Aravalliમાં વરસાદ વરસતા નદી જેવા દ્રશ્યો આવ્યા સામે

બે કલાકમાં 37 મીમી વરસાદ ખાબક્યો પરબડી વિસ્તાર, મેઇન બજારમાં પાણી ભરાયા માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો અરવલ્લીના મેઘરજમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં બે કલાકમાં 37 મીમી વરસાદ ખાબક્યો છે. તેમજ વરસાદ વરસતા નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે બપોરે માલપુરના સજ્જનપુરા કંપા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે. આસપાસના ગામો ગોવિંદપુર સહિત વણઝારીયામાં વરસાદ પડ્યો છે. ધનસુરા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે.પરબડી વિસ્તાર, મેઇન બજારમાં પાણી ભરાયા નગરના બસ સ્ટેશન વિસ્તાર અને પરબડી વિસ્તાર, મેઇન બજારમાં પાણી ભરાયા છે, ધનસુરા કપડવંજ હાઇવે પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધનસુરા સહિત શિકા, અંતિસરા, શક્તિ નગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતોને ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી શકશે. અસહ્ય ગરમી બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી. ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડાના નવા ભવનાથ, ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

Aravalliમાં વરસાદ વરસતા નદી જેવા દ્રશ્યો આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે કલાકમાં 37 મીમી વરસાદ ખાબક્યો
  • પરબડી વિસ્તાર, મેઇન બજારમાં પાણી ભરાયા
  • માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો

અરવલ્લીના મેઘરજમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં બે કલાકમાં 37 મીમી વરસાદ ખાબક્યો છે. તેમજ વરસાદ વરસતા નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે બપોરે માલપુરના સજ્જનપુરા કંપા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે. આસપાસના ગામો ગોવિંદપુર સહિત વણઝારીયામાં વરસાદ પડ્યો છે. ધનસુરા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે.

પરબડી વિસ્તાર, મેઇન બજારમાં પાણી ભરાયા

નગરના બસ સ્ટેશન વિસ્તાર અને પરબડી વિસ્તાર, મેઇન બજારમાં પાણી ભરાયા છે, ધનસુરા કપડવંજ હાઇવે પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધનસુરા સહિત શિકા, અંતિસરા, શક્તિ નગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતોને ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી શકશે. અસહ્ય ગરમી બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી.

ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો

અરવલ્લી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડાના નવા ભવનાથ, ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.