Vadodaraમાં ગોત્રી હરિનગર ચાર રસ્તા પાસેથી 4 શ્રમિકો 10 દિવસથી ગુમ

વડોદરા અને આંકલાવના 2-2 યુવક ગુમ પરિવાર પુત્રને શોધવા કરી રહ્યો છે રઝળપાટ 26 વર્ષીય ઈશાન ડાંગી 10 દિવસથી ગુમ વડોદરાના ગોત્રી વિસ્તારના હરિનગર ચાર રસ્તા ખાતે શ્રમજીવીઓ મજૂરી કામ શોધવા એકત્રિત થયા હતા અને અહીંથી 4 શ્રમજીવીઓ ગુમ થયા છે.જે પૈકી ઈશાન ડાંગી નામના શ્રમજીવીનો પરિવાર રઝળપાટ કરી રહ્યો છે અને પોલીસ વિભાગની મદદ મળે તે તરફ મીટ માંડીને બેઠો છે.જેતલપુર વિસ્તારમાં આવેલ વિશ્વાસ કોલોનીમાં રેશમ બેન ડાંગી બંગલામાં કામ કરે છે. તેમને 3 પુત્રો હતા જેમાં 26 વર્ષીય ઈશાન અને 22 વર્ષીય નયન છે અને એક પુત્ર મરણ પામ્યો છે.પોલીસ નથી કરી રહી સપોર્ટ બંગલામા કામ કરીને જ પુત્રોને મોટા કર્યા.જેમાં 26 વર્ષીય ઈશાન મજૂરી કરી ને માતા ને મદદ કરતો હતો.ગત 22 મે ના રોજ ઈશાન મજૂરી શોધવા ગોત્રીના હરિનગર ખાતે આવેલ કડીયા નાકા પર ગયો હતો.અને તે દિવસે તે પરત ન ફર્યો.ઈશાનના નાના ભાઈ નયન અને તેનો બનેવી 10 દિવસથી ગોત્રી વિસ્તારમાં ઈશાન નો ફોટો બતાવી ભાઈને શોધી રહ્યો છે.અકોટા પોલીસ મથકે ગુમ થયાની અરજી આપી છે.અને પોલીસ કહે છે કે તેના ભાઈનો ફોન એક્ટિવ થાય તો જ લોકેશનથી શોધી શકાય. મોબાઈલમાં ફોટો બતાવીને લોકોને પૂછે છે પરિવાર ઈશાન નો ભાઈ નયન પોતાના ભાઈ નો ફોટો મોબાઇલ માં બધાને બતાવે છે જેથી ભાઈ મળી જાય ત્યારે ગોત્રી હરિનગર ખાતે ચા ની લારી ચલાવતા કિસાન ભાઈએ જણાવ્યું કે અહીંથી 4 મજૂરો ગુમ થયા છે અને તેમના પરિવારજનો પણ પૂછવા આવે છે.મહત્વનું છે કે ઈશાન ડાંગી,દંતેશ્વરનો એક શ્રમજીવી અને આંકલાવના બે યુવાનો ગુમ થયા છે અને કોઈ ને ત્યાં કામ પર ગયા બાદ પરત ફર્યા ન હોઈ શકે તેવી આશંકાઓ પણ વ્યક્ત થઇ રહી છે ત્યારે પોલીસ એક્શનમાં આવે ત્યારે જ ખુલાસો થાય તેમ છે.

Vadodaraમાં ગોત્રી હરિનગર ચાર રસ્તા પાસેથી 4 શ્રમિકો 10 દિવસથી ગુમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા અને આંકલાવના 2-2 યુવક ગુમ
  • પરિવાર પુત્રને શોધવા કરી રહ્યો છે રઝળપાટ
  • 26 વર્ષીય ઈશાન ડાંગી 10 દિવસથી ગુમ

વડોદરાના ગોત્રી વિસ્તારના હરિનગર ચાર રસ્તા ખાતે શ્રમજીવીઓ મજૂરી કામ શોધવા એકત્રિત થયા હતા અને અહીંથી 4 શ્રમજીવીઓ ગુમ થયા છે.જે પૈકી ઈશાન ડાંગી નામના શ્રમજીવીનો પરિવાર રઝળપાટ કરી રહ્યો છે અને પોલીસ વિભાગની મદદ મળે તે તરફ મીટ માંડીને બેઠો છે.જેતલપુર વિસ્તારમાં આવેલ વિશ્વાસ કોલોનીમાં રેશમ બેન ડાંગી બંગલામાં કામ કરે છે. તેમને 3 પુત્રો હતા જેમાં 26 વર્ષીય ઈશાન અને 22 વર્ષીય નયન છે અને એક પુત્ર મરણ પામ્યો છે.

પોલીસ નથી કરી રહી સપોર્ટ

બંગલામા કામ કરીને જ પુત્રોને મોટા કર્યા.જેમાં 26 વર્ષીય ઈશાન મજૂરી કરી ને માતા ને મદદ કરતો હતો.ગત 22 મે ના રોજ ઈશાન મજૂરી શોધવા ગોત્રીના હરિનગર ખાતે આવેલ કડીયા નાકા પર ગયો હતો.અને તે દિવસે તે પરત ન ફર્યો.ઈશાનના નાના ભાઈ નયન અને તેનો બનેવી 10 દિવસથી ગોત્રી વિસ્તારમાં ઈશાન નો ફોટો બતાવી ભાઈને શોધી રહ્યો છે.અકોટા પોલીસ મથકે ગુમ થયાની અરજી આપી છે.અને પોલીસ કહે છે કે તેના ભાઈનો ફોન એક્ટિવ થાય તો જ લોકેશનથી શોધી શકાય.


મોબાઈલમાં ફોટો બતાવીને લોકોને પૂછે છે પરિવાર

ઈશાન નો ભાઈ નયન પોતાના ભાઈ નો ફોટો મોબાઇલ માં બધાને બતાવે છે જેથી ભાઈ મળી જાય ત્યારે ગોત્રી હરિનગર ખાતે ચા ની લારી ચલાવતા કિસાન ભાઈએ જણાવ્યું કે અહીંથી 4 મજૂરો ગુમ થયા છે અને તેમના પરિવારજનો પણ પૂછવા આવે છે.મહત્વનું છે કે ઈશાન ડાંગી,દંતેશ્વરનો એક શ્રમજીવી અને આંકલાવના બે યુવાનો ગુમ થયા છે અને કોઈ ને ત્યાં કામ પર ગયા બાદ પરત ફર્યા ન હોઈ શકે તેવી આશંકાઓ પણ વ્યક્ત થઇ રહી છે ત્યારે પોલીસ એક્શનમાં આવે ત્યારે જ ખુલાસો થાય તેમ છે.