે પોપટપરા, રામમંદિર, જુલેલાલ મંદિર, રાણીમા રૂડીમાં મંદિર, કબા ગાંધીનો ડેલો, બહુમાળી ભવન સરદાર પ્રતિમાને પુષ્પાંજલી બાદ રેસકોર્ષ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને મળ્યા હતા. બપોરે બે કલાકે પડધરી ટંકારા, થોરાળા સાંજે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે હવેલીના દર્શન રાત્રે મવડી દેવાયત બોહર બાદ નાગર બોર્ડિંગમાં કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર રૂપાલાએ ભર્યુ ફોર્મ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તનો સમય 12.39 નો હતો જોકે તેની જગ્યાએ 11.15 થી 11.30 ના લાભ ચોઘડિયામાં તેમણે ફોર્મ ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઊમટી પડયા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે. રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું.સોગંદનામામાં પતિ પત્ની પાસે પોણા 11.5 કરોડ રૂપિયા જંગમ મિલકત હોવાનું જણાવ્યું.વર્ષ 2022-23 માં પરસોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ હોવાનું દર્શાવ્યું.BSC, BED સુધી નો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું.હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું દર્શાવ્યું.કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું.

Rajkot News : રાજકોટ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર આવતીકાલે ભરશે ઉમેદવારી પત્રક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરેશ ધાનાણી બપોરે 12:30 વાગ્યે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ભરશે ફોર્મ
  • સભા પૂર્ણ કર્યા બાદ રાજકોટ કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરશે
  • ભાજપની માફક કોંગ્રેસ પણ બહુમાળી ચોક ખાતે સભા યોજાશે

રાજકોટ લોકસભાની બેઠક પર આખા ગુજરાતની નજર છે,ભાજપમાંથી રૂપાલાએ ફોર્મ ભર્યુ છે,તો કોગ્રેસમાંથી પરેશ ધાનાણી આવતીકાલે ફોર્મ ભરશે અને ત્યારબાદ બહુમાળી ચોકમાં સ્વાભિમાન સભાનું આયોજન કરાયુ છે.સભા બાદ રાજકોટ કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરશે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમાસાણ શરૂ થઈ ગયું છે.લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોના નામે 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જ્યારે હાલમાં એક તરફ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું હતું.

પરેશ ધાનાણીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા

પરેશ ધાનાણીએ 16 એપ્રિલના રોજ કાગવડ ખોડલધામ ખાતે બપોરે 3 કલાકે માતા ખોડીયારનાં આશીર્વાદ લઈ ચૂંટણી જંગના એલાનના શ્રી ગણેશ સાથે આગળ વધશે ખોડલધામ બાદ વિરપુર જલારામ મંદિર, દર્શન કરી રાજકોટ પધારતા વાજતે-ગાજતે કોંગ્રેસ આગેવાનોએ કાર્યકરોનુ સ્વાગત કર્યુ હતુ.રાજકોટમાં રામનાથ મહાદેવ દર્શન બાદ પેલેસ રોડ આશાપુરા માતાજી મંદિર દર્શન, વિશ્વકર્મા મંદિરનાં દર્શન બાદ વાંકાનેર ઉર્ષમાં હાજરી આપી વેલનાથ બાપુ માંધાતા બાપુ મંદિર થઈ પરત રાત્રે રાજકોટમાં રણછોડદાય બાપુ આશ્રમ, ગેબનશા પીર, જંકશન પ્લોટ, ડો.આબેડકર પ્રતિમા (હોસ્પિટલ ચોક), બાલાજી મંદિર (રાજેશ્ર્વરી ટોકીઝ)ના દર્શન કર્યા બાદ રાત્રે 10 કલાકે સ્વામી નારાયણ મંદિરમાં દર્શન કરી 10:45 કલાકે ચોટીલા પહોચ્યા હતા.પરેશ ધાનાણીએ 17 એપ્રિલના રોજ સવારે પોપટપરા, રામમંદિર, જુલેલાલ મંદિર, રાણીમા રૂડીમાં મંદિર, કબા ગાંધીનો ડેલો, બહુમાળી ભવન સરદાર પ્રતિમાને પુષ્પાંજલી બાદ રેસકોર્ષ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને મળ્યા હતા. બપોરે બે કલાકે પડધરી ટંકારા, થોરાળા સાંજે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે હવેલીના દર્શન રાત્રે મવડી દેવાયત બોહર બાદ નાગર બોર્ડિંગમાં કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના ઉમેદવાર રૂપાલાએ ભર્યુ ફોર્મ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તનો સમય 12.39 નો હતો જોકે તેની જગ્યાએ 11.15 થી 11.30 ના લાભ ચોઘડિયામાં તેમણે ફોર્મ ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઊમટી પડયા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે.

રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું

રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું.સોગંદનામામાં પતિ પત્ની પાસે પોણા 11.5 કરોડ રૂપિયા જંગમ મિલકત હોવાનું જણાવ્યું.વર્ષ 2022-23 માં પરસોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ હોવાનું દર્શાવ્યું.BSC, BED સુધી નો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું.હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું દર્શાવ્યું.કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું.