Sabarkantha News: પોશીના તાલુકામાં વાવાઝોડા સાથેના માવઠામાં 26 વીજ પોલ ધરાશાયી

તાલુકા ગ્રામ્યમાં શનિવારે મોડી સાંજે હવામાન પલટો થયો હતો । છ કાચા મકાનોને નુકસાનસરકારી ચોપડે નુકસાનીના વધુ આંકડા નોંધવાની સંભાવનાને નકારી શકાતી નથી પોશીના આંજણી રોડ પર લીમડાનું ઝાડ ધરાશય થતાં એક મોપેડને નુકસાન થયું હતું પોશીના તાલુકામાં શનિવારે મોડી સાંજે ભારે વાવાઝોડા સાથે એક કલાક સુધી વરસેલા 18 મિમી વરસાદમાં અનેક સ્થળે કાચા મકાનો સહિતની માલ મિલકતને નુકસાન થયાનું સામે આવ્યું છે. જોકે બીજા દિવસે રવિવારની રજા હતી. જેથી સોમવારે તંત્રના સરકારી ચોપડે નુકસાનીના વધુ આંકડા નોંધવાની સંભાવનાને નકારી શકાતી નથી. પોશીના તાલુકામાં શનિવારે સાંજે ભારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં અનેક સ્થળે નુકસાન થયું હતું. જેમાં તાલુકાના નાડા ગામમાં 3 પાકા મકાનોના સિમેન્ટના પતરા અને 2 કાચા મકાનાના છાપરા તૂટી ગયા હતા. તાલુકાના કોલંદ ગામે પણ એક પાકા મકાનના સિમેન્ટના પતરા તૂટી ગયા હતા. પોશીના સિવીલની છત ઉપરની સોલાર પ્લેટો તૂટી ગઈ હતી, પોશીના આંજણી રોડ પર લીમડાનું ઝાડ ધરાશય થતાં એક મોપેડને નુકસાન થયું હતું, પોશીના લેરીપુરા વિસ્તાર પાસે બાવળનું ઝાડ તૂટી પડતા એક મોપેડ અને જીપને સામાન્ય નુકસાન થયું હતું. પોશીના કાલીકાંકર, પોશીના-હડાદ અને પોશીના લાંબડીયા રોડ ઉપર પણ ઝાડ તૂટી પડતાં અડધો રસ્તો બ્લોક થયો હતો. જોકે આ તમામ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. આ ઉપરાંત તાલુકાના 10 ગામમાં 26 વીજ પોલ ધરાશાયી થયા હતા. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. એથી રાત્રે જ વીજ કંપનીની જુદી જુદી ટીમ દ્વારા ત્રણથી ચાર કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વરત કરાયો હતો.

Sabarkantha News: પોશીના તાલુકામાં વાવાઝોડા સાથેના માવઠામાં 26 વીજ પોલ ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાલુકા ગ્રામ્યમાં શનિવારે મોડી સાંજે હવામાન પલટો થયો હતો । છ કાચા મકાનોને નુકસાન
  • સરકારી ચોપડે નુકસાનીના વધુ આંકડા નોંધવાની સંભાવનાને નકારી શકાતી નથી
  • પોશીના આંજણી રોડ પર લીમડાનું ઝાડ ધરાશય થતાં એક મોપેડને નુકસાન થયું હતું

પોશીના તાલુકામાં શનિવારે મોડી સાંજે ભારે વાવાઝોડા સાથે એક કલાક સુધી વરસેલા 18 મિમી વરસાદમાં અનેક સ્થળે કાચા મકાનો સહિતની માલ મિલકતને નુકસાન થયાનું સામે આવ્યું છે. જોકે બીજા દિવસે રવિવારની રજા હતી. જેથી સોમવારે તંત્રના સરકારી ચોપડે નુકસાનીના વધુ આંકડા નોંધવાની સંભાવનાને નકારી શકાતી નથી. પોશીના તાલુકામાં શનિવારે સાંજે ભારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં અનેક સ્થળે નુકસાન થયું હતું. જેમાં તાલુકાના નાડા ગામમાં 3 પાકા મકાનોના સિમેન્ટના પતરા અને 2 કાચા મકાનાના છાપરા તૂટી ગયા હતા. તાલુકાના કોલંદ ગામે પણ એક પાકા મકાનના સિમેન્ટના પતરા તૂટી ગયા હતા. પોશીના સિવીલની છત ઉપરની સોલાર પ્લેટો તૂટી ગઈ હતી, પોશીના આંજણી રોડ પર લીમડાનું ઝાડ ધરાશય થતાં એક મોપેડને નુકસાન થયું હતું, પોશીના લેરીપુરા વિસ્તાર પાસે બાવળનું ઝાડ તૂટી પડતા એક મોપેડ અને જીપને સામાન્ય નુકસાન થયું હતું. પોશીના કાલીકાંકર, પોશીના-હડાદ અને પોશીના લાંબડીયા રોડ ઉપર પણ ઝાડ તૂટી પડતાં અડધો રસ્તો બ્લોક થયો હતો. જોકે આ તમામ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. આ ઉપરાંત તાલુકાના 10 ગામમાં 26 વીજ પોલ ધરાશાયી થયા હતા. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. એથી રાત્રે જ વીજ કંપનીની જુદી જુદી ટીમ દ્વારા ત્રણથી ચાર કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વરત કરાયો હતો.