Ahamedabd News : ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત યુનિ.માં વેકેશનની તારીખમાં ફેરફાર

ગુજરાત યુનિ.માં 9 મે થી 23 જૂન સુધી વેકેશન રહેશે અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાથી ફેરફાર ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજો-વિભાગોમાં અપાઈ સૂચના ગુજરાત યુનિવર્સિટીમાં 1 મેથી 15 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ચુંટણીના કારણે અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર કરી 9 જૂનથી વેકેશન શરૂ કરવા માગ કરવામાં આવી હતી. જેને માન્ય રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેકેશનની નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે મુજબ 9 મે થી 26 જૂન સુધી વેકેશન રહેશે. અન્ય યુનિવર્સિટીમાં પણ વેકેશનને લઈ ફેરફાર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એકેડેમિક કેલેન્ડર અનુસાર વેકેશન જાહેર કરવામાં આવી રહ્યું છે, અને 2024ના વર્ષમાં ઉનાળુ વેકેશન તા.1 મેથી 15 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ વેકેશનના સમયગાળા દરમિયાન લોકસભાની ચૂંટણી યોજવાની હોય અને ગુજરાતમાં તા.7 મેએ મતદાન થવાનું છે ત્યારે રાજ્યના મોટાભાગના અધ્યાપકોને આ ચૂંટણીની કામગીરીના આદેશ મળ્યા હોય મતદાનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટાભાગના અધ્યાપકો ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા રહેશે. આ સંજોગોમાં ઉનાળુ વેકેશનના સમયગાળામાં ફેરફાર કરવા અને શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન 9 મેથી 26 જૂન સુધી કરવા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અલગ-અલગ મંડળો દ્વારા વેકેશનની તારીખ બદલવા કરાઈ માંગણીતાજેતરમાં જુદા જુદા અધ્યાપક મંડળો દ્વારા ઉનાળાના વેકેશનમાં ફેરફાર કરવા માંગણી કરવામાં આવી રહી છે. અધ્યાપકોના કહેવા પ્રમાણે 9મી મેથી 26મી જૂન સુધી ઉનાળુ વેકેશન આપવામાં આવે રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જીટીયુ દ્વારા ઉનાળાના વેકેશનમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અધ્યાપકોની રજૂઆત બાદ રાજયની સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજના અધ્યાપકો માટેના વેકેશનમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતાં છે. સૂત્રો કહે છે કે, વેકેશનમાં ફેરફાર કરવામાં આવી તો નવી વ્યવસ્થા પ્રમાણે 26મી જૂન સુધી વેકેશન આપવું પડે તેમ છે. આમ, થાય તો શિક્ષણ વિભાગે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 15મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ શકે તેમ નથી. આમ,થાય તો તમામ કોલેજોમાં 15મી જૂનના બદલે જુલાઇમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવે તો પણ અનેક પ્રકારની મુશ્કેલી ઉભી થાય તેમ છે. આમ, હાલની સ્થિતિ જોતાં 1લી મેથી વેકેશન આપી દેવામાં આવે તો પણ મોટાભાગના અધ્યાપકો ચૂંટણીના કામમાં લાગેલા હોવાથી વેકેશન ભોગવવા મળે તેમ નથી. અધ્યાપક મંડળ દ્વારા કોઇપણ સ્થિતિમાં ઉનાળુ વેકેશન બદલવામાં આવે તેવી માંગણી કરવામા આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ રજૂઆતો કરવામાં આવશે તે નક્કી છે. આમ, સરકાર માંગણીનો સ્વીકાર કરે તો પણ તમામ કોલેજોમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થવામાં વિલંબ થશે તે નક્કી છે.

Ahamedabd News : ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત યુનિ.માં વેકેશનની તારીખમાં ફેરફાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત યુનિ.માં 9 મે થી 23 જૂન સુધી વેકેશન રહેશે
  • અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાથી ફેરફાર
  • ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજો-વિભાગોમાં અપાઈ સૂચના

ગુજરાત યુનિવર્સિટીમાં 1 મેથી 15 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ચુંટણીના કારણે અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર કરી 9 જૂનથી વેકેશન શરૂ કરવા માગ કરવામાં આવી હતી. જેને માન્ય રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેકેશનની નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે મુજબ 9 મે થી 26 જૂન સુધી વેકેશન રહેશે.

અન્ય યુનિવર્સિટીમાં પણ વેકેશનને લઈ ફેરફાર

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એકેડેમિક કેલેન્ડર અનુસાર વેકેશન જાહેર કરવામાં આવી રહ્યું છે, અને 2024ના વર્ષમાં ઉનાળુ વેકેશન તા.1 મેથી 15 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ વેકેશનના સમયગાળા દરમિયાન લોકસભાની ચૂંટણી યોજવાની હોય અને ગુજરાતમાં તા.7 મેએ મતદાન થવાનું છે ત્યારે રાજ્યના મોટાભાગના અધ્યાપકોને આ ચૂંટણીની કામગીરીના આદેશ મળ્યા હોય મતદાનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટાભાગના અધ્યાપકો ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા રહેશે. આ સંજોગોમાં ઉનાળુ વેકેશનના સમયગાળામાં ફેરફાર કરવા અને શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન 9 મેથી 26 જૂન સુધી કરવા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

અલગ-અલગ મંડળો દ્વારા વેકેશનની તારીખ બદલવા કરાઈ માંગણી

તાજેતરમાં જુદા જુદા અધ્યાપક મંડળો દ્વારા ઉનાળાના વેકેશનમાં ફેરફાર કરવા માંગણી કરવામાં આવી રહી છે. અધ્યાપકોના કહેવા પ્રમાણે 9મી મેથી 26મી જૂન સુધી ઉનાળુ વેકેશન આપવામાં આવે રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જીટીયુ દ્વારા ઉનાળાના વેકેશનમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અધ્યાપકોની રજૂઆત બાદ રાજયની સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજના અધ્યાપકો માટેના વેકેશનમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતાં છે. સૂત્રો કહે છે કે, વેકેશનમાં ફેરફાર કરવામાં આવી તો નવી વ્યવસ્થા પ્રમાણે 26મી જૂન સુધી વેકેશન આપવું પડે તેમ છે. આમ, થાય તો શિક્ષણ વિભાગે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 15મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ શકે તેમ નથી. આમ,થાય તો તમામ કોલેજોમાં 15મી જૂનના બદલે જુલાઇમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવે તો પણ અનેક પ્રકારની મુશ્કેલી ઉભી થાય તેમ છે. આમ, હાલની સ્થિતિ જોતાં 1લી મેથી વેકેશન આપી દેવામાં આવે તો પણ મોટાભાગના અધ્યાપકો ચૂંટણીના કામમાં લાગેલા હોવાથી વેકેશન ભોગવવા મળે તેમ નથી. અધ્યાપક મંડળ દ્વારા કોઇપણ સ્થિતિમાં ઉનાળુ વેકેશન બદલવામાં આવે તેવી માંગણી કરવામા આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ રજૂઆતો કરવામાં આવશે તે નક્કી છે. આમ, સરકાર માંગણીનો સ્વીકાર કરે તો પણ તમામ કોલેજોમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થવામાં વિલંબ થશે તે નક્કી છે.