Bharuch: ઝઘડિયાના તરસાલી ગામેથી 27 ગાયો મુક્ત કરાવાઈ

બકરી ઈદની પૂર્વ સંધ્યાએ રાજપારડી પોલીસનો સપાટો : એક ઇસમની ધરપકડટુંકા દોરડા વડે ક્રુરતા પૂર્વક બંધી કતલ કરવાની તૈયારી હતી અને પોલીસ પહોંચી તરસાલી ગામે કતલ કરવાના ઈરાદે રાખેલી 27 ગાયો તેમજ વાછરડાઓને બચાવી લેવાયાં હતાં. બકરી ઇદની પૂર્વ સંધ્યાએ ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી 27 ગાયો તેમજ વાછરડાઓને રાજપારડી પોલીસે બચાવ્યા હતા. તરસાલી ગામે એક બંધ મકાનમાં કતલ કરવાના ઇરાદે ગૌવંશ ગાંધી રાખેલા હોવાની બાતમીના આધારે પોસઇ કે બી મીર સહિત કાફ્લાએ દરોડા કર્યા હતા. દરમિયાન ઇસ્માઇલ સાબિર મલેકના ઘરમાં એક રૂમમાં ટુંકા દોરડા વડે 27 ગાયો તેમજ વાછરડાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. રાજપારડી પોલીસે તમામ ગૌવંશને મુક્ત કરી તેમને પાંજરાપોળ મોકલી ઇસ્માઇલ મલેકની ધરપકડ કરી છે. ઝઘડિયા તાલુકામાં મોટાપાયે પશુઓની બદ ઇરાદાથી હેરાફેરી નો ધંધો કેટલા લોકો કરતા હોય છે, કેટલીક વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે, બકરી ઇદના એક દિવસ પેહલા ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શાબિર મલેક રહે. નવી તરસાલી ખુશરૂ નશીરી મહોલ્લો તા. ઝઘડીયા જી.ભરૂચ ના ઘરમાં કેટલાક ગૌવંશને જબરજસ્તીથી ગોધી રાખવામાં આવ્યા છે. કતલ કરવાના ઇરાદે ગૌંધી રાખેલ ગૌવંશની બાતમી રાજપારડી પોલીસ ને મળતા પોસઇ મીર સહિત તેમની ટીમ દ્વારા તરસાલી ગામે ઈસ્માઈલ સાબિર મલેકના ઘરેથી ગાયોને મુક્ત કરાવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપો મારી કરતા 27 જેટલી ગાયોને કતલ કરવાના ઇરાદે બળજબરી પૂર્વક એક ઘરમાં બાંધી રાખવામાં આવી હોવાનું જણાય આવ્યું હતું. ઇસ્માઇલ મલેક ના ઘરમાં 10 બાય 50 ની લંબાઇ પહોળાઇ ધરાવતા એક રૂમમાં ટુંકા દોરડા વડે 27 જેટલી ગાયો તેમજ વાછરડાં બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તમામ ગાયનો કબજો લઈ તેમને મુકત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. પેલીસે ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઈલ સાબીર મલેકની અટકાયત કરી કતલ કરવા માટે લાકડાના બે મોટા લાકડા, એક છરો પકડી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bharuch: ઝઘડિયાના તરસાલી ગામેથી 27 ગાયો મુક્ત કરાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બકરી ઈદની પૂર્વ સંધ્યાએ રાજપારડી પોલીસનો સપાટો : એક ઇસમની ધરપકડ
  • ટુંકા દોરડા વડે ક્રુરતા પૂર્વક બંધી કતલ કરવાની તૈયારી હતી અને પોલીસ પહોંચી
  • તરસાલી ગામે કતલ કરવાના ઈરાદે રાખેલી 27 ગાયો તેમજ વાછરડાઓને બચાવી લેવાયાં હતાં.
  • બકરી ઇદની પૂર્વ સંધ્યાએ ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી 27 ગાયો તેમજ વાછરડાઓને રાજપારડી પોલીસે બચાવ્યા હતા.

તરસાલી ગામે એક બંધ મકાનમાં કતલ કરવાના ઇરાદે ગૌવંશ ગાંધી રાખેલા હોવાની બાતમીના આધારે પોસઇ કે બી મીર સહિત કાફ્લાએ દરોડા કર્યા હતા. દરમિયાન ઇસ્માઇલ સાબિર મલેકના ઘરમાં એક રૂમમાં ટુંકા દોરડા વડે 27 ગાયો તેમજ વાછરડાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. રાજપારડી પોલીસે તમામ ગૌવંશને મુક્ત કરી તેમને પાંજરાપોળ મોકલી ઇસ્માઇલ મલેકની ધરપકડ કરી છે.

ઝઘડિયા તાલુકામાં મોટાપાયે પશુઓની બદ ઇરાદાથી હેરાફેરી નો ધંધો કેટલા લોકો કરતા હોય છે, કેટલીક વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે, બકરી ઇદના એક દિવસ પેહલા ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શાબિર મલેક રહે. નવી તરસાલી ખુશરૂ નશીરી મહોલ્લો તા. ઝઘડીયા જી.ભરૂચ ના ઘરમાં કેટલાક ગૌવંશને જબરજસ્તીથી ગોધી રાખવામાં આવ્યા છે. કતલ કરવાના ઇરાદે ગૌંધી રાખેલ ગૌવંશની બાતમી રાજપારડી પોલીસ ને મળતા પોસઇ મીર સહિત તેમની ટીમ દ્વારા તરસાલી ગામે ઈસ્માઈલ સાબિર મલેકના ઘરેથી ગાયોને મુક્ત કરાવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપો મારી કરતા 27 જેટલી ગાયોને કતલ કરવાના ઇરાદે બળજબરી પૂર્વક એક ઘરમાં બાંધી રાખવામાં આવી હોવાનું જણાય આવ્યું હતું. ઇસ્માઇલ મલેક ના ઘરમાં 10 બાય 50 ની લંબાઇ પહોળાઇ ધરાવતા એક રૂમમાં ટુંકા દોરડા વડે 27 જેટલી ગાયો તેમજ વાછરડાં બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તમામ ગાયનો કબજો લઈ તેમને મુકત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. પેલીસે ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઈલ સાબીર મલેકની અટકાયત કરી કતલ કરવા માટે લાકડાના બે મોટા લાકડા, એક છરો પકડી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.