Junagadh News :16 જૂનથી સિંહોનું વેકેશન,ગિરનાર અભ્યારણ, ગીર નેશનલ પાર્ક રહેશે બંધ

પ્રવાસીઓ માટે સફારી રૂટ ચાર મહિના કરાશે બંધ ચોમાસામાં સિંહોનો સંવનનકાળ આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે જૂનાગઢ એક તરફ શાળાઓમાં વેકેશન પૂર્ણ થવાનો સમય આવી ગયો તો બીજી તરફ સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થવામાં છે. આગામી તા.16 જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થવા જઈ રહ્યું છે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે. આ વેકેશનના ચાર માસ સિંહોનો સંવનનકાળ કહેવામાં આવે છે. ગીર નેશનલ પાર્કમાં 16 જૂનથી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહના દર્શન કરી શકાશે નહી એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગણાતા ગીર નેશનલ પાર્કમાં 16 જૂનથી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહના દર્શન કરી શકાશે નહી, હકીકતમાં સિંહોનો મેટિંગ સમય હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોમ્બર સુધી સિંહોના સંવનનકાળ ચાલતો હોવાથી આ ચાર મહિના સુધી સિંહોનું વેકેશન રહે છે. આથી આ દરમિયાન પ્રવાસીઓ માટે દેવળિયા પાર્ક ખુલ્લું રહે છે.ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે ચોમાસાની સિઝનમાં સિંહ સહીત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડી જશે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સીઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે.15 જૂનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચેતે માટે વન વિભાગ દ્વારા 15 જૂનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 16 ઓકટોબરે પૂર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જો કે દેવળીયા સફરી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. ચાર માસ સુધી સાસણમાં ધંધા-રોજગારને પણ અસર પહોંચે છે.

Junagadh News :16 જૂનથી સિંહોનું વેકેશન,ગિરનાર અભ્યારણ, ગીર નેશનલ પાર્ક રહેશે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રવાસીઓ માટે સફારી રૂટ ચાર મહિના કરાશે બંધ
  • ચોમાસામાં સિંહોનો સંવનનકાળ
  • આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે

જૂનાગઢ એક તરફ શાળાઓમાં વેકેશન પૂર્ણ થવાનો સમય આવી ગયો તો બીજી તરફ સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થવામાં છે. આગામી તા.16 જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થવા જઈ રહ્યું છે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે. આ વેકેશનના ચાર માસ સિંહોનો સંવનનકાળ કહેવામાં આવે છે.

 ગીર નેશનલ પાર્કમાં 16 જૂનથી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહના દર્શન કરી શકાશે નહી

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગણાતા ગીર નેશનલ પાર્કમાં 16 જૂનથી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહના દર્શન કરી શકાશે નહી, હકીકતમાં સિંહોનો મેટિંગ સમય હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોમ્બર સુધી સિંહોના સંવનનકાળ ચાલતો હોવાથી આ ચાર મહિના સુધી સિંહોનું વેકેશન રહે છે. આથી આ દરમિયાન પ્રવાસીઓ માટે દેવળિયા પાર્ક ખુલ્લું રહે છે.

ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે

ચોમાસાની સિઝનમાં સિંહ સહીત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડી જશે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સીઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે.

15 જૂનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે

જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચેતે માટે વન વિભાગ દ્વારા 15 જૂનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 16 ઓકટોબરે પૂર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જો કે દેવળીયા સફરી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. ચાર માસ સુધી સાસણમાં ધંધા-રોજગારને પણ અસર પહોંચે છે.