Suratના કામરેજમાં કારમાં પોલીસની લાલ અને વાદળી લાઈટ લગાવનાર સામે કાર્યવાહી થઈ

કામરેજમાં મોડીફાઈ કારચાલકની અટકાયત લાલ, ભૂરી લાઈટો કારના આગળના ભાગે લગાવી હતી પોલીસ કાર્યવાહીથી મોડીફાઈ વાહનચાલકોમાં ફફડાટ સુરતમાં નિયમો નેવે મૂકી મોડીફાઈડ વાહનો કરતા વાહન ચાલકો ચેતી જજો.મોડીફાઈડ વાહનો લઇને રસ્તા પર નિકળતા ચાલકો વિરૂદ્ધ પોલીસ કરી રહી છે કાર્યવાહી.સુરતના કામરેજના દાદા ભગવાન મંદિર પાસેથી ગેર કાયદેસર મોડીફાઇડ કરેલ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે કેમકે કાર ચાલકે પોલીસ વાહનમાં ઉપયોગ લેવાતી લાલ - ભૂરી લાઈટો કારના આગળના ભાગે લગાવી હતી.પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીથી મોડિફાઇડ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સાળા બનેવી બાઈકની કરતા ચોરી પોતાના મોજશોખ માટે અને મોડી રાત્રે ફરવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી કૌટુંબિક સાળા-બનેવીની જોડી દ્વારા મોટરસાયકલ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. પોલીસે બાતમીના આધારે શાળા બનેવીને ઝડપી પાડી વાહન ચોરીના બાર ગુના ઉકેલવામાં સફળતા મળી છે. નવસારીમાં બુલેટ ચાલક સામે કાર્યવાહી રાજયમાં બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખુબ ફેરવી રહ્યા છે. ત્યારે નવસારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ એકશનમાં આવી છે. નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી ૩૫ બુલેટ વાહનો ડીટેઈન કરેલ છે. નવસારીમાં આડેધડ ધૂમ સ્ટાઈલથી મોટર સાયકલ દોડવાને કારણે રસ્તા પર રાહદારીઓને હાલાકી પડે છે. જેને લઈને નવસારી જીલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી. નવસારી પોલીસે શહેરમાંથી બેફામ નીકળતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

Suratના કામરેજમાં કારમાં પોલીસની લાલ અને વાદળી લાઈટ લગાવનાર સામે કાર્યવાહી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કામરેજમાં મોડીફાઈ કારચાલકની અટકાયત
  • લાલ, ભૂરી લાઈટો કારના આગળના ભાગે લગાવી હતી
  • પોલીસ કાર્યવાહીથી મોડીફાઈ વાહનચાલકોમાં ફફડાટ

સુરતમાં નિયમો નેવે મૂકી મોડીફાઈડ વાહનો કરતા વાહન ચાલકો ચેતી જજો.મોડીફાઈડ વાહનો લઇને રસ્તા પર નિકળતા ચાલકો વિરૂદ્ધ પોલીસ કરી રહી છે કાર્યવાહી.સુરતના કામરેજના દાદા ભગવાન મંદિર પાસેથી ગેર કાયદેસર મોડીફાઇડ કરેલ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે કેમકે કાર ચાલકે પોલીસ વાહનમાં ઉપયોગ લેવાતી લાલ - ભૂરી લાઈટો કારના આગળના ભાગે લગાવી હતી.પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીથી મોડિફાઇડ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

સાળા બનેવી બાઈકની કરતા ચોરી

પોતાના મોજશોખ માટે અને મોડી રાત્રે ફરવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી કૌટુંબિક સાળા-બનેવીની જોડી દ્વારા મોટરસાયકલ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. પોલીસે બાતમીના આધારે શાળા બનેવીને ઝડપી પાડી વાહન ચોરીના બાર ગુના ઉકેલવામાં સફળતા મળી છે.


નવસારીમાં બુલેટ ચાલક સામે કાર્યવાહી

રાજયમાં બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખુબ ફેરવી રહ્યા છે. ત્યારે નવસારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ એકશનમાં આવી છે. નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી ૩૫ બુલેટ વાહનો ડીટેઈન કરેલ છે. નવસારીમાં આડેધડ ધૂમ સ્ટાઈલથી મોટર સાયકલ દોડવાને કારણે રસ્તા પર રાહદારીઓને હાલાકી પડે છે. જેને લઈને નવસારી જીલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી. નવસારી પોલીસે શહેરમાંથી બેફામ નીકળતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.