જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસના કારણે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન એક દિવસ પાછળ ઠેલાયું

Kshatriya Maha Sammelan : રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ના નેજા હેઠળ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે. જે આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે આગામી તારીખ 2જી મે ના દિવસે જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરના પ્રદર્શન મેદાનમાં તારીખ 2જી મેના સાંજે જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયેલો રહ્યો હોવાથી ક્ષત્રિય સમાજના સંમેલનના તારીખ અને સમયમાં ફેરફાર કરવા માટે જામનગરના જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તેમજ એસ.પી. પ્રેમસુખ ડેલુ સાથે અગત્યની બેઠક યોજાઇ હતી, જે બેઠકમાં આખરે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન તારીખ 2-5-2024 ના બદલે 3-5-2024 સાંજે યોજવાનું નક્કી કરાયું છે.જામનગરના કાલાવડમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધજામનગર જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, અને ગઈકાલે મોડી સાંજે કાલાવડમાં યોજાયેલા ભાજપના સંમેલન સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ 'જય ભવાની' ના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે હંગામા વચ્ચે પોલીસ તંત્ર દ્વારા અને ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી અને કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ સમયે કાર્યક્રમનો પ્રારંભ થાય તે પહેલાં ક્ષત્રિય સમાજના યુવાનોનું મોટુ ટોળું આવી પહોંચ્યું હતું, અને 'જય ભવાની' ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી ભાજપના સંમેલન સમયે ભારે હંગામો મચી ગયો હતો.સભા સ્થળની ફરતે ક્ષત્રિય સમાજે ઘેરો ઘાલીને વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા અનેક ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી અને કાલાવડ ટાઉન પોલીસ અને કાલાવડ ગ્રામ્ય પોલીસની મોટી ટુકડી આવી પહોંચી હતી, અને સંખ્યાબંધ ક્ષત્રિય યુવાનોની અટક કરી લેતાં આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ ભાજપનો કાર્યકર્મ મોકૂફ રાખવો પડ્યો હતો.

જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસના કારણે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન એક દિવસ પાછળ ઠેલાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kshatriya Maha Sammelan : રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ના નેજા હેઠળ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે. જે આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે આગામી તારીખ 2જી મે ના દિવસે જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરના પ્રદર્શન મેદાનમાં તારીખ 2જી મેના સાંજે જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયેલો રહ્યો હોવાથી ક્ષત્રિય સમાજના સંમેલનના તારીખ અને સમયમાં ફેરફાર કરવા માટે જામનગરના જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તેમજ એસ.પી. પ્રેમસુખ ડેલુ સાથે અગત્યની બેઠક યોજાઇ હતી, જે બેઠકમાં આખરે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન તારીખ 2-5-2024 ના બદલે 3-5-2024 સાંજે યોજવાનું નક્કી કરાયું છે.

જામનગરના કાલાવડમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ

જામનગર જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, અને ગઈકાલે મોડી સાંજે કાલાવડમાં યોજાયેલા ભાજપના સંમેલન સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ 'જય ભવાની' ના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે હંગામા વચ્ચે પોલીસ તંત્ર દ્વારા અને ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી અને કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.

કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ સમયે કાર્યક્રમનો પ્રારંભ થાય તે પહેલાં ક્ષત્રિય સમાજના યુવાનોનું મોટુ ટોળું આવી પહોંચ્યું હતું, અને 'જય ભવાની' ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી ભાજપના સંમેલન સમયે ભારે હંગામો મચી ગયો હતો.

સભા સ્થળની ફરતે ક્ષત્રિય સમાજે ઘેરો ઘાલીને વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા અનેક ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી અને કાલાવડ ટાઉન પોલીસ અને કાલાવડ ગ્રામ્ય પોલીસની મોટી ટુકડી આવી પહોંચી હતી, અને સંખ્યાબંધ ક્ષત્રિય યુવાનોની અટક કરી લેતાં આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ ભાજપનો કાર્યકર્મ મોકૂફ રાખવો પડ્યો હતો.