Surendranagar જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતરમાં હળવું વરસાદી ઝાપટું

હવામાન વિભાગની આગાહી હોવા છતાં વરસાદની સંતાકૂકડીછેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ સર્જાયા બાદ મેઘમહેર નહીં બુધવારે ધ્રાંગધ્રામાં સાંજના સમયે, ગુરૂવારે ધ્રાંગધ્રા અને લખતરમાં વરસાદી છાંટા પડયા હતા સુરેન્દ્રનગર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ત્યારે ઝાલાવાડમાં વરસાદ હાથતાળી દઈને જતો રહે છે.બુધવારે ધ્રાંગધ્રામાં સાંજના સમયે, ગુરૂવારે ધ્રાંગધ્રા અને લખતરમાં વરસાદી છાંટા પડયા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પણ આગામી 4-5 દિવસ દરમિયાન જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ મેઘરાજા જિલ્લામાં હાથતાળી દઈને જતા રહે છે. બુધવારે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કયાંય વરસાદ પડયો ન હતો અને મોડી સાંજના સમયે ધ્રાંગધ્રામા વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. જેમાં 7 મિમી પાણી વરસ્યુ હતુ. જયારે ગુરૂવારે સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. સુર્યનારાયણ તેના નિયત સમયે આકાશમાં નજરે પડયા ન હતા. પરંતુ ગુરૂવારે બપોરે 4 કલાક સુધી જિલ્લામાં કયાંય વરસાદી ટીપુ પડયુ ન હતુ. અને સાંજના 4થી 6ના સમયમાં ધ્રાંગધ્રામાં 5 મીમી અને લખતરમાં 1 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે બાકીના તાલુકા અને સુરેન્દ્રનગર-વઢવાણ શહેર કોરાધાકોડ રહ્યા હતા. વરસાદ ન પડતા અને સતત વાદળછાયા વાતાયરણને લીધે બફારો વધી ગયો હતો અને લોકો બફારાથી પરેશાન થઈ ગયા હતા.જ્યારે હળવદ પંથકમાં બુધવારે મોડી સાંજે કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હળવદ તાલુકાના જોગડ ગામે આકાશી વીજળી કડાકાભેર પડતા એક ખેત મજૂરનું મૃત્યુ નિપજ્યું હતું . જ્યારે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને એક કલાકમાં જ દોઢથી બે ઇંચ વરસાદ ખાબકી જતા શહેરીજનોએ બફારાસભરની ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.

Surendranagar જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતરમાં હળવું વરસાદી ઝાપટું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હવામાન વિભાગની આગાહી હોવા છતાં વરસાદની સંતાકૂકડી
  • છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ સર્જાયા બાદ મેઘમહેર નહીં
  • બુધવારે ધ્રાંગધ્રામાં સાંજના સમયે, ગુરૂવારે ધ્રાંગધ્રા અને લખતરમાં વરસાદી છાંટા પડયા હતા

સુરેન્દ્રનગર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ત્યારે ઝાલાવાડમાં વરસાદ હાથતાળી દઈને જતો રહે છે.બુધવારે ધ્રાંગધ્રામાં સાંજના સમયે, ગુરૂવારે ધ્રાંગધ્રા અને લખતરમાં વરસાદી છાંટા પડયા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પણ આગામી 4-5 દિવસ દરમિયાન જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

પરંતુ મેઘરાજા જિલ્લામાં હાથતાળી દઈને જતા રહે છે. બુધવારે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કયાંય વરસાદ પડયો ન હતો અને મોડી સાંજના સમયે ધ્રાંગધ્રામા વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. જેમાં 7 મિમી પાણી વરસ્યુ હતુ. જયારે ગુરૂવારે સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. સુર્યનારાયણ તેના નિયત સમયે આકાશમાં નજરે પડયા ન હતા. પરંતુ ગુરૂવારે બપોરે 4 કલાક સુધી જિલ્લામાં કયાંય વરસાદી ટીપુ પડયુ ન હતુ. અને સાંજના 4થી 6ના સમયમાં ધ્રાંગધ્રામાં 5 મીમી અને લખતરમાં 1 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે બાકીના તાલુકા અને સુરેન્દ્રનગર-વઢવાણ શહેર કોરાધાકોડ રહ્યા હતા. વરસાદ ન પડતા અને સતત વાદળછાયા વાતાયરણને લીધે બફારો વધી ગયો હતો અને લોકો બફારાથી પરેશાન થઈ ગયા હતા.

જ્યારે હળવદ પંથકમાં બુધવારે મોડી સાંજે કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હળવદ તાલુકાના જોગડ ગામે આકાશી વીજળી કડાકાભેર પડતા એક ખેત મજૂરનું મૃત્યુ નિપજ્યું હતું . જ્યારે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને એક કલાકમાં જ દોઢથી બે ઇંચ વરસાદ ખાબકી જતા શહેરીજનોએ બફારાસભરની ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.