Girsomnathના ગીર ગઢડાના ભેભા ગામે ડબલ મર્ડરથી હાહાકાર મચ્યો

આજે સારવાર દરમિયાન વધુ એકનું મોત જુની અદાવતમાં બોલાચાલી બાદ મારામારી મારામારી બાદ 3 જૂને એક વ્યક્તિનું થયું હતું મોત ગીર ગઢડા તાલુકાના ભેભા ગામે ડબલ મર્ડરની ઘટના બની છે,જેમાં ભેભા ગામે અગાઉના મનદુઃખને લઈ બોલાચાલી બાદ મારામારી થઈ હતી જેમાં 3 જૂનના રોજ એક વ્યકિતનું મોત નિપજયુ હતું ત્યારે આજે સારવાર દરમિયાન વધુ એક વ્યકિતનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ભાવનગર ખસેડાયા છે. શું હતી ઘટના ગીર ગઢડા તાલુકાના ભેભા ગામે ગત 3 જૂનના રોજ કરશનભાઈ નાનુભાઈ પરમાર અને હરેશભાઈ લાખાભાઈ સોલંકી ઉપર હુમલો થયો હતો,હુમલામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં એક વ્યકિતનું મોત થયું છે.શેઢા પડોશી ડમાસા ગામના પુંજાભાઈ ઉર્ફે રામો ભીખાભાઈ શીંગડે બંનેને રોકી તમારે લોકોએ અમારી વાડીના રસ્તેથી નીકળવું નહીં તેમ કહેતા હરેશભાઈ તથા કરશનભાઈ વળી ગયા હતા. અને પુંજાભાઈ તથા કરસનભાઈ વચ્ચે બોલાચલી થયેલ જેનું મનદુઃખ રાખી પુંજાભાઈ શીંગડ તેમજ હરેશ બાલુભાઈ શીંગડ તથા તેનો ભાઈ શૈલેષ અને ઘુઘાભાઈ બોઘાભાઈ શીંગડે હરેશભાઈ સોલંકીના ઘરે જઈ લાકડી ધોકા વડે હુમલો કરી હરેશભાઇને તથા તેમને છોડાવવા વચ્ચે આવેલ તેમના પત્ની લાભુબેનને ગંભીર ઈજા પહોંચાડી હતી. અગાઉ મૃતક, ઇજાગ્રસ્તે આરોપીના પિતાની હત્યા કરી હતી હત્યા અને હત્યાની કોશિશનાં બનાવ અંગે નોંધાવેલી ફરિયાદમાં ઇજાગ્રસ્ત હરેશભાઈ સોલંકી જણાવ્યું હતું કે, આરોપી પુંજાભાઈ ના પિતા ભીખાભાઈનું સને 1999માં ખૂન કર્યું હતું. જેમાં ફરિયાદી હરેશભાઈ તેમજ મૃતક કરસનભાઈ પરમાર સહિતના નિર્દોષ છૂટી ગયા હતા. જેનું પણ આરોપીઓને મનદુઃખ હતું.  

Girsomnathના ગીર ગઢડાના ભેભા ગામે ડબલ મર્ડરથી હાહાકાર મચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે સારવાર દરમિયાન વધુ એકનું મોત
  • જુની અદાવતમાં બોલાચાલી બાદ મારામારી
  • મારામારી બાદ 3 જૂને એક વ્યક્તિનું થયું હતું મોત

ગીર ગઢડા તાલુકાના ભેભા ગામે ડબલ મર્ડરની ઘટના બની છે,જેમાં ભેભા ગામે અગાઉના મનદુઃખને લઈ બોલાચાલી બાદ મારામારી થઈ હતી જેમાં 3 જૂનના રોજ એક વ્યકિતનું મોત નિપજયુ હતું ત્યારે આજે સારવાર દરમિયાન વધુ એક વ્યકિતનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ભાવનગર ખસેડાયા છે.

શું હતી ઘટના

ગીર ગઢડા તાલુકાના ભેભા ગામે ગત 3 જૂનના રોજ કરશનભાઈ નાનુભાઈ પરમાર અને હરેશભાઈ લાખાભાઈ સોલંકી ઉપર હુમલો થયો હતો,હુમલામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં એક વ્યકિતનું મોત થયું છે.શેઢા પડોશી ડમાસા ગામના પુંજાભાઈ ઉર્ફે રામો ભીખાભાઈ શીંગડે બંનેને રોકી તમારે લોકોએ અમારી વાડીના રસ્તેથી નીકળવું નહીં તેમ કહેતા હરેશભાઈ તથા કરશનભાઈ વળી ગયા હતા. અને પુંજાભાઈ તથા કરસનભાઈ વચ્ચે બોલાચલી થયેલ જેનું મનદુઃખ રાખી પુંજાભાઈ શીંગડ તેમજ હરેશ બાલુભાઈ શીંગડ તથા તેનો ભાઈ શૈલેષ અને ઘુઘાભાઈ બોઘાભાઈ શીંગડે હરેશભાઈ સોલંકીના ઘરે જઈ લાકડી ધોકા વડે હુમલો કરી હરેશભાઇને તથા તેમને છોડાવવા વચ્ચે આવેલ તેમના પત્ની લાભુબેનને ગંભીર ઈજા પહોંચાડી હતી.

અગાઉ મૃતક, ઇજાગ્રસ્તે આરોપીના પિતાની હત્યા કરી હતી

હત્યા અને હત્યાની કોશિશનાં બનાવ અંગે નોંધાવેલી ફરિયાદમાં ઇજાગ્રસ્ત હરેશભાઈ સોલંકી જણાવ્યું હતું કે, આરોપી પુંજાભાઈ ના પિતા ભીખાભાઈનું સને 1999માં ખૂન કર્યું હતું. જેમાં ફરિયાદી હરેશભાઈ તેમજ મૃતક કરસનભાઈ પરમાર સહિતના નિર્દોષ છૂટી ગયા હતા. જેનું પણ આરોપીઓને મનદુઃખ હતું.