Vadodaraમાં PSIએ દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા પાસે 1.50 લાખ પડાવ્યાનો લાગ્યો આક્ષેપ

વડોદરાના માંજલપુરમાં રક્ષક જ બન્યા ભક્ષક આરોપીને પકડવા PSIએ 1.50 લાખ પડાવ્યાનો લાગ્યો આક્ષેપ ન્યાય માટે ભોગ બનનાર મહિલાએ પોલીસ કમિશનરને કરી રજૂઆત વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ રસિક ચુડાસમાએ દુષ્કર્મની મહિલા પાસે રૂપિયા 1.50 લાખ પડાવ્યાનો આરોપ વલાગ્યો છે.પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે ફરિયાદ નોંધાઈ છે.આરોપીને પ્લેનમાં લાવવા માટે રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લાગ્યો છે.પીડિતાની રજૂઆત બાદ પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ. પીડિત મહિલાએ પૈસા આપ્યાના સ્ક્રીન શોટસ બતાવ્યા પીએસઆઈ રસિક ચુડાસમા આરોપીને પકડવા વિમાનમાં ગયા હતા અને આરોપીને પ્લેનમાં લાવવાના પણ પૈસા લીધા હોવાનો આક્ષેપ લાગ્યો છે.આરોપીને પકડવા પીએસઆઈ.રસિક ચુડાસમા વિમાનમાં કલકત્તા ગયા હતા અને તેમની સાથે અન્ય 3 પોલીસકર્મી પણ હોવાની વાત સામે આવી છે. પીડિતાએ માંજલપુર પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ રસીકા ચુડાસમા સાથે કોલકત્તા ગયેલા અન્ય ત્રણ કર્મીઓએ આરોપીને પકડવા વિમાનમાં જવા અને આવવાની ઉચ્ચ અધિકારી પાસેથી મંજૂરી લીધી છે કે કેમ એની પણ તપાસ કરવા માંગ કરી છે. વકીલ મારફતે રૂપિયાનો થયો હવાલો ? 1 મે એ મકરપુરા રહેતી મહિલા જ્યોતિષે માંજલપુર પોલીસ મથકે એની ઉપર પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ કરી હતી. માંજલપુર પોલીસે મહિલા જ્યોતિષની સગીર પુત્રીઓ સાથે શારીરિક અડપલાની કલમ લગાવી નથી. આરોપીને કોલકતા પકડવા જવા માટે 80 હજાર અને બાદમાં 75 હજાર એમ 1.50 લાખ વકીલ મારફતે મહિલા પીએસઆઇએ લીધા હોવાનો આરોપ મહિલા જ્યોતિષે ફરિયાદમાં કર્યો છે. ડીસીપીને તપાસ સોંપાઈ પોલીસ કમિશનરનું કહેવું છે કે,મને પીડિત મહિલાની ફરિયાદ મળી છે. તાત્કાલિક ડીસીપી ઝોન-3 લીના પાટિલને તપાસ સોંપી ઝડપથી રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. ગંભીર મામલામાં કસૂરવારો સામે કડક પગલાં લેવામાં આવશે. 

Vadodaraમાં PSIએ દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા પાસે 1.50 લાખ પડાવ્યાનો લાગ્યો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાના માંજલપુરમાં રક્ષક જ બન્યા ભક્ષક
  • આરોપીને પકડવા PSIએ 1.50 લાખ પડાવ્યાનો લાગ્યો આક્ષેપ
  • ન્યાય માટે ભોગ બનનાર મહિલાએ પોલીસ કમિશનરને કરી રજૂઆત

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ રસિક ચુડાસમાએ દુષ્કર્મની મહિલા પાસે રૂપિયા 1.50 લાખ પડાવ્યાનો આરોપ વલાગ્યો છે.પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે ફરિયાદ નોંધાઈ છે.આરોપીને પ્લેનમાં લાવવા માટે રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લાગ્યો છે.પીડિતાની રજૂઆત બાદ પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ.

પીડિત મહિલાએ પૈસા આપ્યાના સ્ક્રીન શોટસ બતાવ્યા

પીએસઆઈ રસિક ચુડાસમા આરોપીને પકડવા વિમાનમાં ગયા હતા અને આરોપીને પ્લેનમાં લાવવાના પણ પૈસા લીધા હોવાનો આક્ષેપ લાગ્યો છે.આરોપીને પકડવા પીએસઆઈ.રસિક ચુડાસમા વિમાનમાં કલકત્તા ગયા હતા અને તેમની સાથે અન્ય 3 પોલીસકર્મી પણ હોવાની વાત સામે આવી છે. પીડિતાએ માંજલપુર પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ રસીકા ચુડાસમા સાથે કોલકત્તા ગયેલા અન્ય ત્રણ કર્મીઓએ આરોપીને પકડવા વિમાનમાં જવા અને આવવાની ઉચ્ચ અધિકારી પાસેથી મંજૂરી લીધી છે કે કેમ એની પણ તપાસ કરવા માંગ કરી છે.


વકીલ મારફતે રૂપિયાનો થયો હવાલો ?

1 મે એ મકરપુરા રહેતી મહિલા જ્યોતિષે માંજલપુર પોલીસ મથકે એની ઉપર પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ કરી હતી. માંજલપુર પોલીસે મહિલા જ્યોતિષની સગીર પુત્રીઓ સાથે શારીરિક અડપલાની કલમ લગાવી નથી. આરોપીને કોલકતા પકડવા જવા માટે 80 હજાર અને બાદમાં 75 હજાર એમ 1.50 લાખ વકીલ મારફતે મહિલા પીએસઆઇએ લીધા હોવાનો આરોપ મહિલા જ્યોતિષે ફરિયાદમાં કર્યો છે.


ડીસીપીને તપાસ સોંપાઈ

પોલીસ કમિશનરનું કહેવું છે કે,મને પીડિત મહિલાની ફરિયાદ મળી છે. તાત્કાલિક ડીસીપી ઝોન-3 લીના પાટિલને તપાસ સોંપી ઝડપથી રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. ગંભીર મામલામાં કસૂરવારો સામે કડક પગલાં લેવામાં આવશે.